તુવેરની દાળ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે. આના સેવનથી કેટલાય પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકાય છે તથા પોષક તત્વોની કમી પણ દૂર થાય છે. તુવેરની દાળમાં ફોલિક એસિડ, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને પોટેશિયમ ઉપલબ્ધ હોય છે. સાથે જ આમાં ઝિંક, કોપર અને સિલેનિયમ અને મેગેનીઝ જેવા તત્વો પણ હોય છે, જેની મદદથી શરીરનું પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે. વળી આમાં પ્રોટીનની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે, જેની મદદથી તમને વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે. તેના સિવાય હાઈ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ ને પણ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે ઘણી બધી પ્રકારે તેનું સેવન કરી શકો છો. પરંતુ, કેટલાક લોકો માટે આ નુકશાનકર્તા પણ છે. તેથી જે લોકોને આ દાળ અનુકૂળ ન આવતી હોય તેમને ડોક્ટરની સલાહ લીધા બાદ જ આ દાળનું સેવન કરવુ. ચાલો જાણીએ તુવેરની દાળના ફાયદાઓ વિશે.
તુવેરની દાળ ના ફાયદા:-
1. વજન ઓછું કરવામાં મદદરૂપ:- તુવેરની દાળના સેવનથી તમને જલ્દી વજન ઘટાડવામાં મદદ મળશે. વળી તુવેરની દાળ માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન ઉપલબ્ધ હોય છે, જેથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને શરીરમાં આવશ્યક તત્વ પણ મળે છે. આની મદદથી તમે જલ્દીથી તમારું વજન ઘટાડી શકો છો. સાથે જ પ્રોટીન શરીરની કોશિકાઓ ના વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.
2. બીપી કરે કંટ્રોલ:- તુવેરની દાળમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જેની મદદથી હાઈ બ્લડપ્રેશરને ઓછું કરી શકાય છે. જો તમે હાઇ બ્લડપ્રેશરથી પીડિત હોવ તો તમને હૃદયરોગનો ખતરો પણ થઈ શકે છે એટલે તમારા બીપી ને કંટ્રોલ કરવા માટે તમે તુવેરની દાળ નુ સેવન કરી શકો છો.
3. પાચનતંત્ર બનાવે મજબૂત:- દાળમાં ઉચ્ચ માત્રામાં ફાયબર ઉપલબ્ધ હોય છે જેની મદદથી ખોરાકનું પાચન સરળતાથી થઈ જાય છે. સાથે જ એના સેવનથી ગેસ અને અપચાની ફરિયાદ પણ નથી રહેતી. ખોરાકનુ સુવ્યવસ્થિત પાચનની સાથે-સાથે ઉર્જા પણ આપે છે જેનાથી તમારું શરીર પૂરા દિવસ દરમિયાન સ્ફૂર્તિલું રહે છે.
4. ડાયાબિટીસને ઓછું કરવામાં મદદગાર:- તુવેરની દાળમાં હાજર પોટેશિયમ બ્લડ સુગરને પણ ઓછું કરવામાં અસરકારક હોય છે. આમાં ઉપલબ્ધ પોટેશિયમ એક વાસોડિલેટર ના રૂપમાં કામ કરે છે, જે બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવા માટે મદદ કરે છે. જો કે ડાયાબીટીસની સાથે અન્ય કોઇ સમસ્યા પણ હોય તો ડૉક્ટરની સલાહ લીધા બાદ જ તુવેરની દાળ સેવન કરવું.
5. પ્રેગનેન્સીમાં મદદગાર:- પ્રેગનેન્ટ મહિલાઓ પણ તુવેરની દાળ નું સેવન કરી શકે છે. તુવેરની દાળમાં ફોલિક એસિડ ઉપલબ્ધ હોય છે જે બાળકના વિકાસ માટે અતિ આવશ્યક હોય છે. આમાં તમે પોતાની સ્થિતિ અનુસાર ડોક્ટરની સલાહ લઈને તુવેરની દાળનું સેવન કરી શકો છો.
તુવેરની દાળના નુકસાન:-
- તુવેર દાળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન ઉપલબ્ધ હોય છે. એવામાં કેટલીક ખાસ બીમારીઓમાં તુવરની દાળ નુ સેવન કરવું જોઇએ નહીં. જો તમારું યુરિક એસિડ વધી જતું હોય તો તમારે તુવેર દાળનું સેવન કરવું જોઇએ નહીં.
- જો તમને કિડની સંબંધીત કોઈ સમસ્યા હોય તો, આમાં પણ તમે તુવેર દાળ નુ સેવન ન કરી શકો. રાત્રિના સમયમાં તુવર દાળનું સેવન કરવાથી બચવું, કારણકે રાત્રે આ સારી રીતે પચી શકતી નથી.
- જો તમને દાળ ખાધા બાદ કોઇ પ્રકારની એલર્જીનો અહેસાસ થતો હોય તો, આનું સેવન બંધ કરવું જોઈએ.
- આના સિવાય આ દાળ માં કેટલાક એમિનો એસિડ ઉપલબ્ધ હોતા નથી જેથી શાકાહારી લોકોએ તુવેરની દાળ સાથે રોટલી કે ભાત જરૂર લેવા જોઈએ જેથી ભરપૂર પ્રમાણમાં એમિનો એસિડ મળી શકે.
તુવેરની દાળનો ઉપયોગ:-
- દાળ બનાવવા માટે તમે આખી તુવર ની દાળનો ઉપયોગ કરી શકો છો. આ દાળથી તમારી તંદુરસ્તી જળવાઈ રહે છે.
- આની છોડા વગરની દાળથી તડકા દાળ બનાવી શકાય છે. આનાથી પાચનતંત્ર મજબૂત બને છે.
- તુવેરની દાળ પીસીને, તેને ઘીમાં શેકી લો. ત્યારબાદ તેમાં ખાંડ મેળવીને પરાઠા પણ બનાવી શકાય છે, જેને આપણે પુરણપોળી પણ કહી શકીએ.
- તેના સિવાય તુવેરની દાળને ઉકાળીને તેનુ રસાદાર શાક પણ બનાવી શકાય છે.
- ચોખા અને શાક ની સાથે મેળવીને આની સ્વાદિષ્ટ ખીચડી પણ બનાવી શકાય છે.