આયુર્વેદ પ્રમાણે આપણા શરીરમાં અનેક પ્રકારના દોષ હોય છે આવા દોષો માં વાત, પિત્ત અને કફ નો સમાવેશ થાય છે, જેને સ્વસ્થ રાખવા માટે બેલેન્સ હોવું ખૂબ જરૂરી છે. તમે જે ખાવ છો અને જેવા પ્રકારનું ખાવ છો તેની તમારા સ્વાસ્થ્ય પર ઘેરી અસર થાય છે.
કેટલીકવાર ઉનાળા દરમિયાન પૂર્ણ પોષણ પ્રાપ્ત ન થવાના કારણે, ખોટી વસ્તુઓ ખાવાના કારણે તમારા આ દોષ અસંતુલિત થાય છે, કેટલાક ખાદ્ય પદાર્થો દ્વારા જ આ દોષોને ઠીક કરી શકાય છે. તેના માટે તમારા ડાયટમાં પણ સુધારો કરવો જરૂરી છે. આવો જાણીએ આ દોષોનું સંતુલન રાખવા માટે ઉનાળામાં કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
દોષ શું છે અને આપણી ડાયટ દોષના અસંતુલનને ઠીક કરી શકે છે? :- દોષ શરીર અને દિમાગમાં મળતી બાયોલોજીકલ એનર્જીને કહેવાય છે. આ 5 પંચમહાભૂત થી મળીને બને છે, કે જે આપણા 5 સેન્સ થી જોડાયેલા હોય છે. દોષ આપણા શારીરિક, માનસિક, લાગણીશીલ પ્રક્રિયાને ચલાવવામાં જવાબદાર હોય છે. આ દોષ વાત, કફ અને પિત્ત હોય છે. આપણું સ્વાસ્થ્ય સારું રહેવા માટે આનું એક લેવલ આપણા શરીર માટે જરૂરી હોય છે. સરખું લેવલ ન રહે તો અનેક ગંભીર સમસ્યા થાય છે.
જો આ દોષ અસંતુલિત થઈ જાય તો તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે. આ દોષ પાંચ તત્વોથી બનેલા હોય છે, જે અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશથી મળીને બનેલા હોય છે. વાયુ અને આકાશ થી વાત બને છે. અગ્નિ અને જળથી પિત્ત બને છે. જળ અને પૃથ્વી થી કફ બને છે. આ ત્રણેય દોષ દરેકના શરીરમાં અલગ-અલગ લેવલમાં ઉપલબ્ધ હોય છે. આ દોષ જળવાયું અને ખાનપાન ના હિસાબે બદલાઈ શકે છે.
ઉનાળા દરમિયાન વાત પિત્ત અને કફ કેવી રીતે દૂર કરવા:- બહારની કાળઝાળ ગરમીના કારણે આપણુ શરીર અંદરથી પણ ગરમ થઈ જાય છે. અગ્નિ અને વાયુ તત્વ થોડા વધારે લેવલમાં ઉપલબ્ધ હોય છે જે શરીરમાં પિત્ત અને વાત દોષ ને વધારે છે. આ સમય દરમ્યાન આપણા પાચન તંત્રની અગ્નિ પણ ઘણી ઓછી હોય છે.
ઉનાળાની ઋતુ પિત્તને વધારે છે. આ ઋતુમાં એવી વસ્તુઓ ખાવી જોઈએ જે આ લેવલને શરીરમાં થોડું શાંત કરી શકે. એવી વસ્તુઓ માં ઠંડી વસ્તુઓ કે જે શરીરને અંદરથી ઠંડક પહોંચાડી શકે. વધુ કરીને લીક્વીડ અને મીઠી વસ્તુઓનું સેવન કરવું જોઈએ.
એવી વસ્તુઓ કે જે વધારે તીખી, ગરમ, ખાટી અને મીઠા વાળી હોય તેવી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ નકર આના કારણે સમસ્યા વધી પણ જાય છે. ઉનાળાની ઋતુમાં દૂધ-ઘી, કુદરતી રૂપે ઠંડા ફળ, નારિયેળ પાણી અને જીરાનું પાણી જેવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. આ વસ્તુઓ આ દોષને સંતુલિત રાખવામાં મદદ કરે છે. દૂધ, કંદમૂળ વાળા શાક, અનાજ, તાજુ દહી જેવી વસ્તુઓ પણ પિત્ત દોષ ને બેલેન્સ કરે છે. આ ઘરગથ્થુ ઉપાય કરવાથી તમને જલ્દી રાહત મળશે.
આ વસ્તુઓ સિવાય તમે કેળ, ડેન્ડેલિયન, ડાર્ક ચોકલેટ, લીમડાના પાન અને હળદર, જીરું જેવા મસાલાનું સેવન કરી શકો છો. આ કડવી વસ્તુઓ લોહી માટે પણ લાભદાયક છે. આ તરસ પણ ઓછી લાગવા દે છે અને ભૂખ પર પણ નિયંત્રણ કરે છે. આ ફળોથી પાચનતંત્ર પણ ખૂબ સારું કામ કરે છે. આ વસ્તુઓ મોઇસ્ચરનું અવશોષણ કરવાંમાં અને પિત્ત ને શોષી લેવામાં સક્ષમ છે. ઉનાળા દરમિયાન થતા સ્ટ્રેસને દૂર કરવા માટે બીન્સ, ફળ, શાકભાજી સફરજન, બેરી, બ્રોકલી અને અન્ય એવાજ પાનવાળા શાકભાજીનું સેવન કરવું જોઇએ.
આપણે આ ઠંડી અને કડવી વસ્તુઓ ખાવાની સાથે સાથે આ ઋતુ માં કેટલીક વસ્તુઓનું સેવન પણ અટકાવવું જોઇએ. વધારે તળેલું, ગરમ ખાવાનું ન ખાવું. મરચું ડુંગળી અને તીખા મસાલાનું સેવન યોગ્ય પ્રમાણમાં જ કરવું. મીઠાનું સેવન પણ સપ્રમાણ જ કરવું. લીંબુથી સલાડ ડ્રેસિંગ કરી શકો છો.