ડ્રાયફ્રુટ એટલે કે સૂકોમેવો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એવું જ એક ડ્રાયફ્રુટ સૂકું જરદાળુ છે. જણાવીએ કે જરદાળુ ની અંદર એનર્જી,પ્રોટીન,સોડિયમ,આયર્ન,કેલ્શિયમ,ફાઇબર,વિટામીન એ, વિટામીન સી વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. સાથે જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજના અમારા આ લેખ દ્વારા બતાવીશું કે સુકા જરદાળુ ના સેવનથી સ્વાસ્થ્યને કયા કયા લાભ થાય છે. સાથે જ કેટલાક નુકસાન વિશે પણ જાણીશું.
1. આંખોની સમસ્યા દૂર થાય:- આંખોને સ્વસ્થ રાખવા માટે સુકુ જરદાળુ તમારા ખૂબ જ કામમાં આવી શકે છે.સૂકા જરદાળુ ની અંદર વિટામીન સી ઉપલબ્ધ હોય છે. આના સેવનથી આંખોની સમસ્યાઓ જેવી કે આંખોમાંથી પાણી સુકાઈ જવું, રતાંધળાપણું વગેરે જોખમોને દૂર કરી શકાય છે. તેના સિવાય વિટામિન એ ના સેવનથી આંખોની કેટલીય સમસ્યાઓ દૂર કરી શકાય છે.
2. હાડકાને મજબૂત બનાવે છે:- સુકુ જરદાળુ હાડકા મજબુત બનાવવામાં ખૂબ જ કામ આવી શકે છે. સૂકા જરદાળુ માં બોરોન હાજર હોય છે. એવામાં આના સેવનથી હાડકાને મજબૂત કરી શકાય છે. વળી આની અંદર ઉપલબ્ધ કેલ્શિયમ હાડકાંને મજબુતી આપવામાં ખૂબ જ ઉપયોગી છે. નબળા હાડકા વાળા લોકો પોતાના ડાયટમાં સૂકા જરદાળુનો સમાવેશ કરી શકે છે.
3. એનિમિયાથી બચાવ કરે:- એનિમિયાથી બચવા માટે સૂકુ જરદાળુ ખૂબ જ ઉપયોગી છે સૂકા જરદાળુ ની અંદર આયર્ન ઉપલબ્ધ હોય છે. શરીરમાં આયર્નની ઉણપના કારણે એનિમિયાની સમસ્યા થઈ શકે છે. એવામાં સૂકા જરદાળુના સેવનથી લોહીની ઉણપ થતી નથી.
4. વજન ઓછું કરવામાં ઉપયોગી:- આજના સમયમાં લોકો પોતાના વધતા વજનથી ખૂબ જ પરેશાન છે. એવામાં આ લોકોને જણાવીએ કે સૂકા જરદાળુ ની અંદર ફાયબર ઉપલબ્ધ હોય છે, જે ના કેવળ ભૂખને નિયંત્રિત કરે છે પરંતુ વજન ઓછું કરવામાં પણ ઉપયોગી છે. એવામાં તમે સૂકા જરદાળુ ને પોતાના ડાયટમાં સમાવીને વધતા વજનને અટકાવી શકશો.
5. કબજીયાતની સમસ્યા દૂર કરે:- કબજીયાતની સમસ્યા દૂર કરવામાં સુકુ જરદાળું તમારા ખૂબ કામમાં આવી શકે છે. સૂકા જરદાળુ માં ફાઇબર ઉપલબ્ધ હોય છે. એવામાં આના સેવનથી કબજિયાતની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. જણાવીએ કે કબજિયાતની સમસ્યા અવ્યવસ્થિત ખાણીપીણી કે શારીરિક ગતિવિધિઓની ઉણપના કારણે થઈ શકે છે. એવામાં લોકો પોતાના ડાયટમાં સૂકા જરદાળુ નો સમાવેશ કરીને કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકે છે. જોકે સમસ્યા વધુ ગંભીર હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.
6. સૂકા જરદાળુ ના નુકસાન:- ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ આ સૂત્ર અનુસાર કોઈપણ વસ્તુનો અતિરેક થાય તો તે નુકસાનકર્તા બની શકે છે. એવું જ કંઈક સૂકા જરદાળુ નું પણ છે. વધુ પડતા પ્રમાણમાં સેવન કરવામાં આવે તો અથવા ખોટી રીતે આનુ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને કેટલાક નુકસાન થઈ શકે છે, જે નીચે પ્રમાણે છે.
- સૂકા જરદાળુ ની અંદર ઓક્રટોક્સિન, જે ઝેરી પદાર્થ ના રૂપમાં જાણવામાં આવે છે. આનો થોડો અંશ જરદાળુ માં હોય છે જેના સેવનથી શરીરમાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.
- જરદાળુ નો ગર્ભવતી મહિલાઓએ અને સ્તનપાન કરાવવા વાળી મહિલાઓએ પોતાના ડાયટમાં સમાવેશ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
- સૂકા જરદાળુ ના સેવન થી ફંગલ ની સમસ્યા થઈ શકે છે
- સૂકા જરદાળુ ને જો વ્યવસ્થિત રીતે ચાવવામાં ન આવે તો આતરડા થી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે.
નોંધ – ઉપર જણાવેલ માહિતી દ્વારા જાણવા મળે છે કે સૂકા જરદાળુ ના સેવનથી શરીરને કેટલાય ફાયદા થઈ શકે છે પરંતુ તેનો અતિરેક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે. સૌથી પહેલાં થોડીક માત્રામાં લઈને તેને ચકાસી જોવું, ત્યારબાદ જ પોતાના ડાયેટમાં સમાવેશ કરવો. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ જરદાળુ નું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. જો તમે કોઈ સ્પેશિયલ ડાયટ ફોલો કરતા હોય અથવા કોઇ બીમારીગ્રસ્ત હોવ તો સૂકા જરદાળુ નું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.