આપણું રોજીંદુ ખાનપાન અને ગતિવીહીન જીવન શૈલીના રહેતા અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે. તેમાં ડાયાબિટીસ અને હાઇપર ટેન્શન જેવી સમસ્યાઓ ને કંટ્રોલ કરવામાં અત્યંત મુશ્કેલી થાય છે. બ્લડ-શુગર અને બ્લડ-પ્રેશર વધવું બંને અત્યંત ગંભીર સ્થિતિઓ છે. જો આને નિયંત્રિત કરવામાં ન આવે તો તમારા સ્વાસ્થ્યને અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓનું જોખમ થઈ શકે છે. ડાયાબીટીસ એક ગંભીર અને લાઈલાજ બીમારી છે જેને માત્ર હેલ્ધી ડાયટ અને એક્ટિવ લાઈફસ્ટાઈલ દ્વારા જ નિયંત્રિત કરી શકાય છે.
આ રોગમાં સ્વાદુપિંડ બ્લડ શુગરને કંટ્રોલ કરવા વાળા ઇન્સ્યુલિન હોર્મોનનું ઉત્પાદન ધીમું કે બંધ કરી દે છે. એવામાં રોગીનું બ્લડ શુગર લેવલ વધવા લાગે છે જેનાથી અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓનું જોખમ રહે છે. આ જ કારણે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવું અત્યંત જરૂરી છે.
આ જ પ્રમાણે હાઈ બ્લડ પ્રેશર પણ ઘણી સામાન્ય સમસ્યા થઈ ગઈ છે જો આને નિયંત્રિત કરવામાં ન આવે તો તમારા હૃદયની સમસ્યાઓનું જોખમ વધી શકે છે. બ્લડ પ્રેશર તમારા નિયંત્રિત ન રહેવાથી તમને ઝાંખું દેખાવું, થાક, માથાનો દુખાવો, નાકમાંથી લોહી નીકળવું, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે.
નિઃશંકપણે બ્લડપ્રેશર અને બ્લડ શુગર માટે ઘણા પ્રકારની દવાઓ અને ઉપચાર હાજર છે પરંતુ તમે કેટલાક કુદરતી ઉપચારો દ્વારા ડાયાબિટીસ અને હાઇપર ટેન્શન જેવી સમસ્યાઓ પર નિયંત્રણ મેળવી શકો છો. આવી સમસ્યાઓ માટે આપણા આંગણા માંથી જ મળી રહેતા આયુર્વેદિક છોડ ઘણા અસરકારક નીવડે છે. દરેક ઘરમાં મળતાં કેટલાંક ઝાડ અને છોડના પાન માં બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાની ક્ષમતા હોય છે. આવો જાણીએ.
મીઠો લીમડો:- મીઠો લીમડો માત્ર ખાવાનો જ સ્વાદ નથી વધારતો પરંતુ આમાં અનેક સ્વાસ્થ્ય ગુણ પણ હોય છે. મીઠા લીમડા ના નામથી ફેમસ આ છોડના પાન પાચન ને મજબૂત બનાવીને પેટ સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો આપે છે. ડાયાબિટીસ અને હાઈપરટેન્શન ના દર્દીઓએ આ પાન નું જરૂર સેવન કરવું જોઈએ.
મીઠા લીમડાના પાનનો કેવી રીતે કરવો ઉપયોગ:- મીઠા લીમડાના પાનનું નિયમિત સેવન ઇન્સ્યુલિન બનાવવાવાળી કોશિકાઓને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. આ કોશિકાઓ બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. અને તમે આને વાસી મોએ ચાવી શકો છો કે અલગ પ્રકારની વાનગીઓ માં સામેલ કરી શકો છો.
લીમડાના પાન:- લીમડા ના પાનના પણ અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ હોય છે. આ વાતનું પ્રમાણ છે કે દરરોજ લીમડાના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઓછું થઈ શકે છે. જો તમને ડાયાબિટીસ હોય કે તમે હાઇપર ટેન્શન ના રોગી છો તો લીમડાનાં પાન તમારા માટે અત્યંત ફાયદાકારક બની શકે છે.
કેવી રીતે કરવો લીમડાના પાનનો ઉપયોગ:- લીમડાના પાનમાં એન્ટીહિસ્ટામાઈન ઇફેક્ટ રક્તવાહિનીઓને પાતળી કરી શકે છે. એ જ કારણ છે કે આ પાન બ્લડ પ્રેશર ને ઓછું કરવામાં મદદ કરી શકે છે. એક મહિના સુધી લીમડા નો અર્ક કે કેપ્સૂલ લેવાથી પણ હાઇ બ્લડ પ્રેશર લેવલ ઓછું કરી શકાય છે.
તુલસીના પાન:- તુલસી ને જડીબુટ્ટીઓ ની રાણી કહેવાય છે અને આ શરીરને અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. કેટલાક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે ખાલી પેટે તુલસીના પાનનું સેવન ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત દર્દીઓમાં બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. તુલસીના પાન લિપિડ ને ઓછું કરીને ઇસ્કીમીયા, સ્ટ્રોક, અને હાઇ બ્લડ પ્રેશરને ઓછું કરીને હૃદયરોગ ને રોકવામાં સહાયક છે.
કેવી રીતે કરવો તુલસી ના પાનનો ઉપયોગ:- સવારમાં ઉઠીને તુલસીના પાન ચાવવા એ બીપી અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તમે આ પાનને થોડા પાણીમાં મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પણ પીય શકો છો. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે વધુ માત્રામાં તુલસીના પાનનું સેવન ન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay