ઉંમર વધવાની સાથે વાળ પણ પાતળા થવા લાગે છે અને ધીરે ધીરે તેનો ગ્રોથ ઓછો થવા લાગે છે. એટલું જ નહીં વાળનું કુદરતી પ્રોટીન અને પ્રોડક્શન પણ સ્લો થઈ જવાથી વાળ પાતળા અને નિર્જીવ દેખાય છે. યોગ્ય દેખભાળ ના અભાવથી વાળમાં ડન્ડ્રફ, ડ્રાયનેસ અને દરેક પ્રકારની સમસ્યાઓ વધવા લાગે છે, જે વાળનો ગ્રોથ રોકવાનું કામ કરે છે.
એક શોધ પ્રમાણે જો તમે તમારી વધતી ઉંમરની અસરથી વાળને બચાવવા ઇચ્છતા હોવ તો લસણ તમારી મદદ કરી શકે છે. કાચા લસણમાં અનેક વિટામિન અને મિનરલ હોય છે. લસણમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન બી 6, વિટામીન સી, સેલેનિયમ હાજર હોય છે જે વાળને હેલ્ધી બનાવી રાખે છે અને મજબૂતી પ્રદાન કરે છે. તો આવો જાણીએ વાળના ગ્રોથમાં લસણનો ઉપયોગ અને તેના ફાયદા.
1) વાળને લાંબા બનાવે:- કાચા લસણમાં અનેક વિટામિન અને મિનરલ ઉપલબ્ધ હોય છે જે વાળને લાંબા બનાવવા માં ઘણી મદદ કરે છે. જો તમે વાળમાં લસણનું તેલ કે લસણની પેસ્ટ લગાવો તો તેનાથી વાળની લંબાઈ ઝડપથી વધે છે.
2) વાળને મજબૂત બનાવે:- લસણમાં સલ્ફર, સિલેનિયમ ઉપલબ્ધ હોય છે, જે વાળના ટેક્સચરને મજબૂત કરવામાં મદદ કરે છે. તેનાથી વાળ જલ્દી તૂટતાં નથી અને તેની સુગમતા જળવાઈ રહે છે.
3) ડેન્ડ્રફ દૂર કરે:- લસણમાં એન્ટી માઇક્રોબીઅલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે વાળના સ્કેલ પર હાજર કીટાણુઓ, બેક્ટેરિયા વગેરેને પ્રસરતા અટકાવે છે. આ કારણે સ્કેલ્પમાં ડેન્ડ્રફથી છુટકારો મળે છે.
4) યુવી ડેમેજ થી બચાવે:- યુવી કિરણોને કારણે વાળનું પ્રાકૃતિક કેરાટિન પ્રોટીન ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે, જેથી વાળમાં એજિંગની સમસ્યા આવવા લાગે છે. એવામાં જો તમે હેર કેર માં લસણનો ઉપયોગ કરો છો તો આ વાળને યુવી કિરણોથી પ્રોટેક્ટ કરે છે અને ડેમેજ થતાં અટકાવે છે.
આ રીતે બનાવો લસણનો હેર માસ્ક:- સૌથી પહેલાં એક વાસણમાં બે ચમચી તેલ નાખો. લસણને બ્લેન્ડર માં નાખી ને મેશ કરો. જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં લસણની પેસ્ટ નાખીને હલાવતા રહો. જ્યારે આ ગુલાબી થવા લાગે તો તેને ગેસ પરથી ઉતારી લો. હવે તેને ગરણી વડે ગાળી લો અને એક બોટલમાં ભરી લો.
આ રીતે કરો ઉપયોગ:- તમારા વાળના મૂળમાં બે ચમચી તેલ સરસ રીતે લગાવો અને 15 મિનિટ સુધી મસાજ કરો. હવે વાળને નવશેકા ગરમ રૂમાલમાં લપેટીને રાખી લો.15 મિનિટ પછી માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો. તમે દર અઠવાડિયે આનો ઉપયોગ કરી શકો છો. થોડાક જ દિવસોમાં વાળ થઇ જશે એકદમ કાળા, લાંબા મજબુત અને જાડા.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay