ગર્ભવસ્થા દરમિયાન સ્વાસ્થ્યની અનેક ઘણી કાળજી રાખવી પડે છે. મોટાભાગની મહિલાઓ ગર્ભવસ્થા દરમિયાન શું ખાવું તે વિશે કન્ફ્યુઝ રહેતી હોય છે ગર્ભવસ્થા દરમિયાન ખાણીપીણીનું સારી રીતે ધ્યાન ન રાખવાના કારણે મહિલાઓને અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
ગર્ભવસ્થા દરમિયાન તમે જે ભોજન કરો છો તેની સીધી અસર તમારા ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. ગર્ભાવસ્થામાં વધુ પડતું ગરમ ખાવાનું, ઠંડુ ભોજન, અને ખાટું ભોજન કરતા સમયે તમારે વિશેષ વાતોનું જરૂરથી ધ્યાન રાખવું પડે છે.
ઘણીવાર ગર્ભવતી મહિલા એવાતને લઇને ચિંતિત રહે છે કે ગર્ભવસ્થામાં શું ખાવું અને શું ન ખાવું. તેવી જ રીતે ગર્ભવસ્થા દરમિયાન રીંગણાનું સેવન કરવા અલગ-અલગ શોધ અને અધ્યયન જુદી વિચારસરણી રાખે છે. પરંતુ એ માનવામાં આવે છે કે ગર્ભવસ્થામાં ખોટી રીતે રીંગણાનું સેવન કરવાથી તમને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. વિસ્તારપૂર્વક જાણીએ કે ગર્ભવસ્થા દરમિયાન રીંગણા ખાવાથી કેમ બચવું જોઈએ.
ગર્ભાવસ્થા દરમિયાન શા માટે રીંગણા ન ખાવા જોઈએ:- રીંગણામાં શરીર માટે જરૂરી ખનિજ, વિટામિન અને અન્ય પોષક તત્વો ઉપલબ્ધ હોય છે પરંતુ આયુર્વેદમાં આને લઈને અલગ વિચારસરણી બતાવવામાં આવી છે. આયુર્વેદ પ્રમાણે રીંગણાનું સેવન શરીર માટે વધુ ફાયદાકારક નથી હોતું. આયુર્વેદાચાર્ય પ્રમાણે રીંગણમાં વધુ માત્રામાં ફાઈટોહોર્મોન ઉપલબ્ધ હોય છે જે ગર્ભાવસ્થા દરમિયાન તમારી સમસ્યાઓ વધારી શકે છે દરમિયાન રીંગણાનું અધિક સેવન કરવાથી તમને વારંવાર પેશાબની સમસ્યા પણ થઈ શકે છે. તેના સિવાય ગર્ભવતી મહીલાએ વધુ માત્રામાં રીંગણનું સેવન કરે છે તો તે માસિક ઉત્તેજિત કરવાનું કામ કરે છે. તેથી હંમેશા એવી સલાહ આપવામાં આવે છે કે ગર્ભાવસ્થામાં દરરોજ રીંગણા સેવન ન કરવું જોઈએ.
પ્રેગ્નન્સી દરમિયાન રીંગણા ખાવાથી નીચેની સમસ્યાઓ થઈ શકે છે:-
1. માસિકને લગતી સમસ્યાઓ:- ગર્ભાવસ્થા દરમિયાન રીંગણાનું વધુ માત્રામાં સેવન કરવાથી કે દરરોજ આનું સેવન કરવાથી તમને માસિકને લગતી સમસ્યાઓ થઈ શકે છે. રીંગણામાં હાજર ફાયટોહોર્મોન તમારા માસિકન પીરિયડ્સ નીસ્ટમ્યુલેશન વધારી શકે છે. તેથી ગર્ભાવસ્થા રીંગણાનું સેવન કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન રીંગણાનું સેવન ડોક્ટરની સલાહ પ્રમાણે જ અત્યંત સીમિત માત્રામાં જ કરવું જોઈએ.
2. એસીડીટી અને પાચન સંબંધી સમસ્યાઓ:- મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન વધુ માત્રામાં રીંગણા ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. રીંગણા પચવામાં પણ થોડો વધુ સમય લે છે અને તેના સેવનથી તમને એસિડિટી થઇ શકે છે તેથી ગર્ભાવસ્થા રીંગણાનું સેવન સીમિત માત્રામાં કરવું જોઈએ અથવા તેનું સેવન કરવાથી બચવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન આમ પણ મહિલાઓને પાચન સંબંધી સમસ્યાઓ રહેતી હોય છે, એવામાં રીંગણાનું અધિક સેવન તમારી સમસ્યા વધારી શકે છે.
3. ગર્ભપાતનું જોખમ:- ગર્ભાવસ્થા દરમિયાન રીંગણાનું અધિક સેવન કરવાથી ગર્ભપાતનું જોખમ વધી જાય છે. રીંગણાની તાસીર ગરમ હોય છે અને ગર્ભ માં રહેલા બાળક માટે પણ નુકશાનકારક માનવામાં આવે છે. તેથી તમને ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ગર્ભાવસ્થામાં રીંગણાનું સેવન કરી રહ્યા હોવ તો તેના પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.
4. પ્રિમેચ્યોર ડિલિવરી ની સંભાવના:- ગર્ભાવસ્થા દરમિયાન અધિક માત્રામાં રીંગણા ખાવાથી તમને પ્રીમિચ્યોર ડિલિવરી નું જોખમ રહે છે. વળી રીંગણને ટોક્સોપ્લાસમોસીસ યુક્ત માટીમાં ઉગાડવામાં આવે છે અને તેના વધુ સેવનથી પ્રિમેચ્યોર ડીલીવરી નું કારણ બની શકે છે.આ સ્થિતિથી બચવા માટે તમારે હંમેશા રીંગણને સારી રીતે ધોઈ ને સારી રીતે પકાવીને ખાવું જોઈએ.
પ્રેગ્નન્સી દરમિયાન રીંગણાનું અધિક સેવન તમારી સમસ્યા વધારી શકે છે તેથી તમને રીંગણનું સેવન કરતા પહેલા ઉપર જણાવેલી વાતો નું ધ્યાન રાખવું જોઈએ. રીંગણાનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઇએ.