હવે શિયાળાનો સમય શરૂ થઈ ગયો હોવાથી તમારે આ સમય દરમિયાન લવિંગ વાળું દૂધ પીવું જોઇએ. દૂધમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ,આયોડિન વિટામિન એ, ડી,કે,ઈ જેવા જરૂરી પોષક તત્વો હાજર હોય છે લવિંગમાં આયર્ન, કાર્બોહાઈડ્રેડ અને સોડિયમ સારા પ્રમાણમાં હાજર હોય છે લવિંગની સાથે દૂધનું સેવન કરવાથી ગળાની ખરાશ અને કફની સમસ્યા દૂર કરવામાં ઘણો ફાયદાકારક રહે છે.
દૂધમાં લવીંગ મેળવીને પીવાથી શરીરને કેટલાય પ્રકારના ઉત્સેચકો મળે છે, જેનાથી કેટલાય પ્રકારની બીમારીઓથી તમે બચી શકો છો. દૂધમાં લવિંગ નાખીને પીવું ફાયદાકારક રહે છે તમારે પણ આ વિશે અવશ્ય જાણી લેવું જોઈએ. દૂધમાં લવિંગ નાખવાથી સ્વાસ્થ્યને પાંચ પ્રકારના ફાયદા થાય છે.
દૂધની સાથે લવિંગનું સેવન કેવી રીતે કરવું.?:- તમે કોઈપણ સમયે દૂધમાં લવિંગ નાખીને તેનું સેવન કરી શકો છો પરંતુ રાત્રિના સમયમાં તેનું સેવન કરવું ફાયદાકારક નથી. જો તમે એકવાર લવિંગનો પાવડર તૈયાર કરી લેશો તો તમારે વારંવાર અલગથી મહેનત કરવી નહીં પડે. દૂધમાં લવીંગ મેળવવાની સરળ રીત જાણી લો. પહેલા દૂધ ગરમ કરો. હવે લવિંગને પીસી ને અલગ રાખી લો. લવિંગ એકદમ પાવડર થઈ જાય ત્યાં સુધી પીસવું. હવે દૂધમાં લવિંગનો પાવડર મેળવો. થોડો ગોળ મેળવીને પણ લવિંગનું દૂધ પી શકો છો.
1. શરીરમાં અશક્તિ દૂર કરે લવિંગ અને દૂધ:- જો તમને શરીરમાં અશક્તિપનુ મહેસુસ થાય ત્યારે તમારે દૂધની સાથે લવિંગનું સેવન અવશ્ય કરવું જોઈએ. આનું સેવન કરવાથી શરીરમાં હાજર હાનિકારક તત્વોનો શરીર ની બહાર નિકાલ થાય છે. દૂધમાં કેલ્શિયમ, સોડિયમ,પોટેશિયમ ની માત્રા હાજર હોય છે જેનાથી શરીરને ભરપૂર પ્રમાણમાં શક્તિ મળે છે.
2. ગળા માટે ફાયદાકારક છે લવિંગ અને દૂધ:- ગળા માટે લવિંગ અને દૂધનું સેવન ફાયદાકારક છે. ઠંડીના દિવસોમાં લગભગ ગાળામાં ખરાશ કે કફની સમસ્યા થઈ જ જાય છે. તમારે ગળાની ખરાશ દૂર કરવા માટે રાત્રિના સમયે દૂધમાં લવીંગ મેળવીને તેનું સેવન કરવું જોઈએ.
3. લવિંગ અને દૂધનું સેવન કરવાથી ભૂખ વધે છે:- લવિંગ અને દૂધનું સેવન કરવાથી તમારી ભૂખ વધી જાય છે, તમારે નાના બાળકોને પણ લવિંગ અને દૂધનું સેવન કરાવવું જોઇએ. લવિંગ માં વિટામિન ની સાથે ઝિંક,કોપર, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હાજર હોય છે. આ જરૂરી તત્વો બાળકો માટે ખૂબ જરૂરી હોય છે. લવિંગમાં આયર્ન,સોડિયમ કાર્બોહાઈડ્રેટ ની માત્રા હાજર હોય છે જેનાથી બાળકમાં શરીરની કોઈપણ પ્રકારની ઉણપને પૂરી કરી શકાય છે.
4. દાંત માટે ફાયદાકારક છે દૂધ અને લવિંગ નુ સેવન:- મૌખિક આરોગ્ય માટે દૂધ અને લવિંગ નું સેવન ફાયદાકારક છે. મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે પણ દૂધ અને લવિંગ નું સેવન ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમ હાજર હોય છે, તેનું સેવન કરવાથી તમારા દાંત પણ મજબૂત થશે.
5. કબજીયાતની સમસ્યા દૂર કરે લવિંગ અને દૂધ:- જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તમારે લવિંગ વાળું દૂધ પીવું જોઇએ. તમે રાત્રે સુતા પહેલા દૂધમાં લવીંગ મેળવીને તેનું સેવન કરશો તો એસીડીટી અને કબજીયાતની સમસ્યા દૂર થશે.
લવિંગ ની તાસીર ગરમ હોય છે એટલા માટે તેનું સેવન વધારે માત્રામાં ન કરવું. એક દિવસમાં એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી લવિંગના પાવડર નું સેવન ઘણું છે. જો નાના બાળકોને આપી રહ્યા હોવ તો એક ચપટી જ લવિંગ નો પાવડર દૂધમાં મેળવીને આપો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…