મિત્રો પાણી આપણા શરીર માટે સૌથી આવશ્યક તત્વો માંથી એક છે શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઈએ. શરીરમાં તેની કમી થવાથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. આપણે પોતાને સ્વસ્થ રાખવા માટે થોડા થોડા પ્રમાણમાં પાણી પીતું રહેવું જોઈએ. તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે બોડી નું હાઇડ્રેટ રહેવુ ખૂબ જ જરૂરી છે. આપણા શરીરમાં લગભગ 70% પાણી હોય છે.
પાણી ની કમી ના કારણે માથાનો દુખાવો, કબજિયાત, ડ્રાય સ્કિન, સાંધાનો દુખાવો, લો બ્લડ પ્રેશરનું જોખમ, સ્થૂળતાની સમસ્યા અને સ્તન કેન્સર જેવી અનેક સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે તમને અહીંયા જણાવીશું આપણે કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને સાથે જ આખરે આપણે કેમ થોડી થોડી વારમાં પાણી પીતા રહેવું જોઈએ.
👉 પાણી પીવાના ફાયદા:- શરીરને સ્વસ્થ અને ફીટ રાખવા માટે પાણી મુખ્ય ભૂમિકા ભજવે છે. માનવ શરીરમાં પાણીનું પ્રમાણ 60 થી 70 ટકા હોય છે પાણી શરીરના અંગો અને તેની પેશીઓનું રક્ષણ કરે છે.
1) પાચનતંત્ર:- જો તમે પણ ઉપવાસ રાખતા હોય અને ખાલી પેટે પાણી પીતા હોય તો તમારું મેટાબોલિક રેટ વધી શકે છે. જેથી તમારું પાચનતંત્ર પણ સારું થાય છે અને તમને કબજિયાત, ગેસથી પણ છુટકારો અપાવી શકે છે.
2) વજન ઘટાડવા:- પાણી પીવાથી આપણને ભૂખ ઓછી હોવાનું મહેસુસ થાય છે. જેથી તમને વજન ઘટાડવામાં મદદ મળે છે. સવારમાં જાગ્યા બાદ તુરંત જ પાણી પીવાથી શરીરના ઝેરીલા પદાર્થો યુરિન દ્વારા બહાર નીકળી જાય છે. આ પ્રકારે પાણી પાચનતંત્રને સુધારીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
3) એનર્જી બુસ્ટ:- જો તમે પણ થાક કે કમજોરી નો અહેસાસ કરતા હોય તો તમારા માટે પાણી ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં ડીહાઇડ્રેશન થવાથી થાકનો અહેસાસ થાય છે. યોગ્ય પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને શરીરને એનર્જી પણ મળે છે.
4) તણાવ:- જો તમે થાક કે કમજોરી નો અહેસાસ કરતા હોય તો મગજની લગભગ 70 થી 80% પેશીઓ પાણીથી બને છે. ડીહાઇડ્રેશન થવા પર શરીરની સાથે સાથે મગજ પણ તણાવનો અહેસાસ કરે છે તેથી સમય સમય પર પાણી પીતા રહેવાથી ટેન્શન ઓછું થાય છે.
5) વાળની સુંદરતા:- શું તમે જાણો છો પાણીની કમી થી વાળ પાતળા અને નાજુક થવા લાગે છે. ત્યાં સુધી કે વાળ શુષ્ક અને નિર્જીવ થવાના કારણો માં પણ પાણીની કમી જ જણાવવામાં આવી છે. ખાલી પેટે પાણી પીવાથી વાળની શુષ્કતા માંથી મુક્તિ મળશે અને વાળના વિકાસમાં પણ વૃદ્ધિ થશે.
👉 સવારે અને બપોરે કેટલું પાણી પીવું જોઈએ?:- સવારે જાગ્યા બાદ તુરંત જ તમારે ઓછામાં ઓછું ત્રણ કપ પાણી પીવું જોઈએ. ધ્યાન રાખવું કે આટલું પાણી તમારે દરરોજ પીવુ જોઈએ. ભોજન કર્યા ના પછી એક કલાક સુધી પાણી પીવાથી બચવું જોઈએ. પાણી પીવાના 45 મિનિટ બાદ નાસ્તો કરવો જોઈએ તેનાથી પહેલા કંઈ પણ ખાવાથી બચવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay