મિત્રો આજના જંક ફૂડના જમાનામાં અનેક પ્રકારની બીમારીઓ ઘેરી વળે છે. આવી બીમારીઓના કારણે શરીર કમજોરી નો અહેસાસ કરે છે અને કોઈપણ કાર્ય કુશળતા પૂર્વક કરી શકાતું નથી, તેથી આપણા વડીલો હંમેશા શાકભાજી ખાવાની સલાહ આપે છે. આવી શાકભાજીમાં એક પરવળ છે જેનો સમાવેશ આયુર્વેદની શ્રેણીમાં થાય છે. શાક માર્કેટમાં પરવળ ખૂબ જ જોવા મળે છે. લીલા રંગના પરવળ ના ગુણો વિશે મોટાભાગના લોકો નથી જાણતા. આમાં ઘણા બધા વિટામીન, મિનરલ પ્રાપ્ત થાય છે જે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી બની રહે છે. પરવળ નું સેવન તમે શાક, સૂપ અથવા સલાડ તરીકેલઇ શકો છો.
આમાં વિટામીન એ, વિટામીન b1, b2, વિટામિન સી, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આનો ઉપયોગ મૂત્ર સંબંધિત સમસ્યાઓ અને ડાયાબિટીસની સારવાર માટે મુખ્ય રૂપે કરવામાં આવે છે. તેના સિવાય આનાથી કબજિયાત, ત્વચાની સમસ્યા, પાચન સંબંધિત સમસ્યા, એજિંગ, કમળો વગેરે ને નિયંત્રિત કરવામાં અસરકારક છે. તો આવો આપણે આ પરવળ ના બીજા અન્ય ગજબના ફાયદા વિશે જાણીએ.
1) લોહીની શુદ્ધિ:- લોહીની શુદ્ધિ કરવા માટે આ અત્યંત ઉપયોગી માનવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે આ આપણા શરીરમાં લોહીને સાફ કરવામાં મદદ કરે છે અને ત્વચાની માવજત કરે છે. શરીરમાં લોહીની સફાઈ થવી અત્યંત જરૂરી છે જેનાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. પરવળ લોહીની શુદ્ધિ તો કરે જ છે પરંતુ તમારા રક્ત પ્રવાહને પણ સારું બનાવે છે.
2) પાચન:- પરવળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે સાચી રીતે પાચન માટે ખૂબ જ જરૂરી છે. તે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અને લીવરને પણ ઘણી સમસ્યાઓથી દૂર રાખે છે. તેના નિયમિત સેવનથી તમારું પાચનતંત્ર હંમેશા યોગ્ય રીતે કામ કરશે.
3) વૃદ્ધત્વ:- પરવળમાં એન્ટિઓક્સિડન્ટ, વિટામીન એ અને બી હાજર હોય છે. જે ફ્રી રેડીકલ્સના અણુઓને નિયંત્રિત રાખે છે અને વૃદ્ધત્વને પ્રક્રિયાને ઘટાડે છે.
4) કબજિયાત:- જો તમારા આંતરડામાં લાંબા સમય સુધી કચરો રહે છે, તો તે ઘણા રોગોનું કારણ બનવા લાગે છે, તેથી કબજિયાતની બીમારીને હળવાશથી ન લેવી જોઈએ. જો તમે કબજિયાતથી પીડાઈ રહ્યા હોવ તો પરવળના બીજ કબજિયાત દૂર કરવામાં મદદરૂપ બને છે.
5) બ્લડ સુગર:- જોકે બ્લડ સુગર એક લાઇફ સ્ટાઇલ અને વંશાનુગત થી જોડાયેલી બીમારી છે. પરંતુ ખાણી પીણી માં બદલાવ લાવીને તમે તેને કંટ્રોલ કરી શકો છો. જ્યારે પણ તમે પરવળ બનાવો છો તો તેના બીજને ફેંકવા નહીં. પરવળને તમારા ભોજનમાં રેગ્યુલરલી સામેલ કરો. આ તમારાં બ્લડ સુગર લેવલ ને નિયંત્રણ માં રાખશે.
6) વજન:- પરવળ માં કેલેરી અત્યંત ઓછી હોય છે. અને ફાઇબરથી ભરપૂર હોય છે. એવામાં જો તમે નિયમિત પરવળનું સેવન કરો છો તો આ તમારા ભોજનને વધારશે નહીં અને તમારા પેટને પણ ભરેલું રાખશે જેનાથી તમને જલ્દી ભૂખ નહીં લાગે.આ ફૂડ ક્રેવિંગ પણ ઘટાડે છે.
7) ઇમ્યુનિટી:- આયુર્વેદ પ્રમાણે પરવળ તમારી ઇમ્યુનિટી ને વધારે છે .આ બદલાતી ઋતુમાં થતી ઠંડી અને ફલૂ થી તમને દૂર રાખે છે.
8) કમળામાં:- લીવર માટે પરવળ ફાયદાકારક છે તેથી આ કમળાના ઈલાજ માટે પણ ઘણુ કામ આવે છે. આ લીવરના કાર્યોની ક્ષમતાને વધારે છે અને પાચનતંત્રમાં સુધાર કરે છે.
પરવળ ના અન્ય આયુર્વેદિક ઉપયોગ અને પ્રયોગ કરવાની રીત:-
- માથામાં દુખાવો થવા પર પરવળની જડ ને પીસીને માથા પર લગાવવાથી દુખાવામાં રાહત મળે છે.
- પરવળ ના પાનને ઘીમાં તળીને ખાવાથી આંખોની સમસ્યા દૂર થાય છે.
- હરપીસ રોગમાં પરવળના પાનને, મગની દાળ અને આમળાના રસ નો ઉકાળો બનાવીને પીવાથી દુખાવામાં રાહત મળે છે.
- ધાણા સાથે પરવળના પાન અને જડ ને સરખી માત્રામાં લઈને ઉકાળો બનાવો.આ ઉકાળાનું સેવન કરવાથી તાવ ઉતરી જશે.
.(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)