લીંબુ આપણા ભોજનનો સ્વાદ વધારવાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક છે. આમ તો લીંબુ આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક છે, આ વિટામીન સી નો ખજાનો છે, પરંતુ કેટલીક વાર લીંબુનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડી શકે છે. લીંબુ પાણી પીવું અને સલાડમાં ખાવાનું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ આના વધારે પડતા સેવનથી દાંતોમાં સડા ની સમસ્યા થઈ શકે છે. લીંબુની માત્રા શરીરમાં વધુ પડતી થઈ જાય તો ઉલટી અને ચક્કર જેવી મુશ્કેલીઓ પણ થઈ શકે છે. લીંબુમાં અન્ય ફળની તુલનાએ વધારે એસિડ હોય છે જે આપણા દાંત માટે સારું નથી.
સ્ટાઈલ ક્રેઝ પ્રમાણે લીંબુની અંદર ટાઈરામાઈનની માત્રા વધારે હોય છે, જેના કારણે આનું વધારે સેવન કરવાથી મહદંશે લોકોને માઈગ્રેન અને માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે, કારણ કે લીંબુનો સ્વાદ ખાટો હોય છે અને ખાટા ફળ માઈગ્રેનમાં વધારો કરવાનું કામ કરે છે.
લીંબુની અંદર સિટ્રક એસિડ સિવાય ઓક્સલેટ પણ ઉપલબ્ધ હોય છે, જેના કારણે આનુ વધારે સેવન કિડની સ્ટોનનું રૂપ લઈ લે છે. લીંબુમાં એસિડની માત્રા વધારે હોય છે. જો તમે એસીડીટીની સમસ્યા હોય તો તમારે લીંબુનું સેવન ઓછું કરવું જોઈએ, કારણકે લીંબુના વારંવાર પ્રયોગથી તમને એસિડિટીની સમસ્યા વધી શકે છે.
લીંબુ પાણીનું વધુ સેવનથી તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા થઈ શકે છે, જેના કારણે ડીહાઇડ્રેશન થવાનું જોખમ રહે છે. તમે લીંબુ પાણીનું વધારે સેવન કરી રહ્યા હોવ તો દિવસમાં ઘણું બધું પાણી પીવો. અતિ વધારે લીંબુના ઉપયોગથી ઊલટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે.
વધારે લીંબુ પાણી પીવાથી નાના નાના ઘાવમાં દુખાવો અને બળતરા વધી શકે છે. આમ તો સામાન્ય ઘાવ એક કે બે સપ્તાહમાં પોતાની જાતે જ રૂંઝાય જાય છે પરંતુ વધારે અધિક લીંબુ પાણી પીવાથી ઘાવના ચાંદા વધી શકે છે અને તેને રૂઝ આવવામાં વાર લાગે છે. આપણા શરીરમાં આયર્નની પર્યાપ્ત માત્રા હોવી અત્યંત જરૂરી છે, કારણ કે લીંબુમાં આયર્ન હોય છે, આનું વધુ સેવન કરવાથી શરીરમાં આયર્નની માત્રા વધી જાય છે, જેથી શરીરના કોઇપણ ભાગને નુકશાન થવાની સંભાવના રહે છે.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay