જો અંકુરિત લસણને તમે નકામું સમજીને ફેંકી દો છો તો આ આર્ટીકલ જરૂરથી વાંચો તેના અગણિત ફાયદા વિશે. “શું તમે લસણ ખાવ છો? તેમાંથી એકદમ સ્ટ્રોંગ તીખી સુગંધ આવે છે, ખાસ કરીને અંકુરિત લસણની ખાવાથી મારા મોઢામાં દુર્ગંધ આવે છે અંકુરિત લસણ નો તો ઉપયોગ જ ન કરું. એ તો ખરાબ હોય છે નારે ના મારે નથી ખાવું લસણ.”
જો તમે પણ આવું કંઈક વિચારો છો તો એવું વિચારવાનું બંધ કરી દો કારણકે એક રિસર્ચ અનુસાર કેટલીક મહિલાઓ અંકુરિત લસણને ખરાબ સમજીને ફેંકી દે છે એક્સપર્ટ ની વાત માનો તો આમ કરવું ખોટું થશે. લસણની સરખામણીમાં અંકુરિત લસણના સેવનથી ઘણી બધી બીમારીઓનો સામનો કરવામાં મદદ મળશે. ખાલી પેટે લસણ ખાવું સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદામંદ છે. એ વાત તો તમે જાણો જ છો, પણ એક રિસર્ચ દ્વારા જાણવા મળે છે કે અંકુરિત લસણ કે અંકુર ફૂટેલા જુના લસણમાં તાજા લસણની અપેક્ષાએ એન્ટીઓક્સિડેન્ટ વધારે હોય છે જે આપણા હૃદયને તંદુરસ્ત રાખે છે.
અંકુર ફૂટવા એનો મતલબ એ નથી કે લસણ ખરાબ છે પરંતુ તેની ઉંમર વધે છે લસણના અંકુરિત ભાગને કાપીને અલગ કરી દેવાનું અને બાકી વધેલા લસણને ભોજન બનાવવામાં તેનો ઉપયોગ કરવો. અંકુરિત લસણનો પ્રયોગ જમવાનું બનાવવામાં કરી શકો છો પરંતુ ધ્યાન રાખવું કે જો લસણ પર કાળા ધબ્બા કે ડાઘ પડેલા હોય તો ફેંકવુંજ જ બહેતર રહે. કારણ કે એવું લસણ ખરાબ હોય છે. અંકુરિત લસણ થી જમવાનો ટેસ્ટ અને ફ્લેવર બંને વધી જાય છે.
કેન્સરથી બચાવ:- આયુર્વેદિક હોસ્પિટલના ડોક્ટર દ્વારા જાણવા મળ્યું છે કે અંકુરિત લસણના ઘણા બધા ફાયદા હોય છે. ડોક્ટર દ્વારા જાણવા મળ્યું કે, અંકુરિત લસણમાં અત્યાધિક પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે બીમારીઓથી બોડીની રક્ષા કરે છે, વિશેષમાં અંકુરિત લસણમાં ફાઈટોકેમિકલ્સ પ્રાપ્ત થાય છે જે કેટલાંક પ્રકારના કેન્સરને ફેલાતા અટકાવે છે.
રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે:- અંકુરિત લસણ ના સેવનથી ઇમ્યૂનિટીને સ્ટ્રોંગ બનાવે છે. તમારા ડાયટમાં અંકુરિત લસણને સામેલ કરવું જોઇએ. તેમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ ઈન્ફેક્શનથી બચાવીને રોગ પ્રતિકારક શક્તિ વધારે સ્ટ્રોંગ બનાવે છે.
એન્ટી એજિંગ ફુડ:- અંકુરિત લસણ એન્ટી – એજિંગ ફૂડ છે એટલે કે ઉંમર વધવાની પ્રક્રિયાને ધીમી કરે છે. એક રિસર્ચ અનુસાર અંકુરિત લસણ તમને ના કેવળ કરચલીઓથી બચાવે છે, પરંતુ અંગો માં આવતા લચીલાપણા ને પણ રોકવાની ક્ષમતા રાખે છે. જો તેને ખાધા પછી તમારા મોઢામાંથી વાસ આવે છે તો તેનો કાચો ઉપયોગ ટાળીને જમવાનું બનાવવામાં કરો.