ડેન્ગ્યુનો તાવ દર્દનાક અને શરીરને કમજોર કરી દે છે. આ મચ્છર જન્ય બીમારી છે જે એડીસ નામના મચ્છર કરડવાથી થાય છે. અનુમાન પ્રમાણે 450 મિલિયન લોકો દર વર્ષે દુનિયાભરમાં ડેન્ગ્યુથી સંક્રમિત થાય છે. જો સમય રહેતા આના પર ધ્યાન આપવામાં ન આવે તો આ પ્રાણઘાતક પણ બની શકે છે. આ રોગમાં પ્લેટલેટ્સ ખૂબ જ ઝડપથી ઓછા થવા માંડે છે.
માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, તાવ આવવો વગેરે ડેન્ગ્યુ ના મુખ્ય લક્ષણ છે. ડેન્ગ્યુ પર નિયંત્રણ મેળવવા માટે હજુ સુધી કોઈ નિશ્ચિત દવા સામે આવી નથી. પરંતુ કેટલાક કુદરતી ઉપચારો ડેન્ગ્યુ થી બચવા માટે આપણી મદદ કરી શકે છે. આજે અમે તમને જણાવીશું કે પપૈયા ના પાન ડેન્ગ્યુ ની સારવાર માં કેવી રીતે ફાયદાકારક સાબિત થાય છે.
પપૈયા ના પાન થી ડેન્ગ્યુ ની સારવાર:- સામાન્ય રીતે પપૈયું એક ફળ ના રૂપે કેટલાય પ્રકારની બીમારીઓને દૂર કરવાની ક્ષમતા રાખે છે, પરંતુ આના પાન ઔષધિય ગુણોથી ભરપૂર છે. પપૈયાના પાનમાં પ્લેટલેટ્સ ને વધારવાની અદ્વિતીય ક્ષમતા હોય છે. સાથે જ આ એન્ટી મેલેરિયા ના ગુણોથી પણ ભરપૂર છે. આવી રીતે આ ડેન્ગ્યુ અને મેલેરિયા બંને થી લડવા માટે આપણી મદદ કરે છે. ડેન્ગ્યુની સારવાર માટે પપૈયા ના પાન ના ઉપયોગને લઈને કેટલાય પ્રકારની શોધ થઈ છે.
400 લોકો પર કરવામાં આવ્યો અભ્યાસ:- 400 ડેન્ગ્યુ ના દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો, જેમાંથી લગભગ 200 લોકોની સારવાર પપૈયા ના પાન થી કરવામાં આવી. જ્યારે બાકીના દર્દીઓ પર ડેન્ગ્યુનો સામાન્ય ઉપચાર કરવામાં આવ્યો. આ શોધ દ્વારા એવું જાણવા મળ્યું કે જે દર્દીઓ ને પપૈયા ના પાન ની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી તેમના પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યા હતા અને તેની સાઇડ ઇફેક્ટ પણ ખૂબ જ ઓછી હતી.
કેવી રીતે કરવો ઉપયોગ:- એડીસ મચ્છર ના કરડવાથી થતા ડેન્ગ્યુમાં પપૈયા ના પાન ના રસ નો ઉપયોગ દવા રૂપે કરવામાં આવે છે. પપૈયાના પાન ડેન્ગ્યુના તમામ લક્ષણોને નષ્ટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા મધ્યમ આકારના પપૈયાના કેટલાક પાન અડધા સુકવી લો. હવે આને ધોઈ ને ઓછામાં ઓછા બે લીટર પાણી સાથે ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી પાણી અડધું ના થઈ જાય. ત્યારબાદ આ મિશ્રણને ગાળી લો. આ રસનું સેવન કરવાથી ડેન્ગ્યુ રોગ માં ઘણો આરામ થાય છે.