ઘરમાં પૂજા પાઠ દરમિયાન કપૂર નો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. આની સુગંધથી ઘરમાં શાંતિભર્યું વાતાવરણ લાગે છે. આયુર્વેદ પ્રમાણે કપૂર સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી છે. કપૂર હલકુ તીખું અને સુગંધિત હોય છે આંખો ને શાંત કરવા માટે ઘણુ ફાયદાકારક છે. કપૂર સદીઓથી આપણી દાદીમાં અને નાનીમાં ના નુસખા ના ભાગરૂપે રહ્યું છે. કપૂરને તમે શરીરની કેટલાય પ્રકારની સમસ્યાઓ માટે ઘરગથ્થુ ઉપચાર ના રૂપે ઉપયોગ કરી શકો છો.
આજે આપણે કપૂરના એક ખાસ ઉપયોગ અને ફાયદા વિશે જાણીશું. શરીરની કેટલીક સમસ્યાઓ દૂર કરવા માટે તમે કપૂર નો લેપ બનાવીને ઉપયોગ કરી શકો છો આ લેપ ને તમે દુખાવો, બળતરા અને ખંજવાળ દૂર કરવા માટે ઉપયોગ કરી શકો છો. કપૂર માં કેટલાય એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ ઉપલબ્ધ હોય છે. સાથે જ આનો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ દુખાવો દુર કરવામાં મદદરૂપ થાય છે. આના સિવાય કપૂરના અનેક ફાયદા છે. આવો જાણીએ આના વિશે વિસ્તારપૂર્વક.
કપૂર નો લેપ લગાવવાના ફાયદા:-
1. ફાટેલી એડીઓ માં ઉપયોગી:- ફાટેલી એડીઓ બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે થાય છે. એવામાં ઇન્ફેક્શનને ઠીક કરવાની સાથે ત્વચાને મોઈશ્ચરાઈઝર કરવી પણ જરૂરી છે, તો કપૂર ઈન્ફેક્શનને દૂર કરે છે અને નારિયેળ તેલ ત્વચાને મોઈશ્ચરાઈઝર કરે છે. કપૂર તમારી ત્વચાને શાંત અને મોઈશ્ચરાઈઝર કરી શકે છે અને એટલા માટે ફાટેલી એડીઓ ના ઇલાજમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. તેનો લેપ બનાવવા માટે તમે કપૂરને પીસીને નારિયેળ તેલમાં મિક્ષ કરો. હવે આ લેપ ને ફાટેલી એડી પર લગાવો.
2. દાદરમાં ઉપયોગી:- દાદર અને ખંજવાળ કોઈપણ વ્યક્તિને અત્યંત પરેશાન કરે છે. દાદર ફન્ગલ ઇન્ફેક્શનના કારણે થાય છે અને વધારે ફેલાતું રહે છે. એવામાં તમે કપૂરને પીસીને તેમાં લવિંગ કે પીપરમિન્ટ ના તેલમાં મિક્સ કરીને લેપ બનાવી શકો છો. આ લેપ તમે દરરોજ સુવાના સમયે રાત્રે દાદર પર લગાવી દો. તમને દાદરની સમસ્યા થી જલ્દીથી આરામ મળી જશે. એવામાં કપૂર નો લેપ ત્વચાની સમસ્યાને દૂર કરવામાં તમારી મદદ કરે છે. પહેલા તો આનો એન્ટી ફંગલ ગુણ ફંગલ ઇન્ફેક્શનને દૂર કરીને ત્વચાને શાંત કરે છે. આનાથી બળતરા અને ખંજવાળ માં રાહત થાય છે. આનો નિયમિત ઉપયોગ કરવાથી દાદર સંપૂર્ણ રીતે મટી જાય છે.
3. ખીલની સમસ્યામાં ઉપયોગી:- ખીલ ના બે પ્રકારના હોય છે. એક ઓઈલી સ્કિનના કારણે અને હોર્મોનલ ના લીધે. આ બંને સ્થિતિમાં ખીલ ઝડપથી વધે છે. એવામાં તમારે સૌથી પહેલાં તો ખીલના બેક્ટેરિયાને કંટ્રોલ કરવા પડે અને બીજું તેને ફેલાતા રોકવું પડે. તેના માટે જરૂરી છે કે તમે તમારી સ્કિનને સાફ રાખો અને ત્વચા પર થતા તેલ નિર્માણ ને નિયંત્રિત કરો. તેના માટે તમે કપૂર અને લીંબુનો લેપ બનાવીને ઉપયોગ કરી શકો છો. લીંબુ ચહેરા ને અંદરથી સાફ કરે છે અને ઓઇલ પ્રોડકશન ને રોકે છે.
તેના સિવાય આ બેક્ટેરિયાને પણ મારે છે અને ખીલનો ઈલાજ કરે છે. આ લેપ એન્ટિફંગલ, એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ છે. આ ખીલ અને ફોલ્લીઓ ને ઓછી કરવામાં મદદ કરે છે અને તેને ફેલાતા અટકાવે છે. આ પ્રકારે આ લેપ ખીલની સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી છે.
4. દુખાવામાં ઉપયોગી:- કપૂર, હળદર અને નીલગીરીના તેલને મેળવીને લેપ તૈયાર કરો. આ લેપ ત્વચા પર લગાવવાથી દુખાવો અને સોજામાં રાહત મળે છે. આ લેપ લગાવવાથી તમારા દુખાવામાં આરામ થશે. તમે જ્યારે આ લેપ લગાવો ત્યારે ઝણઝણાહટ, ગરમી કે ઠંડકનો અહેસાસ થશે જેનાથી તમને દુખાવામાં આરામ મળશે. આ લેપ ને તમે સાંધામાં, ખભા માં અને બરડા ના નીચેના ભાગમાં દુખાવો થતા લગાવી શકો છો.
5. દાઝ્યા ની સમસ્યામાં ઉપયોગી:- ક્યારેક તમારા હાથ દાઝી ગયા હોય તો તેની પર કપૂર નો લેપ લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. દાઝેલા ઘાવ ને ઠીક કરવામાં પણ કપૂર નો લેપ તૈયાર કરી શકાય છે. આ એન્ટિસેપ્ટિક હોય છે. તેના માટે તમારે કપૂરને પીસીને તેમાં મધ મેળવવાનું છે. ત્યારબાદ તમારા ઘાવ પર લગાવી લો. આ પહેલા તો તમારી બળતરા ઓછી કરશે અને પછી ઘાવને ઠીક કરવામાં મદદ કરશે.
તમે અન્ય કેટલાય પ્રકારે કપૂર નો લેપ તૈયાર કરી શકો છો જેમ કે એલોવેરા અને લીમડા થી. અને તમે ચહેરા અને કોઈ અન્ય ઈન્ફેક્શનમાં પણ ઉપયોગ કરી શકો છો, તો આવી રીતે ઉપરની કોઈપણ સમસ્યા હોય તો તમે કપૂરના આ નુસખા જરૂર થી અપનાવશો. આમ, કપૂર ના લેપ દ્વારા અનેક સમસ્યાઓથી બચી શકાય છે.