વજન ઓછું કરવા તમે તમારા ડાયટમાં નાશપતી સામેલ કરી શકો છો. ચાલો જોઈએ નાશપતી નો ઉપયોગ વજન ને કંટ્રોલ કરવામાં કેવી રીતે કરવો. કોઈ કારણસર જો તમારું વજન વધી જાય તો તેની અસર તમારા શરીર પરજ નહિ પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. સ્થૂળતા કેટલીય બીમારીઓનું ઘર કરે છે, એટલે વજનને હંમેશા કંટ્રોલમાં રાખવું જોઈએ. વજનને ઓછું કરવા માટે વિશેષ રૂપથી કસરતની સાથે ડાયટ નુ પણ ધ્યાન રાખવું જરૂરી છે. ફળ અને શાકભાજી ની મદદથી વજનને ઝડપથી ઘટાડી શકો છો. આ ફળો અને શાકભાજીમાં એક ફળ નાશપતી છે જે તમારું વજન ઘટાડવામાં ઘણું મદદરૂપ બને છે. નાશપતી માં કેટલાક એવા પોષક તત્વો છે જે વજન તો ઘટાડે જ છે પણ સાથે સાથે તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રીએન્ટ પ્રદાન કરે છે.
કમર ની સાઈઝ ઓછી કરવા માટે નિયમિત બાર અઠવાડિયા સુધી બે નાસ્પતિ નું સેવન કરવું જોઈએ. પેટની ચરબી ઓછી કરવા માટે પણ તમે નિયમિત રૂપે નાશપતી લઈ શકો છો. ડાયટિશિયન નું કહેવું છે કે ફાઇબર થી વજન ઓછું થઈ શકે છે. નાશપતી મા ફાઈબરનુ પ્રમાણ વધારે હોય છે. આમાં પાણી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારા વજનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. તમારા પેટ અને કમરની ચરબી ને ઓછી કરવા માટે બે નાશપતિનું સેવન ઘણું મદદરૂપ બની શકે છે. નાશપતી નું સેવન કેવી રીતે વજન ઓછું કરે છે તે આપણે વિસ્તારપૂર્વક જાણીએ.
વિટામિન સીથી ભરપૂર :- વિટામીન સી એન્ટી ઓક્સિડેન્ટ ગુણો થી ભરપૂર હોય છે જે શરીરના કચરાનો નિકાલ કરવામાં તમારી મદદ કરે છે નાશપતી માં પણ વિટામીન સી વિપુલ પ્રમાણમાં હોય છે. વજન ઓછું કરવા માટે પણ વિટામિન સી ઘણું ફાયદાકારક રહે છે. નાસ્પતિ ના સેવન શરીરમાં વિટામિન સી ની કમી પુરી કરવામાં મદદરૂપ થાય છે.
વધુ પ્રમાણ માં ફાઈબર:- તમારા વજનને કંટ્રોલ કરવામાં ફાઇબર ની મુખ્ય ભૂમિકા હોય છે એક અભ્યાસ મુજબ સો ગ્રામ નાસપતિમાં લગભગ ૩ ગ્રામ ફાઇબર હોય છે જે મહિલાઓના દિવસભરના ખોરાક ના બાર ટકા હોય છે નાસ્પતિ ખાધા પછી વારંવાર ભૂખ લાગતી નથી કારણ કે તે લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું રાખે છે.
કેલેરીનું પ્રમાણ ઓછું:- જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમે દિવસમાં કેટલી કેલરી લો છો અને કેટલી કેલરી બાળી રહ્યા છો. નાશપતી માં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને વજન ઘટાડવાની પ્રક્રિયા માં તે ખૂબ જરૂરી છે એટલે વજન ઘટાડવા નાશપતી નું સેવન ફાયદાકારક છે.
ભરપૂર પ્રમાણમાં પાણી:- નાશપતી માં પાણીનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે વજન ઓછું કરવા માટે આપણા શરીરમાં પાણીની જરૂરિયાત વધારે હોય છે. 100 ગ્રામ નાસપતિમાં 85 ગ્રામ જેટલું પાણી હાજર હોય છે. એટલે તમારું વજન ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમારા શરીરને હાઈડ્રેટ પણ રાખે છે.
નાશપતી ના બીજા કેટલાક લાભ:- નાશપતી માં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી કબજિયાત દૂર કરેરોગ પ્રતિકારક શક્તિ ના રૂપ માં પણ નાશપતી ને ડાયટ માં સમાવેશ કરી શકો છો. નાશપતી પ્રોટીન, ઝીંક,કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, મેગ્ને્શિયમ, પોટેશિયમ જેવા તત્વો થી ભરપૂર હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા જરૂરી છે. યાદ રાખો કે વજન કંટ્રોલ કરવા માટે ડાયટ ની સાથે કસરત કરવી પણ જરૂરી છે. તેથી હેલ્દી ડાયટ ની સાથે એક્સરસારસાઈઝ રૂટિન ને પણ ફોલો કરવું જોઈએ જેથી, તમે સરળતા થી તમારું વજન કંટ્રોલ કરી શકો.