ભારતીય રસોડાના મસાલા અત્યંત ખાસ છે. આવા મસાલામાં અતિ સામાન્ય ગણાતો મસાલો ધાણા છે. આ વિવિધ વાનગી બનાવવમાં અતિ આવશ્યક ભાગ છે. તેની સુગંધથી જ વાનગી સ્વાદિષ્ટ બનવાનો અહેસાસ થાય છે. ધાણા, પીસેલા અથવા સુંગધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ધાણાના પાન થી લઈને તેના બીજ સુધી બધી વસ્તુ ખાવા યોગ્ય હોય છે અને કેટલીય ખાવાની વસ્તુ બનાવવામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. ધાણા આપણા ભોજનનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય લાભો થી પણ ભરપૂર છે. ધાણાના બીજ અને પાનમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને જીવાણુઓ વિરોધી ગુણોથી ભરેલા હોય છે. અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે આ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકે છે, ભૂખને ઉત્તેજીત કરે છે અને પાચનમાં સુધારો કરે છે એટલું જ નહીં ડાયાબિટીસ રોગીઓ માટે પણ ધાણાના બીજ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ધાણાનું પાણી બ્લડ શુગર લેવલને મેનેજ કરે છે:- ડાયાબિટીસને મેનેજ કરવા માટે સૌથી ભરોસાપાત્ર આ પારંપરિક ઉપચારો માંથી એક રહ્યું છે. ધાણાના બીજનો અર્ક કેટલાક એવા યૌગિક હોય છે જે બ્લડ ડિસ્ચાર્જ થવા પર એન્ટિ હાઈપરગ્લાઇસેમીક, ઇન્સ્યુલિન ડિસચાર્જિંગ અને ઇન્સ્યુલીન જેવી ગતિવિધિનું કારણ બને છે જે તમારા બ્લડ શુગર લેવલ ને જાળવી રાખવામાં મદદ કરે છે.
ધાણાના બીજ બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે. આ ઈન્સ્યુલિનના સ્ત્રાવને ઉત્તેજિત કરીને સ્વાભાવિક રૂપે ડાયાબિટીસને મેનેજ કરવામાં મદદ કરે છે. ઇન્સ્યુલિન અગ્નાશય દ્વારા બનાવવામાં આવેલ એક હોર્મોન છે જે તમારા શરીરને શુગર નો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. જ્યારે ઇન્સ્યુલિન ખરાબ થાય છે તો તમારું શરીર એ નથી જણાવી શકતું કે કેટલી ખાંડ ને મેટાબોલાઈજ કરવાની જરૂર છે, તેનાથી બ્લડશુગર વધે છે.
ડાયાબીટીસ માટે ધાણાનું પાણી કેવી રીતે તૈયાર કરવું:- પીસેલા ધાણાના બીજ લો, પાણીમાં બીજ નાખો, આને આખી રાત માટે પલળવા દો, ગરણી ની મદદથી પાણીને ગાળી લો. બીજને દૂર કરી દો અને સવારમાં સવારમાં આ પીણાને પીવો. તમે દિવસ દરમિયાન ધાણાના પાણીને ઘૂંટડે ઘૂંટડે પીય શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay