કોરોનાના પ્રકોપના લીધે લોકો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને ગંભીર થઈ ગયા છે. એકવાર ફરીથી આયુર્વેદિક ઔષધિઓ તરફ વળાંક લીધો છે અને આ ઔષધિઓ પર વિશ્વાસ કરીને તેને અપનાવી રહ્યા છે. શરીરને સ્વસ્થ રાખવા માટે અને બીમારીઓથી મુક્ત રાખવા માટે ખાનપાન અને જીવનશૈલીને યોગ્ય હોવું જરૂરી છે. એવામાં સરગવાના ગુણ તમને અનેક બીમારીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
સરગવાને લોકો મોરિંગાના નામથી પણ જાણે છે. સરગવાના પાન શરીરની અનેક સમસ્યાઓમાં આયુર્વેદિક ઔષધીની રીતે કામ કરે છે. સરગવાના પાનનો ઉકાળો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને ઇમ્યુનિટી સિસ્ટમ જેવી સમસ્યાઓમાં એકદમ અસરકારક છે. સરગવાનાં પાનમાં પૂરતી માત્રામાં મલ્ટિ વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ ગુણ અને એમિનો એસિડ ઉપલબ્ધ હોય છે. તો આવો જાણીએ સરગવાના પાનના ઉકાળાના સેવનથી ક્યાં ક્યાં લાભ થાય છે.
સરગવાના પાનના ઉકાળાના ફાયદા :- આયુર્વેદમાં સરગવાના પાનને ઔષધી રૂપે ઉપયોગ કરવામાં આવે છે. આનો ઉપયોગ અસંખ્ય બીમારીઓમાં કરવામાં આવે છે. આ પાનમાં પ્રોટીન, કેલ્શિયમ, બીટાકેરોટિન, એમિનો એસિડ પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે. સરગવાના પાનમાં હાજર ગુણ વજન ઘટાડવામાં, બ્લડ પ્રેશર ઘટાડવામાં અને ડાયાબિટીસના દર્દીઓને શુગરનું લેવલ નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. સરગવાના પાનના ઉકાળો પીવાથી તમને આવા ફાયદા થઈ શકે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવા માટે સરગવાના પાનનો ઉકાળો પીવો અત્યંત ફાયદાકારક છે. આમાં હાજર ગુણ શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવામાં ફાયદાકારક છે. સરગવાના પાનનો ઉકાળો પીવાથી હાડકાં મજબૂત રાખવામાં ફાયદો થાય છે. આમાં ઉપલબ્ધ કેલ્શિયમ, મોરિંગા અને ફોસ્ફરસ હાડકાંને મજબૂત કરે છે અને ઓસ્ટીયોપોરોસિસના જોખમને દૂર કરે છે. પાચનથી જોડાયેલી સમસ્યાઓમાં સરગવાના પાનનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે. આનાથી કબજિયાતની સમસ્યા, પેટમાં ગેસ વગેરેમાં રાહત થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાના પાનનો ઉકાળો પીવો અતિ ફાયદાકારક છે,પરંતુ આનું સેવન ડોક્ટરની સલાહ લીધા બાદ જ કરવું. વજન ઘટાડવા માટે સરગવાના પાનનો ઉકાળો પીવો ફાયદાકારક છે. આનું સેવન કરવાથી મેટાબોલિઝ્મ સારું થાય છે. લોહીને ડિટોક્ષીફાય કરવા માટે સહજનના પાનનો ઉકાળો પીવો લાભદાયક છે.
સરગવાના પાનનો ઉકાળો કેવી રીતે બનાવવો?:- સરગવાના પાનનો ઉકાળો બનાવવા માટે સૌથી પહેલાં થોડા સરગવાનાં પાનને ધોઈને સાફ કરી લો ત્યારબાદ બે કપ પાણી કોઈ વાસણમાં લઈને સરસ રીતે ઉકાળો. પાણી ઉકાળીને અડધું થાય એટલે ગેસ પરથી ઉતારી લેવું. હવે આમાં કાળા મરીનો પાવડર અને સંચળ નાખીને સરસ રીતે મિક્સ કરી લો. થોડું ઠંડુ થાય એટલે તેને પી લો. આ ઉકાળો પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને બીમારીઓથી મુક્ત રહેવાય છે. સરગવાના પાન સિવાય તેનું જ્યૂસ પણ ફાયદાકારક હોય છે. કોઈ પણ બીમારીમાં આનો ઉપયોગ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)