પુરુષોને રોજિંદા જીવનનો તણાવ, ધુમ્રપાન કે ડ્રિન્કીંગ ની ખરાબ આદતના કારણે તેમના વૈવાહિક જીવનમાં ખરાબ અસર પડે છે. પુરુષોની એવી ઘણી મુશ્કેલીઓ હોય છે, જે તેઓ નથી ડોક્ટર ને કહી શકતા કે નથી મિત્રોને કહી શકતા. પરંતુ આ લેખના માધ્યમથી અમે તેમની સમસ્યાનું નિદાન જણાવીશું. એવા કેટલાય ફળ અને શાકભાજી હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભ પ્રદાન કરે છે. એવું જ એક શાકભાજી કોળું છે જેના બીજ ના ફાયદા વિશે અમે તમને જાણકારી આપીશું.
આપણે કોળું તો ખાઈએ જ છે પરંતુ તેના બીજ ફેંકી દઈએ છીએ. જો તમે બીજ ફેકતા હોવ તો હવેથી એવું ન કરતા. કેટલાક ફળ અને શાકભાજીના બીજ પણ સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક હોય છે. આ બીજનું નિયમિત સેવન કરવાથી પુરુષો માટે અતિ લાભકારક સાબિત થાય છે. તથા અનેક ગંભીર બિમારીઓથી બચી શકાય છે.
કોળામાં કયા તત્વો ઉપલબ્ધ હોય છે:- કોળામાં કોપર, વિટામિન બી6, ફાઇબર, વોલેટ, મેગ્નેશિયમ, વિટામિન ઈ, વિટામિન એ, વિટામિન સી અને પોટેશિયમ વગેરે પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. કોળા નું સેવન કરવાથી ઇમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ થાય છે, વાળ અને ત્વચાની સુંદરતામાં ફાયદો થાય છે. કોળાનાં બીજમાં વિટામિન કે અને વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બીજ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર હોય છે જે ફ્રી રેડિકલ્સથી બચાવીને શરીરની કેટલીય બીમારીઓ ને દૂર રાખે છે.
પુરૂષો માટે ફાયદાકારક:- કોળાનું શાક સ્વાદિષ્ટ લાગે છે પરંતુ તેના બીજ પુરુષો ના યૌન સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પુરૂષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ ને મજબૂત કરવા તથા તંદુરસ્ત હોર્મોન્સ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા માટે કોળાના બીજનું સેવન કરવું જોઈએ. એક શોધ પ્રમાણે કોળાના બીજ ખાવાથી પુરૂષોની પ્રોસ્ટેટની હેલ્થ તંદુરસ્ત રહે છે, જે તેમના યૌન સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે. કોળા માં ઝીંક ની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. એટલા માટે આનું સેવન કરવાથી શુક્રાણુઓની ગુણવત્તા શ્રેષ્ઠ બને છે.
કયા સમયે ખાવા કોળાના બીજ:- એક શોધ પ્રમાણે કોળા બીજમાં ઈન્સ્યુલિનની માત્રાને સંતુલિત કરવામાં મદદ કરે છે. એવામાં આ બીજ ડાયાબિટીસના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક બને છે. સુકાયા બાદ શેકેલા કોળાના બીજ ને નાસ્તા ના રૂપમાં ખાઈ શકાય છે. આનુ સેવન કરવાથી તણાવ મુક્ત રહેવાય છે. તેના સિવાય સુતા પહેલા કોળા ના બીજનું સેવન કરી શકાય છે આને ખાવાથી ઊંઘ સારી અને જલદી આવે છે.
કોળા ના બીજ ના ફાયદા:-
1. પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે:- કોળા ના બીજમાં પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફાઇબર, ઝીંક અને સેલેનિયમ ઉપલબ્ધ હોય છે જે શરીરના ફ્રી સેલ ડેમેજ થી બચાવે છે. સેલેનિયમ પુરુષોને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવે છે.
2. ઈમ્યુનિટી સિસ્ટમ શ્રેષ્ઠ બનાવે:- કોળાના બીજ શરદી, ઉધરસ, કફ અને વાયરલ જેવા સંક્રમણથી બચાવે છે. ઝીંક ઈમ્યુનિટી સિસ્ટમને શ્રેષ્ઠ બનાવવામાં અસરકારક હોય છે, કોળાના બીજ ઝીંક થી ભરપૂર હોય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay