આજની મોંઘવારીએ આપણા એનર્જીના સ્ત્રોત રૂપ ગણાતા લીંબુને પણ નથી છોડ્યા. ગરમીથી રાહત મેળવી હોય કે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય, દરેક સ્થિતિમાં લીંબુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. એ આપણા ખોરાક નો એક મુખ્ય ભાગ માનવામાં આવે છે. પરંતુ આ દિવસોમાં લીંબુના ભાવ આસમાન ને આંબી ગયા છે. એવામાં મધ્યમ વર્ગીય પરિવાર માટે લીંબુ ને પોતાના ડાયટમાં સામેલ કરવું અત્યંત કઠિન છે. તેથી જો તમે લીંબુના વધતા ભાવથી ચિંતિત હોવ તો પરેશાન ન થશો.
તમે લીંબુ ની જગ્યાએ અન્ય વસ્તુઓનું સેવન કરીને શરીરમાં વિટામીન સી કે લીંબુ થી મળતા અન્ય પોષક તત્વોની કમી પૂરી કરી શકો છો. આજે આ લેખમાં અમેં લીંબુના વધતા ભાવને ધ્યાનમાં રાખતા લીંબુના અન્ય સારા વિકલ્પ લઇને આવ્યા છે, જેનાથી તમે વિટામીન સી ની કમી પૂરી કરી શકો છો. આવો જાણીએ વિસ્તારપૂર્વક.
1. સંતરા:- જો તમે લીંબુના વધતા ભાવને લઇને ચિંતિત છો તો પરેશાન ન થશો, આ દિવસોમાં તમે લીંબુ ની જગ્યાએ સંતરાનું સેવન કરી શકો છો. સંતરામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. તેના સેવનથી શરીરની ઇમ્યુનિટી પણ બૂસ્ટ થાય છે. સંતરાનુ જ્યુસ લીંબુનો એક સારો વિકલ્પ બની શકે છે.
2. કીવી:- કીવી વિટામિન સી નો સારો વિકલ્પ છે. જો તમે લીંબુના વધતા ભાવના કારણે શરીરમાં વિટામિન સી ની પૂરતી નથી કરી શકતા તો, કીવી ને તમારા ડાયટમાં સામેલ કરો. કીવી નું સેવન કરવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થાય છે. આ એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ જેવા ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે.
3. કેરી:- ઉનાળામાં કેરીનું સેવન ખૂબ જ સ્વાસ્થ્યકારી માનવામાં આવે છે. કેરી પાકી હોય કે કાચી દરેક રૂપમાં વિટામિન સી થી ભરપૂર હોય છે. સ્વાદમાં મીઠી અને ખાટી કેરી તમે ભરપૂર રૂપે તમારા આહારમાં સામેલ કરી શકો છો. આ સિઝનમાં તમને ખૂબ જ સરળતાથી કેરી મળી રહેશે. સાથે જ આ એકદમ સસ્તી પણ હોય છે.
4. પપૈયું:- દરેક ઋતુમાં સરળતાથી મળતું ફળ પપૈયું સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર હોય છે. તેના સેવનથી તમારું પાચન તંદુરસ્ત રહે છે. સાથે જ આ શરીરમાં વિટામિન સી ની કમીને પણ દૂર કરે છે. એટલું જ નહીં નિયમિત રૂપે પપૈયાનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી ની કમીને કરશે દૂર શકાય છે.
5. સ્ટ્રોબેરી:- વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. તેની સાથે જ તેનો સ્વાદ પણ ઘણા લોકો પસંદ કરે છે. જો તમે લીંબુનો સારો વિકલ્પ શોધી રહ્યા હોવ તો સ્ટ્રોબેરીને તમારા આહારમાં સામેલ કરી શકો છો. આના સેવનથી શરીરમાં વિટામિન સી ની કમી પૂરી કરી શકાય છે. એટલું જ નહીં આ તમારા શરીરની અન્ય સમસ્યાઓને પણ દૂર કરવામાં અસરકારક છે. સાથે જ આનાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે.
6. અનાનસ:- લીંબુના શ્રેષ્ઠ વિકલ્પ ના રૂપ માં તમે અનાનસ એટલે કે પાઈનેપલ ને પણ તમારા આહારમાં સામેલ કરી શકો છો. અનાનસ વિટામિન સી ની સાથે સાથે કેટલાક અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેના સેવનથી શરીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી વગેરેની કમી પૂરી કરી શકાય છે.
આના સિવાય તમે લીંબુના વધુ સારા વિકલ્પ તરીકે જામફળ, બ્રોકોલી, કેળા, લીલું મરચું, લાલ મરચું અને કેપ્સિકમ જેવા ખોરાક પસંદ કરી શકો છો. આ દરેક આહાર વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારી શરીરને કાયમ રાખશે એકદમ ફીટ અને તંદુરસ્ત.