દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. દરેક ફળ ને પોતાના આગવા ગુણ હોય છે. ફળના સેવનથી જ આપણે આપણી અનેક સમસ્યાઓને દૂર કરી શકીએ છે. એવું જ એક આ પીળા રંગનું ફળ અનેક પોષક તત્વોથી ભરપૂર છે. આ ફળ છે જરદાળુ. આ એક બીજ વાળું ફળ છે. અંગ્રેજી ભાષામાં એપ્રિકોટ નામથી ઓળખાય છે. જરદાળું માં કોપર, વિટામિન એ, વિટામિન ઈ, ફાઈબર અને પોટેશિયમ નો ખજાનો છે. આને ભારત અને પાકિસ્તાનમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ આર્મેનિયા પ્લમ છે.
જરદાળુ ખાવાના ફાયદા:- આંખોની રોશની વધારે છે. બળતરાથી લડવામાં ઉપયોગી. આ ફળમાં પોટેશિયમ, ફાયબર, વિટામિન એ અને કોપર નો સારો એવો સ્ત્રોત છે.
જરદાળુ ના પોષક તત્વ:- આમાં સ્વાસ્થ્ય માટે જરૂરી મિનરલ, વિટામિન અને અન્ય પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આ ફળ ફાઇબર, કોપર, પોટેશિયમ, વિટામિન ઈ અને વિટામીન-એ નો ખજાનો છે. આ ફળ સ્વાદમાં થોડું મીઠું અને થોડું કડવું હોય છે.
જરદાળું નું તેલ ખીલ-ફોડલીઓ અને ત્વચા સંબંધિત સંક્રમણ વગેરેને દૂર કરવામાં સહાયકારી છે. આનુ તેલ ત્વચા પર લગાવવાથી ત્વચા ઓઇલી નથી રહેતી. આને ખાવાથી ત્વચા ને દરેક પ્રકારના પોષક તત્વો મળે છે. એટલું જ નહીં જરદાળુ ખાવાથી તમને કેન્સર અને એનિમિયા જેવી સમસ્યાઓથી પણ બચાવવામાં સહાયક છે. આમાં ફાઇબર હોવાના કારણે આ ગેસ્ટ્રીક અને પાચક રસ ને ઉત્તેજિત કરીને પોષક તત્વોને શોષી લે છે. આગળ જાણીએ આને ખાવાથી કયા-કયા લાભ થાય છે.
1. એનિમિયા નું જોખમ ઓછું કરે:- નોન હિમ આયર્નથી શરીરમાં સારું અવશોષણ કરવા અને એનિમિયા ના વિકાસ ને રોકવામાં મદદ મળે છે. જરદાળુમાં આ પ્રકારના આયર્ન થી એનિમિયાની સમસ્યાથી છુટકારો થાય છે.
2. કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે:- દ્રાવ્ય પ્રકારનું ફાઇબર ભોજનને પચાવવા સિવાય વધુ પિત્ત બનાવવા માટે તમારા બ્લડ કોલેસ્ટ્રોલ સ્તરને ઓછું કરવાની દિશામાં કામ કરે છે.
3. વજન ઘટાડવામાં ઉપયોગી:- જરદાળુ માં ફાઈબરની માત્રા વધુ હોય છે, જેના કારણે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને આડીઅવળી વસ્તુઓ ખાવાથી તમે બચી જાઓ છો જેથી તમારું વજન વધતું નથી. ઓછી ફેટ હોવાના લીધે આ ફળ વજન ઓછું કરવા માટે શ્રેષ્ઠ છે.
4. બળતરાથી લડે છે:- વૈજ્ઞાનિકોના મતે, કેટેચીન્સ બળતરા પ્રક્રિયામાં જરૂરી ઉત્સેચકોને અટકાવે છે. જરદાળુ, કેટેચીન્સથી ભરપૂર હોય છે, જે એન્ટિ ઇન્ફ્લેમેટરી ની અસર ધરાવે છે.
5. પાચન માટે શ્રેષ્ઠ:- જરદાળું ભોજનમાંથી પોષક તત્વોને સારી રીતે શોષવામાં મદદ કરે છે. આમાં દ્રાવ્ય પ્રકારનું ફાઇબર હોય છે જેનાથી તમારું ભોજન સરળતાથી પચવામાં મદદ મળે છે.
6. કેન્સરથી બચાવે:- જરદાળુ માં ઉપલબ્ધ એન્ટિઓક્સિડન્ટ સીધી રીતે ડી.એન.એ નુકસાન થતાં બચાવે છે. દરરોજ સવારે જરદાળુ કે તેનો શેક પીયને કેન્સરને અટકાવી શકાય છે.
7. ફેટી લીવર થી બચાવે:- એક શોધ પ્રમાણે અધ્યયન કર્તાઓનું કહેવું છે કે જરદાળુ ફેટી લીવર રોગના જોખમને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. તેઓએ ઉંદર પર અધ્યન કર્યું હતું, તેમણે જાણ્યું કે જરદાળુ થી ઉંદરના લીવરને નુકસાન ઓછું થયું હતું.
8. આંખોની રોશની વધારે:- જરદાળુ માં ઉંમર સંબંધિત મક્યુલર ડિજેનરેશન નો ખતરો તો ઓછો થાય જ છે, પરંતુ તેના ઈલાજ માં પણ મદદરૂપ થાય છે. આમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ હોય છે. અને વિટામિન એ આંખો માટે ખૂબ સારું હોય છે.
9. હૃદય રોગથી બચાવે:- જરદાળું ના પોષક તત્વ હ્રદય રોગ થી જોડાયેલ સ્થૂળતાપણું, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા રોગોને દૂર કરવામાં સહાયક છે. જરદાળુ માં હાજર કેરોટેનોએડસ અને ફ્લેવોનોએડ્સ જેવા એન્ટી ઓક્સિડેન્ટ નસોમાં કોલેસ્ટ્રોલના ઓક્સિકરણને અટકાવવામાં સહાયક છે.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay