આપણા રસોડામાંથી મળતી પીળી હળદરમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો છે. આપણા દાદી અને નાની ના જમાનાથી આ હળદરને આપણે અમુક પ્રકારની બિમારીઓમાં ઈલાજ ના રૂપે ઉપયોગ કરીએ છીએ. હળદરને શુભ કાર્યમાં, મસાલામાં અને દુખાવો કે ઘાવ ભરવામાં પણ ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો હળદર બે પ્રકારની હોય છે એક પીળી અને બીજી કાળી. પીળી હળદર વિશે તો આપણે સૌ જાણીએ છીએ. આજે અમે તમને કાળી હળદરના ઔષધીય ગુણો વિશે જણાવીશું.
નુટ્રીશનીષ્ટ પ્રમાણે પીળી હળદર ઇમ્યુનિટી વધારે છે પરંતુ કાળી હળદરના ફાયદા કંઈક અલગ જ છે. ઇન્ફ્લેમેટરી ગુણોની વાત કરીએ તો કાળી હળદર માં પીળી હળદરથી અતિ વધું ઘાવ, વાગવું, દુખાવો બીમારીને ઠીક કરવાના ગુણ હોય છે. આમાં કરક્યુમિન નું પ્રમાણ પીળી હળદરની તુલનાએ વધાર હોય છે. કાળી હળદર માં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી હોય છે. પોતાના વધારે એન્ટીઓક્સીડેન્ટ ગુણોના કારણે આનો વધુ ઉપયોગ અનેક પ્રકારની ગંભીર બીમારીઓને ઠીક કરવામાં કરી શકાય છે.
ન્યુટ્રિશનિસ્ટે જણાવ્યા પ્રમાણે, હળદર આમ તો ઇમ્યુનિટી વધારવામાં સારા સોર્સીસ માંથી એક છે. પરંતુ કાળી હળદરના ફાયદા કંઈક અલગ જ છે. હળદરનો જેટલો ઘાટો રંગ હોય છે શરીરને તેના એટલા જ વધુ ફાયદા થાય છે. જો આપણે એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ની વાત કરીએ તો તે આપણી પીળી હળદરમાં પણ હોય છે,પરંતુ કાળી હળદરમાં તેના કરતા વધારે મટાડવાની શક્તિ હોય છે, તેમાં કર્ક્યુમિનનું પ્રમાણ પીળી હળદર ની તુલનાએ વધારે હોય છે.કેન્સરના ઇલાજમાં થાય છે ઉપયોગ:- નુટ્રીશનીસ્ટ પ્રમાણે કાળી હળદર ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. જો આપણે આને કાળા મરી સાથે લઈએ છીએ તો તેનું શોષણ સારું થાય છે અને તે કેન્સરની સારવારમાં પણ ઉપયોગી છે. કેન્સરની સારવાર સમયે, એવું કહેવામાં આવે છે કે જો તમે દરરોજ તમારા આહારમાં કાળી હળદરનો સમાવેશ કરો છો, તો તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. પીળી હળદર ની તુલનાએ કાળી હળદરની શેલ્ફ લાઇફ ઓછી હોય છે અને તે 3-4 મહિનામાં એક્સપાયર્ડ થઈ જાય છે.આ જ કારણ છે કે પીળી હળદર કરતાં કાળી હળદર વધુ મોંઘી હોય છે.
કાળી હળદરના અન્ય ફાયદા:- જે લોકોને માઈગ્રેનનો દુખાવો રહેતો હોય કે ગેસ્ટ્રિકની ફરિયાદ રહેતી હોય તેમણે કાળી હળદરનો પાવડર પાણીમાં મેળવીને પીવાથી ઘણી રાહત થાય છે. જો કાળી હળદરની પેસ્ટ ને માથા પર લગાવવામાં આવે તો માઈગ્રેનના દુખાવામાં પણ અત્યંત રાહત મળે છે. કાળી હળદર માં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જેના કારણે શરીરમાં આવતાં સોજાને ઠીક કરવામાં અસરકારક છે. કાળી હળદર ઈન્ફેક્શનથી બચાવવા માં વધુ મદદરૂપ થાય છે.
કાળી હળદર સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે તેની જડ ને ગઠીયો વા, અસ્થમા,વાઈ જેવા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. કાળી હળદર તમારા ડાયજેશન સિસ્ટમને પણ તંદુરસ્ત રાખવામાં ઘણી ફાયદાકારક છે. કબજીયાત ઝાડા કે પેટમાં કળતરને દૂર કરવા માટે આનુ સેવન ઘણું અસરકારક છે. લોહી ને રોકવા માટે પણ કાળી હળદરનો લેપ લગાવવો ઘણો અસરકારક છે. કોઈ ઘાવ કે મચકોડ માં લેપની જેમ લગાવવાથી ઘણો આરામ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…