આજકાલ મોટાભાગની બિમારીઓને હેલ્ધી લાઈફ સ્ટાઈલથી ઠીક કરી શકાય છે જોકે હેલ્થી લાઈફસ્ટાઇલ માટે શું જરૂરી છે તે સમજવું પડશે. વર્કઆઉટ અને હેલ્ધી ડાયટ અપનાવવું પૂરતું નથી. તેની સાથે એ પણ જોવું જોઈએ કે શું શરીરને પર્યાપ્ત પોષક તત્વો મળી રહ્યા છે કે નહીં. જ્યારે વાત પોષક તત્વોની આવે છે તો આપણે એ વાત પર વધુ ધ્યાન આપવું કે આપણે શું ખાઈ રહ્યા છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે કઈ ધાતુમાં ખાવાનું ખાઈ રહ્યા છીએ. શું તમને ખબર છે કે ઘરમાં અલગ-અલગ ધાતુના વાસણમાં જમવાનું બનાવવું ખૂબ જ લાભદાયક હોય છે.
આપણે કઈ ધાતુમાં ખાવાનું ખાઈ રહ્યા છીએ અને બનાવીએ છીએ તેની પણ અસર સ્વાસ્થ્ય પર પડે છે તેના માટે માત્ર જમવાનું બનાવવા સુધી જ સીમિત ન રહેવું જોઈએ પરંતુ એ પણ ધ્યાન રાખવું કે જમવાનું કયા વાસણમાં બનાવવું શ્રેષ્ઠ રહેશે. આપણા ઘરમાં અલગ-અલગ ધાતુના વાસણો ઉપલબ્ધ હોય છે. તેનો ઉપયોગ જમવાનું બનાવવા અને ખાવા માટે કરવામાં આવે છે.
જ્યારે તમે યોગ્ય વાસણમાં જમવાનું બનાવો છો અને પછી ખાવ છો તો તેનાથી માત્ર ખાવાનો સ્વાદ વધતો નથી પરંતુ તેમાં પોષક તત્વોમાં પણ વધારો થાય છે. અનેક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે રિચ ફૂડ બોડી માં કોલેજન ને બૂસ્ટ કરે છે. તો આવો જાણીએ કયા વાસણમાં ખાવું જોઈએ.
1) તાંબાના વાસણો:- તાંબાના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક માનવામાં આવે છે. તાંબાના જગ કે લોટામાં પાણી ને સ્ટોર કરવાની પ્રક્રિયા ઘણી જૂની છે. આ પાણીને પ્યુરીફાય કરવાની એક કુદરતી પ્રક્રિયા છે. આ પાણીમાં હાજર ગંદકી અને બેક્ટેરિયાને ગાળવાનું કામ કરે છે જે શરીર માટે નુકસાનદાયક થઈ શકે છે. તાંબાના વાસણમાં પાણી સ્ટોર કરવાથી તેની ગુણવત્તા વધી જાય છે, જેને પીવાથી હાડકાં સહિત અનેક શારીરિક મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ મળે છે. આ એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી જેવા ગુણોથી ભરપૂર હોય છે.
2) પિત્તળ ના વાસણ:- પિત્તળ એક બિન-ચુંબકીય, ગરમીનું વાહક અને લાંબા સમય સુધી ચાલતું વાસણ છે. તે 70 ટકા કોપર અને 30 ટકા ઝિંક નું બનેલું છે. આ વાસણમાં જમવાનું બનાવવા થી માત્ર 7 ટકા પોષક તત્વોનો નાશ થાય છે. વાસ્તવમાં, તેમાં કોપર અને ઝિંક બંનેનું સંયોજન હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. શરીરમાં કોપરની ઉણપથી બોડીમાં ઇમ્યુનિટી ની ક્ષમતા ઓછી થઈ જાય છે. તેનાથી ત્વચા અને હાડકા થી સંબંધિત સમસ્યા પણ શરૂ થઈ શકે છે. પિત્તળના વાસણમાં નોનએસિડિક ફૂડ જેવા કે દાળ ભાત બનાવવા માટે વધુ ઉપયોગ કરવામાં આવે છે.
3) કાંસાના વાસણ:- કાંસાના વાસણો અને મિશ્ર ધાતુ એટલે તાંબુ અને રાંગાને મેળવીને બનાવવામાં આવે છે. આ બંને સરખા પ્રમાણમાં હોય છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. આ ખાવાનું ખાવા માટે સૌથી સારી ધાતુઓમાં એક છે. આ ભોજનમાં એસિડની માત્રા ને ઓછી કરે છે અને આપણા પેટના સ્વાસ્થ્ય કે પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. આ ધાતુના ગુણ સંધિવામાં સોજાને દૂર કરવામાં મદદ કરે છે. એના સિવાય આ ધાતુ યાદશક્તિ માં સુધારો કરે છે અને થાઇરોડ ને બેલેન્સ રાખવામાં મદદ કરે છે.
4) લોખંડના વાસણ:- લોખંડના વાસણ અનેક રીતે ફાયદો પહોંચાડે છે. જોકે આજકાલ લોકો આ વાસણને બદલે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરે છે. વાસ્તવમાં આને બનાવવા માટે એક પ્રકારે રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક બની શકે છે. ખાસ વાત એ છે કે આ ધાતુ ના વાસણ દરેક બાજુએથી એકસરખા ગરમ થાય છે. જમવાનું જલ્દીથી રાંધવામાં મદદ કરે છે. રાંધતી વખતે આ આયર્ન છોડે છે જે ભોજન સાથે મળી જાય છે અને શરીરને લાભ પહોંચાડે છે. જોકે આમાં ખાવાનું બનાવતા પહેલા તેને સારી રીતે સીઝ કરવું જરૂરી છે. જો તમારામાં આયર્નની ઉણપ હોય તો વધુ સારું છે કે તમે તેમાં ખોરાક રાંધો.
નોંધ – આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે જ છે આ કોઈપણ રીતે કોઈ પણ દવા કે ઈલાજ નો વિકલ્પ ન હોઈ શકે વધુ જાણકારી માટે પોતાના ડોક્ટરનો સંપર્ક કરવો.