ઋતુ પ્રમાણે આવતા શાકભાજી ની મજા જ કંઈક અલગ હોય છે. એમાંય શિયાળાના શાકભાજી ની તો વાત જ નિરાળી હોય છે. લીલા શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આજે આપણે શિયાળામાં મળતુ શાક ફવા બિન્સ વિશે વાત કરીશું. ફવા બિન્સ માં મેગ્નેશિયમ,પોટેશિયમ, વિટામિન બી 6 વગેરે વિટામિન ભરપૂર માત્રામાં હોય છે.
ફવા બિન્સ ને આમ બોલચાલની ભાષામાં બાકરા કહેવાય છે. કેટલાક લોકો આ ફવા બિન્સ નું શાક બનાવે છે તો કેટલાક તેને સલાડ રૂપે પણ સેવન કરે છે. કોઈપણ રીતે આનુ સેવન કરવાથી શરીર માટે હંમેશા લાભદાયક છે આ શાક. ફવા બિન્સ ના ફાયદા વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
વાલ બિન્સ ના ફાયદા:-
1) પ્રોટીનનો સારો સ્ત્રોત:- ફવા બિન્સ માં પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જો તમે નિયમિત રૂપે આનું સેવન કરો છો તો અનેક સમસ્યાઓને સરળતાથી દૂર કરી શકાય છે જેમકે, આના સેવનથી એનર્જી લેવલ જળવાઈ રહે છે. ડાયાબિટીસની સમસ્યા દૂર કરવા માટે પણ આનો ઉપયોગ કરી શકાય છે. કેટલાક લોકો કોલેસ્ટ્રોલના વધતા સ્તર ને ઓછું કરવા ફણસીનું સેવન કરે છે. જો તમે નિયમિત રૂપે અને યોગ્ય માત્રામાં ફવાબિન્સનું સેવન કરો છો તો આના સિવાય પણ અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે.
2) વજન ઘટાડવામાં ઉપયોગી:- ફવા બિન્સ ને વજન ઉતારવા માટે શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. કહેવાય છે કે આમાં અનસેચ્યુરેટેડ ફેટ ઉપલબ્ધ હોય છે, જે વજન વધવા નથી દેતું અને મેદસ્વિતાને ઓછું કરે છે. કેટલાક લોકો આનુ જ્યુસ બનાવીને પણ સેવન કરે છે. આના સેવનથી પેટ ભરેલું લાગે છે. જો તમે નિયમિત રૂપે આનુ સેવન કરો તો ચોક્કસ પણે મેદસ્વિતાથી છુટકારો મેળવી શકાય છે.
3) બ્લડ પ્રેશર માટે ઉપયોગી:- જો તમે બ્લડપ્રેશરની સમસ્યાથી પરેશાન હોવ તો ફવાબિન્સનું સેવન તમારા માટે બેસ્ટ છે. આનું નિયમિત સેવન કરવાથી લાભ થાય છે. આમાં ફેટની માત્રા પણ એકદમ ઓછી હોય છે, જે વજન નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદગાર છે. આગળ જણાવ્યું એ પ્રમાણે આ બિન્સ માં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાયબરની ભરપૂર માત્રા હોય છે જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અત્યંત ફાયદાકારક છે.
4) પાચન ક્રિયા માટે શ્રેષ્ઠ:- જો અઠવાડિયામાં એક કે બે વાર શાક કે અન્ય રૂપે પણ ફવા બિન્સનું સેવન કરવાથી પેટ સાફ થાય છે. જેમ કે કબજિયાતની સમસ્યા દૂર કરે છે. તેના માટે તમે ફવા બિન્સના જ્યુસનું પણ સેવન કરી શકો છો. આમાં ફાઈબરની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે જે પાચનક્રિયાની સાથે-સાથે ત્વચાને પણ સારી રાખવામાં કારગર છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay