પ્રાચીનકાળથી જ આપણા ભારતમાં આયુર્વેદ દ્વારા લોકોમાં ખાણીપીણી અને સ્વાસ્થ્ય માટે જાગૃતતા ફેલાવવામાં આવી છે. પહેલાના જમાનામાં લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરતા હતા. આજ ની હાઈ ફાઈ લાઇફ સ્ટાઇલ અને ખાણીપીણીને લીધે વાળની અનેક સમસ્યાઓ થાય છે.
મોટાભાગે લોકો પોતાના વાળનું ધ્યાન રાખવા માટે મોંઘી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેમકે શેમ્પૂ, કન્ડિશનર, હેર ઓઇલ, હેર સિરમ વગેરે. પરંતુ ક્યારેક આ બધી વસ્તુઓનું ફાયદા કરતાં નુકસાન વધી જાય છે. વાળની દેખરેખ કરવી એ સરળ કામ નથી પરંતુ જો તેને નજર અંદાજ કરવામાં આવે તો અનેક સમસ્યાઓ થાય છે, જેમ કે મોસમના બદલાવની સાથે વાળનું ખરવું, ડેન્ડ્રફ અને સફેદ વાળ.
આ સમસ્યાઓ દૂર કરવા માટે આપણા રસોઈ ઘરનો મસાલો લવિંગ તમારા વાળ માટે પણ ખૂબ જ લાભકારી છે. લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણ તમારા વાળમાં ઇન્ફેક્શન રોકે છે અને વાળને ખરતા અટકાવે છે. લવિંગ એ કુદરતી વસ્તુ છે જે વાળને સ્વસ્થ રાખવાની સાથે બીજી અનેક સમસ્યાઓ માટે ફાયદાકારક છે. આવો જાણીએ વાળ માટે લવિંગ ના ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિશે.
વાળ માટે લવિંગ ના ફાયદા:-
1. લાંબા વાળ માટે લવિંગનો બનાવો હેર પેક:- તમે લવિંગનો હેર પેક બનાવીને પોતાના વાળ માટે ઉપયોગ કરી શકો છો. આ હેર પેક બનાવવા માટે લવિંગને પીસી ને એલોવેરામાં મેળવી દો. આ હેરપેક થી વાળ ની જડ માં પોષણ મળે છે અને વાળ ની રોમ માં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળવાથી મજબૂત બને છે. જેનાથી વાળ વધવામાં મદદ મળે છે. આ પેક વાળ પર લગાવવાથી વાળનો વિકાસ થાય છે અને વાળ ઘેરા પણ થાય છે.
2. ખોડાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે લવિંગ નું પાણી:- ડેન્ડ્રફ એટલે કે ખોડો દરેકને પરેશાન કરે છે. લવિંગનું પાણી આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ફાયદાકારી છે. વાળમાં ખંજવાળની સમસ્યાને પણ દૂર કરે છે અને હંમેશા માટે ડેન્ડ્રફથી છુટકારો અપાવે છે. ઋતુમાં બદલાવના કારણે કે વાળની દેખભાળ કરવા માં લાપરવાહીના કારણે વાળમાં ડેન્ડ્રફ થાય છે. લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે વાળને ક્લીનિંગ કરવાની સાથે ડેન્ડ્રફ પણ દૂર કરે છે. આના માટે લવિંગને પાણીમાં ઉકાળી લો અને આ પાણીને ખોડો દૂર કરવા તમારા સ્કેલ્પમાં સારી રીતે લગાવી લો. આમ કરવાથી ડેન્ડ્રફની સમસ્યામાંથી છુટકારો મળશે.
3. સફેદ વાળ માટે લવિંગ નો લેપ:- સફેદ વાળ માટે લવિંગ નો લેપ ખુબ જ ફાયદાકારક છે. આના માટે ઓર્ગેનિક યુકેલિપ્ટસ તેલના ત્રણ ભાગ લેવા અને લવિંગના તેલનો એક ભાગ લેવો. આ બંને તેલને મેળવી લેવું. આ તેલમાં થોડીક ફટકડી પીસીને મેળવી લેવી. આ મિશ્રણની અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વાર તમારા વાળની સ્કેલ્પ માં માલિશ કરો. આ લેપ દ્વારા વાળ કાળા થશે અને બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થશે તથા શુષ્ક થયેલા વાળ ફરીથી જીવંત થવા લાગશે.
4. સ્કેલ્પ ઇન્ફેક્શન દૂર કરવા માટે લવિંગનું તેલ:- લવીંગના તેલમાં એન્ટી માઇક્રોબાયલ અને એન્ટિ ફંગલ ગુણ હોય છે. તેનાથી આ તમારી સ્કેલ્પ ને ક્લીન કરવામાં મદદ કરે છે. સ્કેલ્પ ઇન્ફેક્શન દૂર કરવા માટે તમે લવિંગના તેલને તમારી સ્કેલ્પમાં સરસ રીતે માલિશ કરો. આ સ્કેલ્પ ની બીમારીઓ જેવી કે સ્કેલ્પ પરનો સોજો અને સ્કેલ્પમાં ખંજવાળ વગેરે થી લડે છે અને તેને દૂર કરવામાં મદદ કરે છે. લવીંગના તેલમાં હાજર રાસાયણિક યુજેનોલ પણ ઉત્કૃષ્ટ એન્ટીસેપ્ટિક છે જે માથામાં થતી કોઈપણ પ્રકારની ફોલ્લીઓ કે ગુમડા ને મટાડે છે.
આના માટે એક વાડકીમાં નારિયેળ તેલ લો અને તેમાં લવિંગ મેળવો. હવે આને ઉકાળી લો અને તેને વાળમાં લગાવો. લવિંગનું તેલ વાળનાં વિકાસમાં વૃદ્ધિ કરે છે. નિયમિત રૂપે આ તેલનો ઉપયોગ કરવાથી બ્લડ સરકયુલેશન સારુ થાય છે અને વાળ જડ થી મજબુત બને છે. આ તેલ એક કુદરતી ઉપચારરૂપે કામ કરે છે.