ઘણા ફળ એવા હોય છે જે અમુક ઋતુમાં જ જોવા મળે છે. દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. અને આપણા સ્વાસ્થ્યને લગતી કેટલીય બીમારીઓ દુર કરે છે. એવું જ એક ફળ ગુંદા છે જે આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. તેનાથી દાંત નો દુખાવો, સોજો જેવી પાંચ સમસ્યાઓને દૂર કરે છે. આવો જાણીએ તેનો ઉપયોગ કરવાની રીત અને તેના ફાયદા.
ગુંદા થી શું ફાયદા થાય છે? તો તેના જવાબમાં ગુંદા ની મદદથી તમે મોઢા ના છાલા, ખીલ ની સમસ્યા, ખંજવાળ, સોજાની સમસ્યા, સંધિવાનો દુખાવો, પિરિયડસ નો દુખાવો, વાળ સફેદ થવાની સમસ્યા, રોગપ્રતિકારક ક્ષમતા વધારે, પેટના અલ્સર વગેરે સમસ્યાઓમાં રાહત મળે છે. ગુંદાનું ઝાડ હોય છે જેના ફળ, છાલ અને પાંદડાનો ઉપયોગ કરી શકાય છે. તમે ગુંદા નું સેવન અનેક રીતે કરી શકો છો, તેનાં પાંદડાના રસ નો ઉકાળો બનાવી શકાય છે, ફળના રસથી પણ ઉકાળો બનાવી શકાય છે, ગુંદાના છાલનો પાવડર નો કેટલાય રોગ માં ઉપયોગ કરી શકાય છે. ગુંદાનું અથાણું, શાક અને લાડુ પણ બનાવી શકાય. આ લેખમાં અમે ગુંદાના ઉપયોગ અને તેના ફાયદા વિશે ચર્ચા કરીશું.
1. દાંત નો દુખાવો દુર કરે છે ગુંદા:- ગુંદા ની મદદથી પેઢામાં સોજાની સમસ્યા દૂર કરી શકાય છે.મોઢામાં ચાંદા પડ્યા હોય તો તેના થી આરામ મળે છે. તમે ગુંદા ની છાલ નો પાવડર લો અને બે કપ પાણીમાં નાખીને ઉકાળો. તેનો ઉકાળો તૈયાર થઈ જાય એટલે તેનું સેવન કરો, તેનાથી દાંત નો દુખાવો દૂર થઇ જશે.
2. ખીલ થવા પર ઉપયોગ કરો ગુંદા:- ખીલની સમસ્યા દૂર કરવા માટે ગુંદા ફાયદાકારક માનવામાં આવે છે. તમે ગુંદા ના પાંદડા ને પીસીને કોઈ જીવજંતુ કરડ્યું હોય તો તેની પર લગાવી શકો છો. જે લોકોને ખંજવાળની સમસ્યા થાય તો તેઓ પણ ગુંદા નો ઉપયોગ કરી શકે છે. ખંજવાળ વાળી જગ્યા પર બીજને પીસીને લગાવવાથી ખંજવાળ દૂર થાય છે.
3. સોજો ઓછો કરવામાં મદદ કરે છે ગુંદા:- સોજો ઓછો કરવા માટે તમે ગુંદા ની છાલ નો પાવડર બનાવી લો અને કપૂર નાખીને તેનું મિશ્રણ તૈયાર કરો, ત્યારબાદ તેને સોજા વાળી જગ્યા પર લગાવો. તેનાથી સોજાની સમસ્યા દૂર થશે. ગુંદાનું અથાણું પણ બનાવીને ખાઈ શકાય છે. ગુંદા સ્વાદમાં મીઠા હોય છે, ગુંદાના ફળનો રસ સાંધા પર લગાવવાથી સંધિવા ના દુખાવામાં રાહત મળે છે. જે મહિલાઓને પીરિયડ્સના સમયમાં દુખાવો થાય છે તેઓ ગુંદાની છાલનો ઉકાળો પી શકે છે. આનાથી રાહત મળશે.
4. સમયથી પહેલા વાળ ખરવાની સમસ્યાને દૂર કરે છે ગુંદા:- ગુંદાના ફળનો રસ વાળમાં લગાવવાથી સમય પહેલાં પાકી જતાં વાળની સમસ્યા દૂર થાય છે. ગુંદાના ફળનો રસ તેલમાં મેળવીને લગાવી શકાય છે. માથામાં દુખાવો થવા પર પણ તમે ગુંદા નો ઉપયોગ કરી શકો છો. ગુંદાના પાનને પીસીને તેનો લેપ માથા પર લગાવી શકો છો આમ કરવાથી માથાનો દુખાવો દૂર થાય છે.
5. શરીરમાં તાકાત વધારે છે ગુંદા:- ગુંદા થી શરીરમાં તાકાત મળે છે. જો તમે ગુંદાના ફળને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી લો અને તેને બેસન અને ઘી સાથે મેળવીને લાડુ બનાવીને ખાવ તો શરીર માં તાકાત મળે છે. જે લોકોને ગળામાં ખરાશ થાય છે તેઓ પણ ગુંદા નો ઉપયોગ કરી શકે છે. તમારે ગુંદા ની છાલ નો પાવડર બનાવવાનો છે અને તેને બે કપ પાણીમા ઉકાળવાનો છે, આમાં તમે મધ અને કાળા મરી એડ કરો. જ્યારે પાણી અડધું રહે ત્યારે આ ઉકાળાને પી લો. આનાથી ગળું ઠીક થઈ જશે. એ સિવાય તેની છાલ ના પાણીના કોગળા કરવાથી પણ ગળામાં રાહત થાય છે.
ગુંદાના ફળમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનો ગુણ હોય છે, તેનાથી પેટના અલ્સર, યુરિનમાં બળતરા વગેરે સમસ્યાઓ દૂર થાય છે, જો તમને કોઈ બીમારી હોય તો આનું સેવન કરતાં પહેલાં ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.