ચોમાસાની ઋતુમાં બહારની વસ્તુઓ ખાવાથી સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થાય છે. ચોમાસાની ઋતુમાં ખાસ કરીને વરસાદમાં અનેક પકવાનો ખાવાનું મન ખૂબ જ થાય છે. આ ઋતુમાં જ્યારે પણ કંઈક અલગ અને ચટપટુ ખાવાનું મન થાય તો તમે મકાઈ ખાઈ શકો છો. ચોમાસાના દિવસોમાં મકાઈ ખૂબ જ સરળતાથી મળી રહે છે. કોરોનાવાયરસ મહામારી દરમિયાન જો તમે સાંજના નાસ્તાને મિસ કરી રહ્યા હોવ તો આનું સેવન કરી શકો છો. મકાઈને ઘરે જ શેકયા બાદ પણ ખાઈ શકાય છે અને આ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
મકાઈ તમને સરળતાથી શાકભાજીની દુકાન પર મળી જશે. તમે આને ઘરે જ શેકી ને પણ સેવન કરી શકો છો. મકાઈનું સેવન ન કેવળ તમારા ટેસ્ટને બદલશે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. મકાઈના સેવનથી શરીરને થતાં ફાયદા વિશે જાણવા માટે આગળ વાંચતા રહો.
1) પાચન ક્રિયા ઠીક કરે:- જે લોકો પાચનક્રિયાની સમસ્યાથી લડી રહ્યા હોય કે તેમનું ખાવાનું સારી રીતે ન પચતું હોય તો તેવા લોકોએ મકાઈનું સેવન જરૂરથી કરવું જોઈએ. મકાઈમાં હાજર ફાઈબરની માત્રા પાચનક્રિયાને ઠીક કરવા માટે સક્રિય રૂપથી કાર્ય કરે છે.
2) આંખો માટે લાભદાયક:- આંખોની સારી રીતે દેખભાળ માટે પણ મકાઈનું સેવન ફાયદાકારક છે. આમાં હાજર વિટામીન એ ની માત્રા આંખોની દેખવાની ક્ષમતાને જાળવી રાખે છે. તેની સાથે જ તેમાં હાજર કેરોટીનોઈડનું પ્રમાણ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
3) ત્વચા માટે ફાયદાકારી:- મકાઈમાં હાજર એન્ટીઓક્સીડેન્ટનું પ્રમાણ ત્વચાને નિખારવાનું કાર્ય કરે છે. એન્ટીઓક્સીડેન્ટની માત્રાના કારણે સ્કિન પીગમેંટેશનનું જોખમ પણ અનેક ઘણું ઓછું થઈ જાય છે.
4) ઇમ્યુનિટી વધારે:-ઇમ્યૂનિટીને મજબૂત બનાવી રાખવા માટે પણ મકાઈનું સેવન સૌથી વધારે અસરકારક માનવામાં આવે છે. એક અધ્યયન પ્રમાણે મકાઈમાં હાજર વિશેષ ગુણ ઈમ્યુન સેલ્સને મજબૂત બનાવવાની ક્ષમતા રાખે છે. આ કારણે જો તમે મકાઈનું સેવન કરો છો, તો તમારી ઇમ્યુનીટી મજબૂત બની શકે છે.
5) હાડકા મજબુત બનાવે:- હાડકાંને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ પોષક તત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન કરવું જોઈએ. આ પોષક તત્વો મકાઈમાં પણ ઉપલબ્ધ હોય છે. તેથી જો તમે તમારા હાડકા મજબુત બનાવી રાખવા ઇચ્છતા હોવ તો મકાઈનું સેવન પણ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)