આજના સમયમાં નાની-મોટી સમસ્યા થતી હોય છે, તેવી જ એક સમસ્યા છે પેશાબની બળતરા. આ સમસ્યા આમ તો સામાન્ય છે પરંતુ જો વધુ લાંબો સમય સુધી રહે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન UTI એટલે કે પેશાબ માર્ગમાં સંક્રમણ. આ સમસ્યા પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં જોવા મળે છે. વારંવાર પેશાબના માર્ગમાં દુખાવો અને બળતરા થી પરેશાન લોકો મોટાભાગે દવાઓનો સહારો લે છે. પરંતુ ક્યારેક દવાઓ પણ કંઈ ખાસ અસર દેખાડતી નથી. ખાસ કરીને મોટાભાગના લોકોને ઉનાળામાં પેશાબને લગતી બળતરા અથવા તો અન્ય પેશાબ સાથે જોડાયેલી સમસ્યાઓ થતી હોય છે. તો તેના માટે આજે આ લેખમાં ઉપાયો જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
સામાન્ય રીતે આ સંક્રમણ ત્યારે ફેલાય છે કે જ્યારે મૂત્રાશય અને તેની નળી બેક્ટેરિયાથી સંક્રમિત થઈ હોય. સંક્રમણ વધવાથી યુરિન પાસ કરતી વખતે બળતરા નો અનુભવ થાય છે. એવામાં કુદરતી ઉપચાર ખૂબ કામ આવે છે. પાણી અને પોષક તત્વોથી ભરપૂર દૂધીનો રસ પેશાબના માર્ગમાં થતાં સંક્રમણને લડવામાં ખૂબ જ મદદગાર છે. તથા પેશાબની કોઈપણ સમસ્યા હોય તેવા લોકોએ દૂધીને પોતાના આહારમાં શામેલ કરવાનો એક સારો વિકલ્પ છે.
પેશાબ માર્ગના સંક્રમણમાં કેવી રીતે મદદરૂપ છે દૂધીનો રસ:- પેશાબ માર્ગના સંક્રમણનું સૌથી પહેલું સામાન્ય લક્ષણ છે બળતરા થવી. પેશાબમાં જ્યારે એસિડનું લેવલ વધારે વધી જાય છે ત્યારે વ્યક્તિને બળતરા નો એહસાસ થાય છે. કેટલીકવાર આ બળતરા અસહનીય હોય છે. એવામાં જો તમે દૂધીનો રસ પી લો તો તમને ખૂબ જ રાહત થશે. દૂધીનો રસ પીવાથી ખૂબ જ ઠંડક મળે છે કારણ કે તેમાં 96 ટકા પાણી હોય છે. કુદરતી રીતે જ એસિડયુક્ત હોવાથી આ રસ એક શક્તિશાળી મૂત્રવર્ધક પદાર્થ તરીકે કામ કરે છે. જેથી પેશાબ કરતી વખતે બળતરા લગભગ બંધ થઈ જાય છે.
કેવી રીતે બનાવવો દૂધીનો રસ:- પેશાબ દરમિયાન થતા દુખાવા અને બળતરા થી છુટકારો મેળવવા માટે સવારમાં ખાલી પેટે એક ગ્લાસ દૂધીનો રસ પીવાથી ખૂબ જ ફાયદા થાય છે.
દૂધીનો રસ બનાવવાની રીત:- દૂધીનો રસ કાઢવા માટે તમે તેને છીણી લો અથવા તો જ્યુસર નો પણ ઉપયોગ કરી શકો છો. રસ બનાવતી વખતે તેમાં એક આખા લીંબુ નો રસ નાખી દો, જે આ રસને વિટામિન c અને ઍન્ટિ ઑક્સિડન્ટ થી ભરપૂર બનાવી દેશે. ઠંડકની અસર આપવા અને એન્ટી બેક્ટીરિયલ ગુણોને વધારવા માટે કેટલાક ફુદીના અને કોથમીર ના પાન નાખો. છેલ્લે તેમાં સિંધવ મીઠું નાખો. વારંવાર થતાં પેશાબ માર્ગના સંક્રમણને રોકવા માટે આ સામગ્રીને મેળવો અને પી લો.
દૂધી નો રસ પીવા સિવાય અહીંયા કેટલીક ટિપ્સ પણ આપેલી છે જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ. દુધી ના રસ નું કડવાપણું તમારા પાચન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે તેથી તેનું સાવધાનીપૂર્વક સેવન કરવું. આ સમસ્યામાંથી ઝડપથી રાહત મેળવવા માટે યોગ્ય સ્વચ્છતાનું પાલન કરવું.
આ રસને વધુ ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે તમે આમાં બીજા કેટલાક શાકભાજી, ફળ અને મસાલા જેમ કે કાળા મરી પણ નાખી શકો છો. પેશાબ માર્ગની સંક્રમણની સમસ્યા થવા પર કેટલાક દિવસ સુધી નિયમિત રૂપે દૂધીનો રસ પીવાથી તમે પોતે જ એનો ફરક મહેસૂસ કરશો.