આર્થિક દ્રષ્ટિએ સામાન્ય વ્યક્તિઓ માટે બદામ સ્વરૂપ ગણાતી મગફળીના અનેક લાભ છે. સામાન્ય રીતે કહેવાય છે કે મગફળી શિયાળાની ઋતુમાં ખાવાથી ફાયદા કારક છે. પરંતુ તમે ઉનાળાની ઋતુમાં આને પલાળીને ખાવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરી શકો છો. જો તમે ઉનાળાની ઋતુમાં વધારે પ્રમાણમાં શેકેલી મગફળી ખાવ છો તો તેનાથી ગેસ, એસીડીટી અને અપચા જેવી સમસ્યા થઈ શકે છે.
જ્યારે કાચી મગફળી ને બાફીને કે પાણીમાં પલાળીને ખાવાથી અનેક પ્રકારની સમસ્યાઓ જેવી કે બ્લડશુગરને નિયંત્રિત રાખે, સ્થૂળતા, કમજોરી જેવી સમસ્યાઓ દૂર કરે છે, સાથે જ હૃદયને પણ મજબૂત બનાવે છે. ઉનાળામાં કાચી મગફળી પલાળીને ખાવાથી કયા કયા ફાયદા મળે છે તે વિસ્તારપૂર્વક જાણીએ.
ઉનાળામાં પલાળેલી મગફળી ખાવાના ફાયદા:-
1) હૃદય રહે નીરોગી :- કાચી મગફળીને જો આપણે રાત્રે પલાળીને ખાવામાં સામેલ કરીએ તો તેનાથી તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને હૃદય પણ સારી રીતે કામ કરશે. હૃદયને સ્વાસ્થ્યવર્ધક રાખવા માટે તમે કાચી મગફળી નું આ રીતે સેવન કરી શકો છો.
2) કમર અને સાંધાના દુખાવામાં આરામ :- તમે આખી રાત પલાળેલી મગફળીનું સેવન કરો છો તો તમને સાંધાના દુખાવા અને કમરના દુખાવાની સમસ્યામાં રાહત થઇ શકે છે. વળી આમાં હાજર પ્રોટીન અને કેલ્શિયમ સાંધા અને કમરના દુખાવામાં આરામ આપવામાં મદદ કરે છે.
3) કેન્સરથી બચાવે :- જો તમે કાચી મગફળીને પલાળીને ખાવ છો તો તેનાથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પોતાને બચાવી શકો છો. વળી આમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને અનેક પ્રકારના એવા પોષક તત્વો હોય છે જે કેન્સરને રોકવામાં અસરકારક હોય છે
4) સ્નાયુઓ બનાવે મજબૂત :- જો તમે કાચી મગફળીનું સેવન નિયમિત રૂપે કરો છો તો તેનાથી તમારી માંસપેશીઓને વિકાસ સારી રીતે થાય છે. તમારા સ્નાયુઓ ને ટોન કરવામાં પણ આ અત્યંત ફાયદાકારક છે.
5) એસીડીટી દૂર કરે :- ઉનાળા માં ગેસ, એસીડીટીની સમસ્યામાં પણ પલાળેલી મગફળી ફાયદાકારક હોય છે. આમાં હાજર પોટેશિયમ, કોપર, કેલ્શિયમ, મેગ્નિશિયમ, આયર્ન વગેરે પોષક તત્વ પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક હોય છે.
6) ડાયાબિટીસ દૂર કરે :- પલાળેલી અને કાચી મગફળી થી બ્લડ શુગર પણ કંટ્રોલમાં રહે છે જેના કારણે ડાયાબિટીસની સમસ્યાથી બચાવ થઈ શકે છે. આનું સેવન તમે ડોક્ટરની સલાહ લીધા બાદ કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay