અનિયમિત ખાનપાન અને જીવનશૈલીના લીધે ડાયાબિટીસ એક સામાન્ય બીમારી બની ગઇ છે. ડાયાબીટીસ એક ગંભીર બીમારી છે જેની કોઈ સ્થાયી સારવાર નથી. જો સમય રહેતા આનો ઉપચાર ન કરવામાં આવે તો આ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. ડાયાબિટીસ શારીરિક પ્રવૃત્તિ અને સ્વાસ્થ્યવર્ધક આહાર દ્વારા નિયંત્રણમાં કરી શકાય છે. ડાયાબિટીસ ત્યારે થાય છે કે જ્યારે સ્વાદુપિંડ ઇન્સ્યુલિન બનાવવામાં સક્ષમ નથી હોતું. અથવા જ્યારે શરીર ઇન્શુલીનનો સારો ઉપયોગ નથી કરી શકતું.
ઈન્સુલિન એ સ્વાદુપિંડ દ્વારા બનાવેલું એવું હોર્મોન છે જે ખાવામાં આવતા ખોરાક માંથી ગ્લુકોઝને લોહીના પ્રવાહ દ્વારા શરીરની અલગ અલગ કોશિકાઓમાં ઉર્જા પેદા કરવા માટે મોકલે છે. ઈન્સુલિન એ સ્વાદુપિંડ દ્વારા બનાવેલું એવું હોર્મોન છે, જે ખાવામાં આવતા ખોરાક માંથી ગ્લુકોઝને લોહીના પ્રવાહ દ્વારા શરીરની અલગ અલગ કોશિકાઓમાં ઉર્જા પેદા કરવા માટે મોકલે છે.
ડાયાબિટીસ ખૂબ જ જૂની બીમારી છે, જો કોઈને આ સુગર ની બીમારી થઈ ગઈ હોય તો આ જીવનભર પીછો છોડતી નથી. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના ખાવામાં એવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરવાની જરૂરત હોય છે કે, જેનાથી બ્લડ સુગરનુ સ્તર નિયંત્રણમાં રહી શકે. ડાયાબિટીસના દર્દીઓને મેદસ્વિતા અને હૃદયની બીમારીઓ જેવા જોખમ પણ રહે છે.
જો તમે ડાયાબિટીસના દર્દી છો, અને બ્લડ સુગરને નિયંત્રિત કરવા ઇચ્છતા હોવ તો તમારી આસપાસ જ મળતા કેટલાય એવા છોડ છે જેના પાન ચાવવાથી આ સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. કેટલાક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે તુલસી, મધુનાશીની અને જૈતુન ના છોડના પાન ચાવવાથી બ્લડ સુગરને નિયંત્રણમાં રાખી શકાય છે. આપણા આયુર્વેદમાં ઘણી વનસ્પતિઓનો ઔષધિના રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
તુલસીના પાન:- ઉંદરો પર કરવામાં આવેલા એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે તુલસીના પાનમાં નીકળતાં અર્ક માં બ્લડ સુગરનું સ્તર ઓછું કરવાની ક્ષમતા હોય છે. અધ્યયનના પરિણામોએ એવો પણ સુઝાવ આપ્યો કે તુલસીના પાન હાઈ બ્લડ શુગરની જૂનામાં જૂની બીમારીનો પણ ઇલાજ કરવામાં મદદ કરે છે. પારંપરિક સારવારના કેટલાક એક્સપર્ટ સામાન્ય રીતેબ્લડ સુગરનું લેવલ નિયંત્રિત કરવા માટે તુલસીના પાન ચાવવા ની સલાહ આપે છે.
મધુનાશીની ના પાન:- એક અધ્યયન પ્રમાણે ટાઇપ-1 અથવા ટાઈપ-2 ડાયાબિટીસવાળા દર્દીઓમાં મધુનાશીની પાન ના સેવનથી ઘણો સુધારો જોવા મળ્યો હતો. મધુનાશીની ને જીમનેમા સિલ્વેસ્ટ્રે કહેવામાં આવે છે. જે એક જડીબુટ્ટી છે. ટાઇપ 1 ડાયાબિટીસ વાળા દર્દીઓએ 18 મહિના સુધી આ પાનના અર્કનું સેવન કર્યું. તેમાં ઇન્સ્યુલિન લેવા વાળા ની તુલના માં બ્લડ સુગરનું સ્તર ઘણું નીચું ગયું. ભારતમાં ઉપલબ્ધ આ જડીબુટ્ટી ને બ્લડ સુગરનું લેવલ ઓછું કરવા માટે જાણવામાં આવે છે.
જૈતુન ના પાન:- એક અધ્યયનમાં અધ્યયનકર્તાઓએ 45 વર્ષની ઉંમરના પુરુષો પર જૈતુન ના પાનનું સેવન કરવા માટે કહ્યું. અધ્યયકોને માલૂમ પડ્યું કે બાર સપ્તાહ પછી જૈતુન ના પાનનું સેવન કરતા લોકોમાં ઇન્સ્યુલિન પ્રતિરોધક માં ઘણો સુધાર આવ્યો. તેથી જૈતુન ના પાન ચાવવાથી ટાઇપ-૨ ડાયાબિટીસ ના જોખમને ઓછું કરવામાં મદદ મળે છે.
સલગમ ના પાન:- અધ્યયન દ્વારા જાણવા મળે છે કે ટાઇપ 1 ડાયાબિટીસ વાળા લોકો માટે ફાઈબરનુ સેવન કરવાથી તેમનામાં બ્લડ સુગરનું લેવલ ઓછું રહે છે. ટાઈપ-2 ડાયાબિટીસવાળા લોકોમાં બ્લડ સુગર, લિપિડ અને ઇન્સ્યુલીન ના લેવલ માં સુધારો આવી શકે છે. સલગમના શાકમાં ફાઇબર ની માત્રા અધિક પ્રમાણમાં હોય છે, જે રોજના એક કપમાં ૫ ગ્રામ ફાઇબર પ્રદાન કરે છે. સરગમ ના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
સ્ટીવિયા અથવા મીઠી તુલસી ના પાન:- એક અધ્યયન પ્રમાણે સંશોધકોને જાણવા મળ્યું કે આ દર્દીઓ એ મીઠી તુલસીનું સેવન કર્યું હતું તેમનું બ્લડ સુગરનું સ્તર એકથી બે કલાકમાં જ ઓછું થવા લાગ્યું. એક એસોસિએશન પ્રમાણે મીઠી તુલસીના પાન ડાયાબિટીસના લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…