મિત્રો આપણા ભારતીય ઘરોમાં મોટાભાગના લોકો શિયાળા માં તાપમાં બેસીને મગફળી ખાવાની એક અલગ જ મજા લે છે. મોટાભાગના લોકોને મગફળી ખાવાનું પસંદ હોય છે. મગફળી ન માત્ર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. મગફળીમાં પ્રોટીન, વિટામિન ઈ, કેલ્શિયમ, ફોલેટ, પૉલિફેનોલ, એન્ટિઓક્સિડન્ટ અને આયર્ન જેવા તત્વો ઉપલબ્ધ હોય છે. મગફળી ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે. લોકો મગફળીને અનેક રીતે ખાવાનું પસંદ કરે છે. કેટલાક લોકો મગફળીને છોલીને ખાઈ લે છે તો કેટલાક લોકો મગફળીને શેકીને કે તળીને પણ ખાવાનું પસંદ કરે છે.
પરંતુ શું મિત્રો તમે મગફળીને ફણગાવીને કે અંકુરિત કરીને ખાધી છે? જો ન ખાતી હોય તો ફણગાવેલી મગફળી ખાવાની આજથી જ શરૂ કરી દો. તેનાથી તમારા શરીરને ઘણા બધા લાભ થશે. એવું માનવામાં આવે છે કે મગફળીને અંકુરિત કરીને ખાવાથી તેના ગુણ અનેક ગણાં વધી જાય છે. અંકુરિત મગફળીનું સેવન કરવાથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચી શકાય છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી અંકુરિત મગફળી ખાવાના ફાયદા વિશે જાણીશું.1) હાડકા અને સાંધાના દુખાવાથી રાહત:- જો તમને હાડકા અને સાંધામાં દુખાવો રહેતો હોય તો તમે ફણગાવેલી મગફળી ખાઈ શકો છો. ફણગાવેલી મગફળીમાં કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે જેનાથી હાડકા મજબૂત બને છે. દરરોજ અંકુરિત મગફળીનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં ઘણી જ રાહત થાય છે.
2) વજન ઘટાડવામાં લાભદાયક:- જો તમે તમારા વધેલા વજનને ઘટાડવા ઇચ્છતા હોવ તો અંકુરિત મગફળીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. અંકુરિત મગફળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે, જે મેટાબોલિક રેટને વધારે છે. આમાં પ્રોટીન પુષ્કળ માત્રામાં હોય છે, જે ભૂખને ઓછી કરવામાં મદદ કરે છે. અંકુરિત મગફળીનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું હોવાનો અહેસાસ થાય છે. એવામાં તમે વધારે ખાવાથી બચી જાઓ છો જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
3) બ્લડ શુગર નિયંત્રિત કરે:- ડાયાબિટીસના દર્દીઓ માટે અંકુરિત મગફળીનું સેવન ફાયદાકારક છે. અંકુરિત મગફળીનું સેવન કરવાથી બ્લડ સુગર નિયંત્રિત રહે છે. સવારમાં અંકુરિત મગફળી ખાવાથી બ્લડ શુગર લેવલ અચાનક થી નથી વધતું. એક રિપોર્ટ પ્રમાણે અંકુરિત મગફળીમાં મેગ્નેશિયમનું પ્રમાણ ઉપલબ્ધ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
4) હૃદય માટે ફાયદાકારક:- અંકુરિત મગફળીનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અંકુરિત મગફળીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે જે બ્લડ સર્ક્યુલેશન ને સરખું રાખવામાં મદદ કરે છે. અંકુરિત મગફળીમાં હેલ્દી ફેટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. અંકુરિત મગફળી ખાવાથી બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત રહે છે.
5) પાચન માટે ફાયદાકારક:- અંકુરિત મગફળી પાચન માટે પણ ફાયદાકારક છે દરરોજ અંકુરિત મગફળીનું સેવન કરવાથી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. તેનાથી કબજિયાત, અપચો, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે. વળી અંકુરિત મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે જે આંતરડાની ગતિને સુધારે છે. તેનાથી મળ ત્યાગ કરવામાં પણ સરળતા રહે છે અને પેટ પણ સારી રીતે સાફ થાય છે.
6) લોહીની કમી:- શરીરના બધા જ અંગોને લોહીની ખુબ જ જરૂર હોય છે, આ માટે તમારે આયર્ન થી ભરપૂર એવી અંકુરિત મગફળી ખાવી જોઈએ, જે શરીરમાં લોહીને વધારે છે. અને શરીરને મજબુત રાખે છે.માટે લોહીની ઉણપ હોય તો અંકુરિત મગફળીનું સેવન કરવું જોઈએ.
મગફળીના યોગ્ય ફાયદા મેળવવા માટે તમે રાત્રે થોડાક મગફળીના દાણાને પાણીમાં પલાળી ને મૂકી દો. ત્યાર બાદ આ દાણાન ને સવારે કોટનના કપડામાં પોટલી વાળીને મૂકી દો પછી જયારે તેના કોટા ફૂટી જાય ત્યારે સવારે ઉઠીને ખાલી પેટ સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે અને હાડકા મજબૂત બને છે અને ત્વચા પણ સાફ રહે છે, નિયમિતપણે અંકુરિત મગફળી ખાવાથી તમારું વજન ઘટાડવાવામાં મદદ મળે છે પરંતુ જો તમને મગફળી ખાવાથી એલર્જી હોય તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ તેનું સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…