આપણે સૌ જાણીએ છીએ કે માત્ર સ્વસ્થ શરીર જ નહીં પણ સારી રોગપ્રતિકારક શક્તિ જ આપણને સુરક્ષિત રાખી શકે છે. શિયાળાની ઋતુ દરમિયાન શરદી ઉધરસ થી બચવા અને કોરોના વાયરસ થી બચવા માટે જેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મળે છે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં આદુ અને લસણનો ઉપયોગ દરેક ઘરમાં કરવામાં આવે છે આદુ-લસણની પેસ્ટ દાળ અને શાકમાં ઉપયોગ કરવામાં આવે છે. આ બંને ની તાસીર અત્યંત ગરમ હોય છે . એટલા માટે શિયાળામાં આનુ સેવન કરવું ઘણું જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આદુ લસણનું સેવન અથાણા રૂપે પણ કરી શકો છો. આદુ અને લસણનું અથાણું સ્વાદિષ્ટ ચટપટુ હોવાની સાથે પૌષ્ટિક પણ હોય છે. આદુ અને લસણનું અથાણું ખાવાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. આ અથાણું ખાવાથી શરદી-કફમાં પણ આરામ થાય છે. આદુ અને લસણ ના ફાયદા અને રીત વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
આદુ અને લસણ ના અથાણા ના ફાયદા:-
1. ઇમ્યુનિટી વધારે:- શિયાળામાં દરરોજ આદુ અને લસણનું અથાણું ખાવાથી ઇમ્યુનિટી તેજ થાય છે. શિયાળામાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર બની જાય છે એવામાં કેટલીય બીમારીઓ ઉભી થાય છે. તમે આદુ અને લસણનું અથાણું ખાવાથી પોતાની ઇમ્યુનિટી વધારી શકો છો .
2. શરદી-કફમાં આરામ:- શિયાળામાં શરદી, કફ અને ઉધરસ થવી એકદમ સામાન્ય છે. એવામાં તમે આદુ લસણ ના અથાણાં નુ સેવન કરી શકો છો. આદુ અને લસણ ના અથાણામાં જરૂરી પોષક તત્વો હોય છે, જે શરદી કફ જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આનાથી શરદી-કફમાં આરામ થાય છે
3. સાંધાના દુખાવામાં આરામ:- શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. જો તમે પણ શિયાળામાં સાંધાના દુખાવાથી પરેશાન રહેતા હોવ તો, આદુ અને લસણનું સેવન કરી શકો છો. આનાથી હાડકા મજબૂત બને છે અને ગઠિયા વા અને સાંધાના દુખાવામાં આરામ મળે છે.
4. બ્લડ સર્ક્યુલેશન શ્રેષ્ઠ બનશે:- આદુ અને લસણનું અથાણું ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન શ્રેષ્ઠ થાય છે. શિયાળામાં બ્લડ નો પ્રવાહ ધીમો બની જાય છે. એવામાં આદુ લસણનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે. બ્લડ સર્ક્યુલેશનને સારી બનાવવા માટે આદુ લસણનું સેવન કરવુ. આનાથી શિયાળામાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે.
5. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક:- ડાયાબિટીસના દર્દીઓ પણ શિયાળામાં આદુ અને લસણનું સેવન સરળતાથી કરી શકે છે. આનાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ વધતું નથી. પરંતુ જો તમારું સુગર લેવલ હાઈ હોય તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ આનું સેવન કરવું.
6. ભૂખ વધારે:- આદુ નું અથાણું ભૂખ વધારવામાં ખૂબ જ ઉપયોગી હોય છે. જો તમને ભૂખ ન લાગતી હોય તો તમે તમારી વિન્ટર ડાયટમાં આદુના અથાણા ને સામેલ કરી શકો છો. આ શરીરના ટોક્સિન્સ પણ બહાર કાઢવામાં મદદ કરે છે. જો તમારા શરીરમાં ટોક્સિન જમા હોય તો તમે આદુ નો અથાણું ખાઈ શકો છો.
આદુ અને લસણનું અથાણું બનાવવાની રીત:- આમ તો આપણે આદુ અને લસણને દાળ અને શાકમાં ખાઈએ છીએ. પરંતુ જો તમે ઈચ્છો તો આદુ અને લસણનું ચટપટુ અને ટેસ્ટી અથાણું બનાવી શકો છો. આદુ અને લસણનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં તમે આ બંને ને સારી રીતે ધોઈ લો અને તાપમા સૂકવી દો, હવે આને એક બોટલમાં ભરીને મૂકી દો. ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો, હવે આમા રાઈ, મેથી, વરીયાળી, કલોંજી અને અજમો નાખો. બધી સામગ્રીને સરસ રીતે મેળવો. હવે આ મિશ્રણને નવશેકુ ગરમ થવા દો. આ મિશ્રણને આદુ અને લસણ વાળી બોટલ માં નાખી દો. આ બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લો. અથાણાની બોટલ ને સુતરાઉ કાપડથી ઢાંકી લો અને દરરોજ તાપમાં મૂકો. એક સપ્તાહ બાદ આને હલાવો, આમ કરવાથી અથાણું સરસ રીતે મિક્સ થઈ જશે. હવે તમે આ અથાણાં નુ સેવન દરરોજ કરી શકો છો.
સ્વાદિષ્ટ અને ચટપટા આ આદુ અને લસણ ના અથાણા ની તાસીર એકદમ ગરમ હોય છે. તેથી આનુ સેવન સીમિત માત્રામાં જ કરવું. આયુર્વેદ પ્રમાણે પિત્ત ની પ્રકૃતિના લોકો એ આદુ અને લસણ ના અથાણાં ને ટાળવું જોઈએ. આનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં બળતરા થઈ શકે છે. જો તમે કોઈ સ્પેશિયલ ડાયટ પ્લાન ફોલો કરી રહ્યા હોય તો અથવા કોઈ બીમારીથી ગ્રસ્ત હોવ તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ આદુ અને લસણ ના અથાણા નું સેવન કરવું.