આજના સમયમાં દરેક માતા-પિતા પોતાના બાળકના સ્વાસ્થ્ય માટે સતર્ક રહે છે. બાળકને સંપૂર્ણ પોષણ મળે તેનું ખાસ ધ્યાન રાખે છે. તેવામાં બાળકોના સ્વાસ્થ્ય માટે ડ્રાયફ્રુટ અત્યંત જરૂરી છે. એવું એટલા માટે કારણ કે ડ્રાયફ્રુટ માં પ્રોટીન ની માત્રા સારા પ્રમાણ માં હોય છે, જે બાળકના શરૂઆતના વિકાસ માટે અત્યંત જરૂરી છે. પ્રોટીન સ્નાયુઓના નિર્માણમાં મદદરૂપ છે અને તે બાળકો માટે બ્રેન બૂસ્ટર પણ છે. આ સિવાય ડ્રાયફ્રુટ ના બીજા અનેક ફાયદા છે.
પરંતુ આજે આપણે એક જ ડ્રાયફ્રૂટ્સની વાત કરીશું અને તે છે આ દાણા જેવા લગતા પિસ્તા. પિસ્તામાં ઉપલબ્ધ આયર્ન બાળકોને લોહી વધારવામાં ઝડપથી મદદ કરે છે. પિસ્તા સ્વસ્થ ફેટ, ફાઇબર અને ઝિંકનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. આ બાળકના મગજના વિકાસ, પાચન અને ઇમ્યુનિટી વધારવામાં એકદમ અસરકારક રીતે કામ કરે છે. તેના સિવાય બાળકો માટે પિસ્તા ખાવાના અનેક ફાયદા છે. પિસ્તા ના ફાયદા વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
બાળકોને પિસ્તા ખવડાવવા ના ફાયદા:-
1. પેટ માટે ફાયદાકારક :- પિસ્તા પેટ સાફ કરવામાં મદદ કરે છે અને કબજિયાત ને રોકે છે. આ બાળકોને મળ ત્યાગ કરવામાં મદદરૂપ થાય છે. પિસ્તા ફાઇબર અને મેગ્નેશિયમ નો એક સારો સ્ત્રોત છે, જે આંતરડામાં મળ ને સાથે લઈ જવામાં મદદ કરે છે. સાથે જ આ પાણીને શોષે છે અને મળને મુલાયમ બનાવે છે. આ પ્રકારે પેટ સાફ કરવામાં પિસ્તા મદદરૂપ થાય છે.
2. પોષક તત્વોથી ભરપૂર :- પિસ્તા અનેક પોષક તત્વો જેમ કે પ્રોટીન,વિટામિન અને મિનરલ થી ભરપૂર હોય છે. ઓછી ઉંમરમાં બાળકો ઝડપથી વધે છે અને તેમને સ્વસ્થ પોષક તત્વો પ્રાપ્ત કરવાની આવશ્યકતા હોય છે. એવામાં પિસ્તા ના પોષક તત્વો જેવા કે થાયમિન, નિયાસિન, રાઇબોફ્લેવિન, વિટામીન-બી 6, વિટામિન એ, સી અને ઈ બાળકોનો ઝડપથી વિકાસ કરે છે. આ બાળકોની માસપેશીઓ તથા હાડકા અને આંતરિક અંગો નો વિકાસ કરે છે. સાથે જ બાળકોમાં દરરોજ 20 ગ્રામ પિસ્તાં ના નિયમિત સેવનથી હૃદયની ગતિમાં સુધારો થાય છે. તેના સિવાય આ નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે અને વિચારવાની અને સમજવાની ક્ષમતાને વધારે છે.
3. ઇમ્યુનિટી બુસ્ટર :- બાળકો માટે પિસ્તા ઇમ્યુનિટી બૂસ્ટર ની જેમ કામ કરે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ વાળા બાળકોને કેટલાય પ્રકારની બીમારીઓ ઘેરી વળે છે. વિવિધ પ્રકારના જીવાણુ સંક્રમણ અને વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડે છે. પિસ્તા સફેદ રક્ત કોશિકાઓને વધારે છે, જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવા માટે અત્યંત જરૂરી છે.
4. બ્રેન બુસ્ટર :- પિસ્તા બ્રેન બુસ્ટર છે. પ્રત્યેક 100 ગ્રામ પિસ્તા માં 560 કિલો કેલેરી ઉર્જા હોય છે, જે બાળકની શક્તિ વધારે છે. આ ખરેખર બ્રેન બુસ્ટર છે જે મગજને શક્તિ આપે છે અને તેને ઝડપથી કામ કરવામાં મદદ કરે છે. પ્રત્યેક 100 ગ્રામ પિસ્તા માં 475 મિલિગ્રામ ફોસ્ફરસ ની ઉચ્ચ માત્રા હોય છે. જે બાળકની બુદ્ધિ અને મગજના વિકાસ માટે અત્યંત જરૂરી છે.આ બાળકના વિચારવાની અને સમજવાની શક્તિ ને ઝડપી બનાવે છે અને તેનો બ્રેન પાવર વધારે છે. સાથે જ આ મેમરી બુસ્ટર પણ છે જે બાળકોની મેમરીને શ્રેષ્ઠ બનાવવા માટે મદદ કરે છે.
5. હાડકાના વિકાસ માટે :- હાડકાના વિકાસ માટે કેલ્શિયમ અત્યંત જરૂરી હોય છે. બાળકને નિયમિત પિસ્તા ખવડાવવામાં આવે તો તેના હાડકા ને કેલ્શિયમ મળે છે અને તેને મજબૂતી પણ મળે છે. સાથે જ કેલ્શિયમ બાળકોના દાંત મજબૂત બનાવવામાં પણ સહાયકારી છે. પિસ્તામાં બાળકોના વિકાસ માટે આવશ્યક એમિનો એસિડ હોય છે. જે ન માત્ર હાડકાની સંરચના નિશ્ચિત કરે છે પરંતુ તેનો વિકાસ કરવામાં પણ મદદરૂપ થાય છે.
બાળકોને પિસ્તા ખવડાવવાની અનેક રીત છે જેમકે :- તમે આમ જ એકલા પિસ્તા પણ ખવડાવી શકો છો, તમે પિસ્તાને સ્નેક્સ, સ્મુથી અને બિસ્કીટ માં મેળવી ને આપી શકો છો. પિસ્તા ને દૂધમાં મેળવીને પણ આપી શકાય છે, પિસ્તાને પીસીને દહીંમાં મેળવીને પણ આપી શકાય છે. આ દરેક પ્રકારે તમે તમારા બાળકને પિસ્તા ખવડાવી શકો છો. પિસ્તા તેમના સ્વાસ્થ્ય માટે અનેક પ્રકારે ફાયદાકારક છે. જો તમારા બાળકો પિસ્તા ન ખાતા હોય તો તેમને અલગ અલગ વસ્તુઓમાં મેળવીને ખવડાવો અને તેમને હેલ્ધી બનાવો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay