આજ નુ ખાન-પાન રહેણીકરણી અને ઋતુમાં બદલાવને કારણે તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આપણા સ્વાસ્થ્ય માટે આપણે હંમેશા ચિંતિત રહીએ છીએ. તેમાય વાળ અને ત્વચા માટે આપણે વિશેષરૂપે ધ્યાન આપીએ છીએ. આપણે સુંદર અને બેદાગ ત્વચા માટે બહાર મળતાં અતિ ખર્ચાળ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ. આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવા છતાંય તેની કોઈ અસર વર્તાતી નથી. પરંતુ ક્યારેક તેની આડઅસર પણ થાય છે. તેનાથી ક્યારેક ત્વચા પર લાલ ફોલ્લીઓ અથવા રેસીસ પણ થાય છે. પરંતુ શું તમે જાણો છો મગફળીનું સેવન કરવાથી શરીરમાં કેટલાય પ્રકારના લાભ થાય છે.
તેના ઉપયોગથી ત્વચામાં નિખાર આવી જાય છે અને વાળ ચમકદાર બને છે, મગફળી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે.સાથે જ આમાં પ્રોટીન, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, કેલરી,આયર્ન, સોડિયમ,પોટેશિયમ,કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે. તમે મગફળીનો ફેસપેક બનાવીને તમારા ચહેરા પર લગાવી શકો છો. આ ફેસપેક દ્વારા સ્કીન સંબંધિત અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. વાળ માટે તમે મગફળીના તેલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળ લાંબા અને ચમકદાર બને છે. સાથે જ વાળ ખરતા અટકે છે. આવો ત્વચા અને વાળ માટે મગફળી ના ફાયદા અને ઉપયોગ કરવાની રીત વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
વાળ અને ત્વચા માટે મગફળી ના ફાયદા:-
1. વાળ ખરતા અટકાવે:- મોટાભાગના લોકો ખરતા વાળથી ખૂબ જ પરેશાન હોય છે. નિરંતર વાળ ખરવાના કારણે તમારા વાળ પાતળા અને શુષ્ક બની જાય છે.પરંતુ મગફળીના ઉપયોગથી તમારા વાળ ખરતા અટકે છે. સાથે જ વાળ નું બે મોઢાપણું પણ દૂર થાય છે.
કેવી રીતે કરવો ઉપયોગ:- આના માટે તમે મગફળીના તેલમાં નારિયેળનું તેલ મેળવીને વાળમાં લગાવી શકો છો. આનાથી તમે સારી રીતે મસાજ કરીને વાળને માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો.આનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
2. વાળ ના વિકાસ માટે મદદરૂપ:- વાળ માટે મગફળી ખૂબ જ ફાયદાકારક છે. મગફળીનું તેલ વાળમાં લગાવવાથી તમારા વાળ ચમકદાર અને ઘેરા બને છે. સાથે જ ડેન્ડ્રફની સમસ્યાથી પણ છુટકારો મળે છે. વાળ ના વિકાસ માટે બાયોટિન અતિ આવશ્યક છે. જે મગફળીમાં ભરપૂર પ્રમાણમાં હોય છે.
કેવી રીતે કરવો ઉપયોગ:- મગફળી ના તેલ ને પાણીમાં મેળવીને નહાવાથી તમારા વાળ ખૂબ જ મજબૂત બને છે અને ઝડપથી વાળ વધે છે. આનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે વાર કરી શકો છો.
3.ત્વચાને હેલ્ધી બનાવે:- મગફળી ત્વચા ને હેલ્ધી અને સુંદર બનાવવામાં મદદ કરે છે. આ ત્વચાના છિદ્રોને સાફ કરે છે અને શાંત કરવામાં મદદ કરે છે જેનાથી ખીલ અને ફોલ્લીઓ ની સમસ્યા નથી થતી. આના ઉપયોગથી કોઈ પણ પ્રકારની નુકસાનકારક પ્રતિક્રિયા થતી નથી. આ ત્વચાને અંદર થી સાફ કરે છે અને પોષણ પ્રદાન કરે છે.
કેવી રીતે કરવો ઉપયોગ:- ત્વચા પર મગફળીનો ઉપયોગ કરતા પહેલા ત્વચા ને સારી રીતે સાફ કરીને ધોઈ લેવી. મગફળીને રાત્રે પલાળીને ફુલવા દેવી. આનો પેક બનાવવા માટે એક ચમચી મધ, એક ચમચી દૂધ અને બે ચમચી કાચી મગફળી ની પેસ્ટ ને સરસ રીતે મેળવી લો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવી લો. 30 મિનિટ પછી ધોઈ લો.આનો ઉપયોગ અઠવાડિયામાં એક વાર કરવો. આનાથી ચહેરો ખૂબ જ સુંદર અને દાગ રહિત નજર આવશે.
4. એન્ટી એજિંગ ગુણ:- મગફળીમાં બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. આમાં ઉપલબ્ધ પ્રોટીન કોશિકાઓના નિર્માણ માટે ખૂબ જ લાભકારી છે, જેનાથી ત્વચા એકદમ ટાઈટ રહે છે, અને ત્વચામાં લચીલાપણું નથી આવતું. આનું નિયમિત રૂપે સેવન કરવાથી ઉંમર વધવાની સાથે તમારી ત્વચા પર નિખાર આવે છે. તેના ઉપયોગથી તમારી ત્વચા પરની કરચલીઓ અને ફાઈન લાઈન્સ પણ ઓછી દેખાય છે.
કેવી રીતે કરવો ઉપયોગ:- ત્વચામાં તાજગી બનાવી રાખવા માટે તમે મગફળી અને સંતરા નો ઉપયોગ કરી શકો છો. મગફળીને દૂધ સાથે પીસીને તેની પેસ્ટ બનાવી લો. સંતરાને છોલીને તેની પેસ્ટ બનાવી લો. હવે મગફળીની પેસ્ટમાં સંતરાની પેસ્ટ મિક્સ કરી લો અને તેને ત્વચા પર લગાવો. આ પેસ્ટને 20 મિનિટ સુધી રહેવા દેવી અને ત્યારબાદ ઠંડા પાણીથી ત્વચા ધોઈ લેવી.
5. તડકાથી બચાવે:- ત્વચા પર મગફળી નો ઉપયોગ કરવાથી સૂર્ય કિરણોથી થતાં નુકસાનથી બચાવી શકાય છે. બીટા કેરોટીન અને એન્ટીઓક્સીડેન્ટ ત્વચાને સનબર્નથી બચાવે છે અને ત્વચા પર નિખાર લાવવામાં મદદરૂપ થાય છે સાથે જ મગફળીમાં ઉપલબ્ધ મેગ્નેશિયમ, વિટામિન અને ઝીંક તમારી ત્વચાને સ્વસ્થ બનાવી રાખે છે.
કેવી રીતે કરવો ઉપયોગ:- આના માટે તમે મગફળીના તેલના લીંબુના થોડાક ટીપા મેળવીને લગાવી શકો છો. સનબર્ન વાળી જગ્યા પર આ મિશ્રણને સરસ રીતે લગાવી લો અને થોડીવાર સુધી મસાજ કરો ત્યારબાદ ઠંડા પાણીથી ધોઈ લો.
સાવધાનીઓ:- આમ તો મગફળીના અનેક ફાયદા છે પરંતુ આનો વધુ પડતો ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે. આના વધુ પડતા ઉપયોગથી એલર્જીની સમસ્યા પણ થઈ શકે છે. જો તમને મગફળીની એલર્જી હોય તો ત્વચા પર રેસિસ કે ખંજવાળ ની પરેશાની થઇ શકે છે. એવામાં ત્વચા પર આનો ઉપયોગ કરતાં પહેલાં ત્વચા ની થોડી જગ્યામાં આનો ટેસ્ટ જરૂરથી કરી લેવો. તથા વાળમાં પણ સાવધાની પૂર્વક આનો ઉપયોગ કરવો. જો તમે કોઈ બીમારીગ્રસ્ત હોવ અથવા કોઈ દવા લઈ રહ્યા હોવ તો એક્સપર્ટની સલાહ લઈને જ આનો ઉપયોગ કરવો.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay