ચોમાસુ પોતાની સાથે બીમારીઓની ફોજ લઈને આવે છે. આમાં વાયરલ સંક્રમણ, એલર્જી, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવી મોસમી બીમારીઓનો સમાવેશ હોય છે. એટલું જ નહીં ચોમાસા દરમિયાન હવામાં ઘણો ભેજ હોય છે જે તમારા પાચનને ધીમું કરીને પાચન સંબંધિત સમસ્યાઓમાં વધારો કરે છે. એવામાં પાચન અને મોસમી બીમારીઓથી દૂર રહેવા માટે ફળોનું સેવન ઘણું સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.
ફળોનું સેવન કરવાથી પાચનને સ્વસ્થ રાખી શકાય છે. આ ઈમ્યુનિટી બુસ્ટ કરવા માટે અસરકારક છે. જોકે ધ્યાન રાખવું કે ચોમાસામાં ફળોનું સેવન સમજી વિચારીને કરવું જોઈએ. તો આવો જાણીએ ચોમાસાની ઋતુમાં કયા ફળોનું સેવન કરી શકાય.
ચોમાસામાં કયા ફળ ખાવા જોઈએ:- ચોમાસામાં આપણને એવા આહાર ખાવાની સલાહ આપવામાં આવે છે જે આપણી ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં અસરકારક હોય. આ ઋતુમાં એવા ફળોને તમારા આહારમાં સામેલ કરવાની જરૂરિયાત હોય છે જે ઇમ્યુનિટી પાવરને બુસ્ટ કરવામાં અસરકારક હોય.
1) ચેરી:- ચેરી એક મોસમી ચોમાસુ ફળ છે.જે એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ સંક્રમણથી લડવા અને સોજા ને દૂર કરવામાં ફાયદાકારક છે.
2) લીચી:- ચોમાસામાં લીચીનું સેવન કરી શકાય છે. આ ફાઇબરથી ભરપૂર હોય છે જે એસિડિટી અને અપચાની સમસ્યાને દૂર કરે છે. લીચીમાં હાજર વિટામિન સી શરદી કફ થી બચાવ કરે છે. આ ફળ ચોમાસામાં થતી ત્વચા સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. આનાથી તમે ખીલ ફોલ્લીઓ વગેરેને દૂર કરી શકો છો.
3) સફરજન:- સફરજન વિટામીન એ, બી 1 બી 2 અને સી, ફોસ્ફરસ, આયોડિન, કેલ્શિયમ અને આયર્ન જેવા ખનીજોથી સમૃદ્ધ સ્ત્રોત છે ચોમાસામાં આનુ સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય હેલ્દી રહે છે. આખા વર્ષ દરમિયાન આનું સેવન સ્વાસ્થ્યવર્ધક રાખે છે. આ શરીરના લગભગ દરેક ભાગ માટે મદદરૂપ હોય છે.
4) નાસપતિ:- નાસપતિ વિટામીન સી થી ભરપૂર હોય છે, જે ઇમ્યુનિટી વધારવા માટે મહત્વપૂર્ણ પોષક તત્વ છે. આ ચોમાસાની ઋતુમાં વિશેષ રૂપે મદદરૂપ થાય છે કારણ કે એક નાસપતિ તમારા દૈનિક આહારમાં જરૂરી વિટામીન સી નો લગભગ 12% ભાગ પૂરતી કરે છે.
5) જાંબુ:- જાંબુ દરેક ઋતુમાં ખાવું તમારા માટે સ્વાસ્થ્યવર્ધક છે. પરંતુ આ ચોમાસામાં થતા ગેસ્ટ્રિક રોગોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જાંબુમાં ફોલેટ, પોટેશિયમ, આયર્ન જેવા વિટામીન ભરપૂર પ્રમાણમાં હાજર હોય છે જે તમારા માટે ઘણું હેલ્દી બની શકે છે.
6) લીલા આલુ કે પ્લમ:- લીલા આલુનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી બની શકે છે. આ ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં અસરકારક છે. આના સેવનથી કબજિયાત સંબંધિત સમસ્યાઓ દૂર કરી શકાય છે. લીલા આલુમાં હાજર પોષક તત્વો જેવા કે ફાઇબર, તાંબુ, પોટેશિયમ, વિટામિન સી અને વિટામીન કે સ્વાસ્થ્યવર્ધક બનાવી રાખે છે.
7) દાડમ:- દાડમ અનેક પ્રકારના જરૂરી પોષક તત્વો અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે અનેક પ્રકારની બીમારીઓથી બચાવે છે. આના સેવનથી તમે ઇમ્યુનિટીને બુસ્ટ કરી શકો છો. આ રોગપ્રતિકારક ક્ષમતા માં સુધારો કરવાનો ગુણ ધરાવે છે. દાડમના ફળમાં હાજર વિટામીન બી લાલ રક્ત કોષિકાઓના ઉત્પાદનમાં વધારો કરે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન માં સુધારો કરી શકાય છે.
ચોમાસામાં તમે આ ફળોનું સેવન કરી શકો છો જો કે એ વાતનું ધ્યાન રાખવું કે જો તમને આ ફળો માંથી કોઈપણ ની એલર્જી હોય તો એક્સપર્ટની સલાહ લીધા બાદ જ આનું સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay