ફટકડી અને હળદર દરેક ઘરોમાં ઉપયોગમાં લેવાતી સામાન્ય વસ્તુ છે. જેના ઘણા બધા ઔષધીય ગુણ હોય છે. હળદર અને ફટકડી બંનેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. તેથી જ ઘણા બધા ઘરો માટે તેનો ઉપયોગ પુરુષો શેવિંગ કર્યા બાદ આફ્ટર શેવ ના સ્વરૂપમાં કરે છે.લોહી નીકળે ત્યારે આપણે હળદર અને ફટકડીને ઉમેરીને ઘા ઉપર લગાવીએ છીએ તેનાથી ઘા જલ્દી ભરાઈ જાય છે. તેમાં ઉપસ્થિત એન્ટીબેક્ટેરિયલ ગુણ બેક્ટેરિયાનો નાશ કરે છે. ઘણી વખત આપણને સ્નાયુ નો દુખાવાની સમસ્યા થાય છે એવી પરિસ્થિતિમાં તમે હળદર અને ફટકડીના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો આવો જાણીએ ફટકડી અને હળદર ના લાભ.
ફટાકડી અને હળદરના ફાયદા:-
1 યુરીન ઇન્ફેકશનમાં મદદરૂપ:- યુરીન ઇન્ફેકશનની સમસ્યા માટે ફટકડીના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. દરરોજ ફટકડીના પાણીથી પ્રાઈવેટ પાર્ટને સાફ કરવાથી ઇન્ફેક્શનનું જોખમ દૂર થઈ જાય છે, તેની સાથે જ તમે તેમાં એક ચપટી મીઠું પણ ઉમેરી શકો છો.
2 દાંતના દુખાવામાં મદદરૂપ:- જ્યારે પણ આપણને દાંતનો દુખાવો થાય ત્યારે આપણે ખૂબ જ હેરાન થઈ જઈએ છીએ.દાંત નો દુખાવો દરેક લોકોને ખૂબ જ પરેશાન કરે છે. તેમાં તમારા દાંતજ નહી પરંતુ ચહેરાના બીજા ભાગમાં પણ દુખાવો થવા લાગે છે.આ દુખાવાથી છુટકારો મેળવવા માટે તમે ફટકડી અને હળદરનો ઉપયોગ કરી શકો છો. તેની માટે ફટકડીને પાણીમાં ગરમ કરીને એક ચમચી મીઠું અને હળદર ઉમેરીને મોંમાં ભરીને થોડી વાર માટે રહેવા દો અને ત્યારબાદ તેના કોગળા કરો. તેનાથી તમને દુખાવામાં ખૂબ જ રાહત મળશે.
3 દમ અને ખાંસી ને દૂર કરે:- ફટકડી અને હળદરનું મિશ્રણ દમ અને ખાંસી માટે ખૂબ જ ઉપયોગી હોય છે. ફટકડી નો ઉપયોગ માઉથવોશ ના રૂપમાં બેક્ટેરિયાને દૂર કરવા માટે કરી શકાય છે. ખરેખર તો ફટકડી એલ્યુમિનિયમ પોટેશિયમ સલ્ફેટ જોવા મળે છે. ફટકડી પાણીમાં એક ચપટી હળદર ઉમેરીને તેને થોડું ગરમ કરો અને ત્યારબાદ તેના કોગળા કરવાથી ગળાને આરામ મળે છે અને કફની સમસ્યામાં પણ રાહત થાય છે.
4 પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે:- ઘણા લોકોનો પરસેવો ખૂબ જ દુર્ગંધ મારે છે, એવામાં બેક્ટેરિયાથી છુટકારો મેળવવા માટે ફટકડીનો પાઉડર બનાવીને રાખો. ત્યારબાદ નાહવા જતી વખતે ફટકડી પાવડર નાખીને તેનાથી સ્નાન કરો. આમ કરવાથી દુર્ગંધ દૂર થઈ જશે.
5 ચહેરાની કરચલી દૂર કરવામાં મદદગાર:- ચહેરાની કરચલીઓને દૂર કરવા માટે ફટકડી અને હળદરનું મિશ્રણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તમે તેને અલગ અલગ અથવા એક સાથે તેનો ઉપયોગ કરી શકો છો. તમે ઈચ્છો તો ઠંડા પાણીમાં ફટકડી નાખો ત્યારબાદ ચપટી હળદર નાખો. અને ફટકડીને મોટા ટુકડામાં લઈને ચહેરા ઉપર સારી રીતે ઘસો તે સ્કિન ચોખ્ખી કરવામાં આપણી ખૂબ જ મદદ કરે છે.
6 ઘાવ ભરવામાં મદદરૂપ:- ઘા ને ભરવા માટે આપણે ખાસ કરીને હળદરનો લેપ લગાવીએ છે. પરંતુ શું તમે જાણો છો કે હળદર અને ફટકડી ના ઉપયોગ થી ઘા ખૂબ જ જલ્દી ભરાઈ જાય છે. તેની માટે તમે જે જગ્યાએ વાગ્યું છે ત્યાં ફટકડી અને હળદર તથા સરસવના તેલનો લેપ લગાવો તેનાથી ઘા જલ્દી ઠીક થવામાં મદદ મળશે.
હળદર અને ફટકડીના બીજા ઉપયોગ:-
1 – હળદર પાવડર અને ફટકડીના પાણીમાં અમુક ટીપાં ઉમેરીને તમે સ્નાયુઓના દુખાવામાં પણ ઉપયોગ કરી શકો છો. આ બધી વસ્તુને ઉમેરીને ફટકડી ના ટુકડાને દુખાવાના સ્થાન ઉપર લગાવો અને તેને સૂકાવવા દો. તેનાથી દુખાવામાં આરામ મળે છે. તેને તમે બેથી ત્રણ દિવસ ટ્રાય કરી શકો છો.
2 – ફટકડી અને હળદરના ગુલાબ જળ અથવા પાણીની સાથે ઉમેરીને પેસ્ટ બનાવો અને તેને દસ મિનિટ માટે તમારા ચહેરા ઉપર લગાવી ને ત્યાર બાદ ધોઈ કાઢો. તેનાથી તમારો ચહેરો સાફ અને નિખારવાન થઈ જશે. તે સિવાય અઠવાડિયામાં ત્રણ દિવસ તમે ફટકડીના પાણીથી મોં ધોઈ શકો છો.
3 – ફટકડી અને હળદરમાં બે ટીપા પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવો. હવે તેને જ્યાં વાગ્યું હોય તે જગ્યા ઉપર લગાવો તેનાથી તમારું લોહી વહેતું રોકાઈ જશે અને તમારો ઘા ખૂબ જલદી સારો થઈ જશે. તેમાં રહેલ એન્ટીબેક્ટેરિયલ ગુણ ઘા ને જલ્દી ભરવામાં મદદ કરે છે.
4 – ફટકડીનો ઉપયોગ પીવાના પાણીને સાફ કરવા માટે પણ કરી શકાય છે. પીવાના પાણીમાં આખી રાત ફટકડીના અમુક ટુકડા નાખીને રહેવા દો રાત્રે તે પાણીને સાફ કરે છે અને તેની દરેક ગંદકી પાણીના તળિયે બેસી જાય છે.
5 – ગળાની ખરાશ અને કફને મટાડે ગળાની ખરાશને કફ નક્કી કરવા માટે ફટકડીના પાણીમાં એક ચપટી મીઠું અને હળદર ઉમેરો ત્યારબાદ આ મિશ્રણને થોડું ગરમ કરો અને તેના કોગળા કરો. તેને તમે દિવસમાં બે વખત કરી શકો છો. તે સિવાય ખાંસીમાં પણ તમે ફટકડી અને મધનું સેવન કરી શકો છો.
ફટકડી અને હળદર થી થતા નુકસાન:- ફટકડીનો વધુ ઉપયોગ તમારી માટે નુકશાનદાયક હોઈ શકે છે. ફટકડી માં એલ્યુમિનિયમ પોટેશિયમ સલ્ફેટ હોય છે તેનો શુક્રાણુ ઉપર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે. તે સિવાય ગર્ભવતી મહિલાઓ અથવા સ્તનપાન કરાવતી માતાઓ ને ફટકડીનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઈએ. તે સિવાય જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો ફટકડીનો ઉપયોગ કરતા પહેલા ડોકટર પાસે જરૂર સલાહ લો.