આજની જીવનશૈલી અને ખાણીપીણી આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. અને શરીરમાં કઈક ને કઈક સમસ્યાઓ ઊભી થાય છે. સમય રહેતા આ સમસ્યાઓનું નિવારણ કરવામાં ન આવે તો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આવી સમસ્યાઓમાં એક પાઇલ્સ (બવાસીર)ની સમસ્યા છે. કેટલાય લોકો આજના સમયમાં પાઇલ્સ ની સમસ્યાથી પીડિત છે. અને તેઓ એવો કોઈ ઠોસ ઈલાજ શોધે છે કે જેનાથી આ સમસ્યા સરળતાથી ઠીક થઈ જાય. પાઇલ્સ એ એક ગંભીર બીમારી છે, જે ગુદામાર્ગ અને ગુદા માં હાજર રક્તવાહિનીઓમાં સોજાના કારણે થાય છે. આ દરમિયાન મળ ત્યાગ કરવામાં પણ ખૂબ પરેશાની થાય છે. ક્યારેક તો મળ ની સાથે લોહી પણ આવે છે.
પાઇલ્સ કે બવાસીર બે પ્રકારના હોય છે. આંતરિક બવાસીર માં મળની સાથે લોહી આવે છે. જ્યારે બાહરી બવાસીર માં ગુદાની આસપાસ વાળા ભાગમાં સોજો આવી જાય છે જેના કારણે અત્યંત દર્દ અને બળતરા ની સમસ્યા થાય છે. પરંતુ આનાથી છુટકારો મેળવવા કેટલાયે ઘરેલું ઉપચારો પણ છે. આમાં તમે કપૂર ની મદદથી અત્યંત દર્દ અને બળતરા થી છુટકારો મેળવી શકો છો. વળી, કપૂરમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી, એન્ટિ સેપ્ટિક, એન્ટી ઓક્સિડેન્ટ, પિનેન, કૈમ્ફેન અને બી-પિનેન જેવા તત્વો ઉપલબ્ધ હોય છે. કપૂર ના ઉપયોગથી બળતરા, ઘાવ અને અને ગેસની સમસ્યામાં ઘણો આરામ થાય છે.
બાવાસીર મા કપૂર ના ફાયદા:-
1. સોજો દૂર કરે:- કપૂર માં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જે સોજાને ઓછો કરવામાં અસરકારક છે. બવાસીર માં ગુદા ની નસો માં આવેલા સોજાને ઓછો કરીને રાહત પહોંચાડે છે
2. બળતરા ઓછી કરે:- બવાસીર માં કપૂર ના ઉપયોગથી બળતરા ઓછી કરી શકાય છે. કપૂર માં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિમીક્રોબીઅલ ગુણ હોય છે. આ ઘાવ માં બળતરા અને ઇન્ફેક્શનને દૂર કરે છે.
3. ઘાવ ને જલ્દી ભરે:- કપૂર ના ઉપયોગથી બાવાસીર માં ઘાવ જલ્દી ભરવામાં મદદ મળે છે. આમાં હાજર એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાથી તે ઘાવને જલ્દી ઠીક કરે છે.
4. ખંજવાળ થી છુટકારો:- કપૂર માં એન્ટી – ઈચિંગ ગુણ હોય છે. આનો ખંજવાળ ની જગ્યા પર ઉપયોગ કરવાથી ત્વચાને ઘણો આરામ મળે છે.
બવાસીર માં કપૂરનો કેવી રીતે કરવો ઉપયોગ:-
1. કપૂર નું તેલ:- કપૂર નુ તેલ તમે રૂ અથવા સુતરાઉ કાપડ વડે મળ માર્ગ માં થયેલા મસા પર લગાવી શકો છો. આનાથી મસા નષ્ટ થવામાં મદદ મળશે.
2. કપૂર અને નારિયેળનું તેલ:- કપૂર અને નારિયેળના તેલને સરખી માત્રામાં લઈને તેને મિક્સ કરી બવાસીરના મસા પર લગાવો. જોકે પહેલાં લગાવવાથી તમને થોડી બળતરા નો અહેસાસ થશે પરંતુ પછી તમને ઘણો આરામ થશે. આનાથી બળતરા અને ખંજવાળ ઓછી થાય છે.
3. કપૂર અને સરસવ નું તેલ:- 100 ગ્રામ સરસવના તેલમાં 10 ગ્રામ કપૂર મેળવીને લગાવવાથી દર્દમાં રાહત મળે છે. આમાં બાવાસીર નો દુખાવો અને સોજા માં રાહત થાય છે.
4. નવશેકુ પાણી અને કપૂર:- 250 ગ્રામ પાણીમાં 10 ગ્રામ કપૂર મેળવી ને ગરમ કરી લો અને થોડીવાર ઠંડુ થવા માટે મૂકો. ત્યારબાદ દુખાવા અને સોજા વાળી જગ્યા પર શેક કરી શકો છો. આનાથી પણ દુખાવો અને બળતરામાં આરામ મળે છે સાથે જ સંક્રમણનુ જોખમ પણ નથી રહેતું.
5. કપૂર અને લીમડા નો લેપ:- કપૂર માં લીમડાનો લેપ મેળવીને મસા વાળી જગ્યા પર લગાવી શકાય છે. આનાથી ઇન્ફેક્શનનું જોખમ રહેતું નથી.
કપૂરનો ઉપયોગ કરતાં રાખવા જેવી સાવચેતી:- કપૂરનો ઉપયોગ કરતા સમયે તમારે કેટલીક સાવચેતી ના પગલાં પણ લેવા જોઈએ. વાઈ અને પાર્કિસંસ ના દર્દીઓએ કપૂરનો ઉપયોગ ન કરવો જોઈએ. તેના સિવાય લીવર ની સમસ્યામાં કપૂરનું સેવન કરવું જોઇએ નહીં. ગર્ભવતી અને સ્તનપાન કરાવવા વાળી મહિલાઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ આનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ જો તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તો કપૂરનો ઉપયોગ ટાળવો જોઈએ.