આપણને નાની સરખી સમસ્યા થઈ હોય તો પણ આપણે તૈયારીમાં જ દવાનો સહારો લઈએ છીએ, પરંતુ વધુ પડતો દવાઓનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે. આપણા આયુર્વેદમાં કુદરતી રીતે જ દરેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિદાન આપેલું છે. શાકભાજી, ફળફળાદી, રસોઈ ઘર જ આપણી સ્વાસ્થ્ય સમસ્યા માટે પૂરતું છે. આમાંની દરેક વસ્તુઓ આપણને ગંભીર થી ગંભીર બિમારીઓથી બચાવે છે. આજે એવી જ એક જડીબુટ્ટી સુવા બીજ વિશે વાત કરીશું.
સુવા ના બીજ એવી જડીબુટ્ટી છે કે જે સ્વાદિષ્ટ તો છે જ પરંતુ સાથે સાથે અનેક પોષક તત્વોથી ભરપૂર છે. સુવા ના બીજ પાચન ક્રિયામાં સુધારો કરે છે, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આયુર્વેદમાં સુવા ના પાન અને બીજ નો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે કરવામાં આવે છે. સુવા નું વૈજ્ઞાનિક નામ એનાથુમ ગ્રેવોલેન્સ છે. આજે આપણે સુવા ના બીજ ના ફાયદા અને નુકસાન વિશે જાણીશું.
સુવા ના બીજ ના ફાયદા:-
1. પાચન ક્રિયામાં સુધારો કરે:- આજની ખરાબ ખાણીપીણી અને રહેણીકરણી ના લીધે પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. સૂવામાં હાજર તત્વો મળ ત્યાગ ની પ્રક્રિયાને સરળ બનાવે છે અને કબજીયાતમાં રાહત અપાવે છે. સુવાના બીજ આંતરડાની પણ સફાઈ કરે છે. આ બીજ પેટનો દુખાવો, ગેસ કબજિયાત અને એસિડિટી જેવી સામાન્ય સમસ્યા માં ખૂબ જ લાભકારી છે.
2. હાડકા મજબુત બનાવે:- મોટાભાગના લોકો ઉંમર વધવાના કારણે સાંધાના દુખાવા, હાડકાના દુખાવા થી પરેશાન રહે છે. એવા માં દુખાવાથી છુટકારો મેળવવા માટે પેનકિલર નો સહારો લે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે. સુવા ના બીજ હાડકાને મજબૂત બનાવે છે. આ બીજ હાડકાના ખનીજ ઘનત્વ ને નુકસાન થતાં બચાવે છે. હાડકા મજબૂત બનાવવા માટે તમારા ડાયટમાં સુવાના બીજનો જરૂર સમાવેશ કરવો જોઈએ. સુવાના બીજમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે જે હાડકાં મજબૂત બનાવે છે.
3. ઇમ્યુનિટી વધારે:- આપણી ઇમ્યૂનિટીને મજબૂત બનાવવા માટે આપણે કેટલાય પ્રકારના ખાદ્ય પદાર્થોનું સેવન કરીએ છીએ, વિવિધ પ્રકારના બેક્ટેરિયા, વાયરસ થી બચવા માટે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. સુવાના બીજ ઇમ્યુનિટી વધારવા માટે અત્યંત ફાયદાકારક છે.
4. ડાયરિયા ની સમસ્યામાં ઉપયોગી:- સુવા ના બીજ પ્રતિરક્ષા પ્રણાલીને સારી બનાવીને ડાયરિયા થી છુટકારો અપાવે છે. સુવાના બીજમાં પાચનનો ગુણ હોય છે જે પાચનમાં સુધારો કરે છે. સુવાના બીજમાં ફ્લેવોનોઈડ્સ અને મોનોટેરપીન હોય છે જે બંને શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ એજન્ટ ના રૂપમાં કાર્ય કરે છે જે કબજીયાતની સમસ્યાની સાથે જ આ ડાયરિયાથી પણ છુટકારો અપાવે છે.
5. અનિદ્રાની સમસ્યા દૂર કરે:- અનિદ્રાનું મુખ્ય કારણ તણાવ હોઈ શકે છે. હવે મોટાભાગના લોકોને અનિદ્રાની સમસ્યાની ફરિયાદ રહે છે. સુવાના બીજમાં વિટામિન બી હોય છે, જે તમારા શરીરને આરામ આપે છે. અને ઊંઘ લાવવામાં મદદ કરે છે. અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે તમે સુવાના બીજનો પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. જો તમને મોડા રાત સુધી ઊંઘ ન આવતી હોય તો તમે સુવાના બીજનો ઉપયોગ કરી શકો છો. તેનું સેવન કરવાથી રાત્રે ઊંઘ સારી આવી જાય છે.
6. મોઢાની દુર્ગંધ દૂર કરે:- સુવા ના બીજ શ્વાસની દુર્ગંધ કે મોઢાની દુર્ગંધ ને દુર કરવા માટે એક શ્રેષ્ઠ ઘરેલૂ ઉપાય છે. સુવા ના બીજ ખાટા ઓડકાર, ઊબકા, ઊલટી જેવી દરેક સમસ્યાઓ થી છુટકારો અપાવે છે. આ ખોરાકનું સારી રીતે પાચન કરીને શ્વાસની દુર્ગંધને જડથી સમાપ્ત કરવામાં મદદ કરે છે.
7. હાઈ બ્લડપ્રેશરમાં ફાયદાકારક:- હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હવે સામાન્ય બની ગઈ છે. મોટાભાગના લોકો આ સમસ્યાથી પીડાય છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે લોકો મોંઘી દવાઓનું સેવન કરે છે, પરંતુ ઘરગથ્થું ઉપચાર રૂપે સુવાના બીજનું સેવન કરીને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકાય છે. તેના માટે સુવા અને મેથીના બીજનો પાવડર નવશેકા ગરમ પાણીમાં મેળવીને પીવો. આનું સેવન તમે દિવસમાં બે વાર કરી શકો છો. આનાથી હાઈ બ્લડપ્રેશરની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
8. મહિલાઓ માટે લાભકારી:- સુવા ના બીજ મહિલાઓ માટે અત્યંત ફાયદાકારક છે. સ્તનપાન કરાવતી માતાઓ માટે પણ આ બીજ અત્યંત ફાયદાકારી છે. પ્રસૂતિ બાદ સુવાના બીજ ને મુખવાસ રૂપે ખાવાથી માતાના દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે. સુવાના બીજનો ઉકાળો પીવાથી પ્રસુતિ સમયે દુખાવાને ઓછો કરવામાં મદદ મળે છે. મહિલાઓને સુવાના બીજનો ઉકાળો પીવાથી પ્રસુતિના પ્રથમ તબક્કાના સમયગાળાને ઘટાડી શકાય છે. પરંતુ ગર્ભવતી મહિલાઓએ આ બીજનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.
સુવાનો ઉપયોગ:- સુવા ના બીજ નો ઉપયોગ તમે અનેક રીતે કરી શકો છો. આનો ઉપયોગ તમે માઉથ ફ્રેશનર રૂપે કરી શકો છો. થોડાક બીજ લઈને અને મોઢામાં નાખીને માઉથ ફ્રેશનર રૂપે ચાવી શકાય છે. સુવા ના બીજનો તમે બેકરી પ્રોડક્ટમાં ઉપયોગ કરી શકો છો. એક ગ્લાસ ગરમ પાણીમાં સુવાના બીજ ને સરસ રીતે ઉકાળી લો. થોડું ઠંડુ થયા બાદ આ પાણીને પી લો. જો સીમિત માત્રામાં સુવાના બીજનું સેવન કરશો તો જ તેનો લાભ મળશે.
સુવા ના બીજ ના નુકસાન:- સુવાના બીજથી ત્વચા અને પેટમાં બળતરા થઈ શકે છે. સાથે જ ગેસ્ટ્રાઇટીસ ની પણ સમસ્યા થઈ શકે છે. જો તમારી પિત્ત પ્રકૃતિ હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે જ સુવાના બીજનું સેવન કરવું. પિત્ત પ્રકૃતિના લોકો એ આ બીજનું સેવન કરવાથી બચવું જોઈએ કારણ કે સુવાના બીજની તાસીર ગરમ હોય છે. જો તમે ડાયાબિટીસની દવા લઈ રહ્યા હોવ તો ડોક્ટરની સલાહ પ્રમાણે જ સુવાના બીજનું સેવન કરવું. આમાં હાઇપોગ્લાઈસેમિક અસર હોય છે, આ લો બ્લડ શુગરનું કારણ બની શકે છે .
ગર્ભધારણ કરવાના પ્રયત્ન કરતી મહિલાઓ એ સુવાના બીજનું સેવન ન કરવું જોઈએ. આ બીજ ના સેવન થી એલર્જીક રિએક્શન પણ આવી શકે છે. તેનાથી ત્વચામાં બળતરા થઈ શકે છે. સુવા ના બીજ તમારા ડાયટમાં સામેલ કરી શકો છો, પરંતુ પિત્ત પ્રકૃતિના લોકો એ આનું સેવન કરવાથી બચવું જોઈએ કારણકે સુવા ના બીજ ની તાસીર અત્યંત ગરમ હોય છે. વાયુ અને કફ પ્રકૃતિના લોકો માટે આ બીજ ફાયદાકારક બની શકે છે. જો તમને કોઇ ગંભીર બિમારી હોય તો સુવાના બીજનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay