ઉનાળાની ઋતુમાં આ રસદાર અને સ્વાદિષ્ટ ફળ ડિહાઇડ્રેશનથી બચાવે છે. શરીરને ઠંડુ રાખવા અને પાણીની કમી થી બચાવવા માટે તરબૂચ સૌથી સારું ફળ માનવામાં આવે છે. તેના સિવાય આ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. મીઠું અને પાણીથી ભરપૂર ફળ કાળઝાળ ગરમીના કારણે શરીરમાંથી નીકળી જતા પદાર્થોને ફરીથી ભરવા માટે સૌથી સારી રીત છે.
તરબૂચમાં 90 ટકાથી વધારે પાણી છે અને આ વિટામિન- સી વિટામિન – એ,બી 6 અને પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, આયર્ન, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા ખનીજો નો એક સારો સ્ત્રોત છે. તરબૂચ નેચરલ એન્ટિ ઓક્સિડન્ટ નો એક સારો સ્ત્રોત છે. વિશેષરૂપે આ લાઈકોપીન, એસ્કોર્બિક એસિડ અને સાઇટ્રલાઇન જેવા તત્વોનો ભંડાર છે. લાલ રંગનું આ ફળ હ્રદય રોગથી લઇને કેન્સર જેવી જૂની બીમારીઓથી લડવામાં મદદરૂપ થાય છે. આયુર્વેદિક ડોક્ટર થી જાણીએ તરબૂચ ના ફાયદા.
તરબૂચ ના આયુર્વેદિક ગુણ અને લાભ:- રસ (સ્વાદ ) – મીઠો, વીર્ય (શક્તિ ) – શીત, ગુરુ – પાચન માટે ભારે, સંતર્પણો – દરેક ધાતુનું પોષણ કરે છે, બલ્યા – શક્તિમાં સુધાર, વીર્ય વિવર્ધન – પૌરુષત્વ વઘારે, પુષ્ટિ વિવર્ધન – પોષણ વધારે, દોષો પર પ્રભાવ-પિત્ત દોષને સંતુલિત કરે છે.
તરબૂચ કયા રોગોમાં ફાયદાકારક છે.:- વધુ પડતી તરસ થી રાહત આપે, થકાવટ દૂર કરે, શરીરમાં બળતરા થી આરામ આપે, પેશાબના દુખાવામાં રાહત આપે, મુત્રાશય ના સંક્રમણથી રાહત આપે, સોજો અને બળતરામાં રાહત.
તરબૂચ ખાવાના નિયમ:- તરબૂચ ખાવા ની સૌથી સારી રીત એ છે કે તેને ઓછી માત્રામાં ખાઓ. ભોજન સાથે ન ખાઓ. અને સવારમાં દસથી બાર વાગ્યાની વચ્ચે ખાઓ. તેના સિવાય સાંજે પાંચ વાગ્યા થી પહેલા ખાઓ. રાત્રે કે ભોજન સાથે ક્યારેય ન ખાવું. ડાયાબિટીસ અને પાચન સંબંધી સમસ્યા વાળા લોકોએ આનાથી બચવું.
તરબૂચના બીજ પણ ફાયદાકારક:- તરબૂચના બીજ પ્રકૃતિમાં શીતળ, મૂત્રવર્ધક અને પોષક હોય છે. બીજના તેલમાં લીનોલિક એસિડ, પામિટિક અને સ્ટીયરિક એસિડ કે ગ્લિસરાઈડ હોય છે. આને નાસ્તામાં પણ ઉપયોગ કરી શકાય છે. તેને સૂકવીને શેકી શકાય છે કે પછી લોટમાં પણ પીસી શકાય છે.
(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay