કપૂર અને ઘી નું મિશ્રણ સ્વાસ્થ્ય ને કેટલાય પ્રકારના લાભ પ્રદાન કરે છે. આ મિશ્રણ માથાના દુખાવાથી લઈને ત્વચા સંબંધી દરેક સમસ્યાઓ માં અસરકારક નીવડે છે. કપૂર અને ઘી ના મિશ્રણ ના આ 11 સમસ્યાઓના સરળ અને ઘરગથું ઉપાયો છે. ઘરે કપૂર અને ઘીનો દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ બને છે. તેના શિવાય તમે ચેહરા પર કપૂર અને ઘી નું મિશ્રણ લગાવો તો સઁક્રમણ દૂર કરી શકાય છે. તો આવો જાણીએ તેના ફાયદા.
કપૂર માં હાજર ગુણ:- ઘરમાં પૂજા પાઠ દરમિયાન કપૂર નો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. આની સુગંધથી ઘરમાં શાંતિભર્યું વાતાવરણ લાગે છે. વધુ માત્રામાં પરાગ વાળુ કપૂર શ્રેષ્ઠ માનવામાં આવે છે આયુર્વેદ પ્રમાણે કપૂર નો કટુ, મધુર,અને તિક્ષ્ણ સ્વભાવ હોય છે. તે શરીરમાં પાચન ની રીતે કામ કરે છે. આ સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી છે. કપૂર હલકુ તીખું અને સુગંધિત હોય છે આંખો ને શાંત કરવા માટે ઘણો ફાયદાકારક છે
ઘી માં હાજર ગુણો:- આયુર્વેદમાં ઘીને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. આનો ઉપયોગ નજલા થી માંડીને આંખોની થકાવટ દૂર કરવા માટે થાય છે. ઘી માં વિટામિન ઈ, ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટી એજિંગ ગુણ હાજર હોય છે. સ્કિન ને કોમળ બનાવી રાખવામાં તમારી મદદ કરે છે.
કપૂર અને ઘીનો એકસાથે ઉપયોગ કરવાથી થતા ફાયદા:- કપૂર અને ઘીનો એકસાથે ઉપયોગ કરવાથી કેટલીક પરેશાનીઓ દૂર કરી શકાય છે. વિશેષરૂપે માથાના દુખાવામાં ઘણી જ રાહત મળે છે. તેના સિવાય તેનાથી શરીરને ઘણાં જ ફાયદા થાય છે જેવા કે
1. સાઇનસમાં થતી સમસ્યાથી આપે આરામ:- કપૂર અને ગાયના ઘીને સૂંઘવાથી સાઇનસની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. તેના માટે એયર ડીફ્યુઝર માં ઘી અને કપૂર નું મિશ્રણ મેળવીને ઘરમાં રાખો તેનાથી તમને ઘણુ આરામદાયક મહેસુસ થશે.
2. અનિદ્રાની સમસ્યા દૂર કરવામાં અસરકારક:- જો તમને ઊંઘ ન આવતી હોય તો કપૂર અને ઘીનો દીવો પ્રગટાવીને તમારા રૂમ માં મુકો. તેનાથી તમારા મગજમાં શાંતિ મળશે અને શરીરમાં બ્લડ સરક્યુલેશન સરસ થશે જેના કારણે એકદમ આરામદાયક ઊંઘ આવી જાય છે.
3. મચ્છરોને ભગાડવામાં લાભકારી:- કપૂર અને ઘી નું મિશ્રણ મચ્છરોને ભગાડવામાં ઘણુ ઉપયોગી છે. ઘી અને કપૂર નું મિશ્રણ તમારા શરીર પર લગાવી દો આમ કપૂરની સુગંધથી મચ્છર તમારાથી દૂર રહેશે. તેના સિવાય તમે કપૂર દાની મા ઘી અને કપૂરને મેળવીને રાખી દો તેની સુગંધથી મચ્છર નહીં આવે.
4. સોજામાં રાહત થાય છે:- જો તમને વાગવાના કારણે સોજો આવી ગયો હોય તો કપૂર અને ઘીના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો તેના માટે કપૂરને ગાયના ઘી માં મિક્સ કરીને જ્યાં સોજો આવ્યો છે તે જગ્યા પર લગાવો. હવે તેને એક કપડાથી બાંધી લો. સવાર સુધીમાં સોજામાં રાહત મળશે.
5. ખીલ ને દૂર કરે છે:-સ્કિન માં ખીલ ની સમસ્યા દૂર કરવા તમે કપૂર નો ઉપયોગ કરી શકો છો. કપૂર અને ઘી ના મિશ્રણ થી સ્કિન પર થયેલા ખીલ થી છુટકારો મળે છે. તેના માટે એક ચમચી ગાય નુ ઘી લો તેમાં ચપટી કપૂર મેળવીને તમારા ચહેરા પર લગાવો. ત્યાર બાદ હળવા હાથે માલીસ કરો. તેને આવીજ રીતે આખી રાત રહેવા દો. થોડા દિવસ આમ કરવાથી ચહેરા પરથી ખીલ દૂર થઈ જશે.
6. આધાસીસી મટાડવામાં અસરદાર:- માથાનો દુખાવો કે આધાશીશી ને દુર કરવા કપૂર અને ઘી નું મિશ્રણ લાભદાયક છે તેના માટે કપૂર અને ઘીના મિશ્રણને એયર ડિફયુઝર માં કે દીવો પ્રગટવીને તમારી આસપાસ રાખી શકો છો.
7. ઉલ્ટી અને ઉબકા માં અસરકારક:- ઉલ્ટી જેવું મહેસુસ થાય ત્યારે કપૂર અને ઘી નો ઉપયોગ કરો. આનો ઉપયોગ કરવાથી ઉલ્ટી જેવું મહેસુસ થવાનું બંધ થશે. તો આ સમસ્યા માંથી પણ છુટકારો મળે છે.
8. ફાટેલી એડીઓ ની સમસ્યા દૂર કરે:- ફાટેલી એડીઓની સમસ્યા દૂર કરવા માટે કપૂર અને ઘી નુ મિશ્રણ લાભકારી છે. તેના માટે એક ગોળી કપૂર અને એક ચમચી ગાયનું ઘી મેળવો. હવે આમાં થોડું વિટામિન ઈ મેળવો. આને સરસ રીતે મેળવીને એડીયો પર લગાવો. આનાથી તમને ફાટેલી એડીઓ માંથી છુટકારો મળશે.
9. રક્ત સંચાર માટે અસરદાર:- કપૂર અને ઘી નુ મિશ્રણ રક્ત સંચાર શ્રેષ્ઠ કરવા માં અસરદાર છે. તેના માટે કપૂર અને ઘી ના મિશ્રણ ને હોઠ ની આસપાસ લગાવો. તેની સુગંધથી રક્ત સંચાર સરસ રીતે થશે. તેના સિવાય માશપેશીયો ના દુખાવામાં પણ કપૂર નો ઉપયોગ કરી શકો છો.
10. માથાના દુખાવામાં આપે રાહત:- વારંવાર માથાના દુખાવાની સમસ્યા થાય ત્યારે કપૂરને પીસીને તેમાં થોડું ગાયનું ઘી મિક્સ કરીને માથા પર લગાવો. આનાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. અને તમે પોતાને એકદમ હળવા મહેસુસ કરશો.
11. ગેસની સમસ્યા દૂર કરે:- કપૂર અને ઘી નુ મિશ્રણ તમારા માટે ફાયદાકારક છે જ. પરંતુ તેનો ઘરગથ્થુ ઉપાય અપનાવ્યા બાદ પણ તમારી સમસ્યા વધી રહી હોય તો ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી. કદાચ આ થોડા સમય માટે રાહત આપી શકે છે, તેથી જો તમે કપૂર અને ઘી નો ઉપયોગ કરી રહ્યા હોય તો ડોક્ટર ની સલાહ જરૂરથી લેશો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay