જો તમે હેલ્ધી અને સરળ બ્રેકફાસ્ટની તલાશ કરો છો તો ડ્રાયફ્રુટ્સ તમારા માટે બહુ જ મદદરૂપ બની શકે છે. અને તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો લાવે છે. ડ્રાયફ્રુટ્સ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે આપણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. આજે અમે જે ડ્રાયફ્રુટના વિશે વાત કરીએ છે તેનું નામ અંજીર છે. અમુક ટકા જ મહિલાઓ જાણતી હશે કે અંજીર બદામ પછીનું સૌથી સારુ ડ્રાયફ્રુટ છે.
અંજીરના સેવનથી મહિલાઓની હોર્મોનલ સમસ્યા અને માસિક ધર્મમાં મુશ્કેલીઓ નથી થતી. તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેના સિવાય આ હૃદય સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરે છે. તેવી જ રીતે આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અંજીરમાં ઝીંક, મેગેનીઝ, આયર્ન, મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો ઉપલબ્ધ હોય છે. અંજીરમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આવો જાણીએ તેના ફાયદા વિસ્તારપૂર્વક.
1. હાડકા રાખે મજબૂત:- અંજીર કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. આપણું શરીર જાતે કેલ્શિયમનું નિર્માણ નથી કરતું. તેથી એ જરૂરી બની રહે છે કે, તમે કેલ્શિયમથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો. અંજીરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ ફોસ્ફરસ વગેરે હોય છે, જે હાડકાની તંદુરસ્તી માટે ખૂબ જ લાભદાયક હોય છે. આ બધા પોષક તત્વો તમારા હાડકાઓને મજબૂત બનાવે છે.
2. વજન ઘટાડવા:- અંજીર તમારી કેલેરીની માત્રાને નિયંત્રિત કરે છે તો જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છતા હોવ તો અંજીરને તમારા આહારમાં જરૂરથી શામેલ કરો. અંજીરમાં કોપર, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ વગેરે પોષક તત્વો હોય છે આ પોષક તત્વોની મદદથી તમારુ મેટાબોલિઝ્મ ખૂબ જ સારું રહે છે. તેના સિવાય અંજીરમાં ફાઈબરની ભરપૂર માત્રા હોય છે જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
3. હૃદયને સ્વસ્થ રાખે:- હૃદયના સ્વાસ્થ્ય માટે અંજીર ખૂબ જ સારું હોય છે. અંજીર શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ્સના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, જે હૃદય સંબંધી સમસ્યાઓનું મુખ્ય કારણ છે. અંજીરમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ તમારા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ રાખવામાં મદદ કરે છે.
4. શુગરના સ્તરને ઘટાડે છે:- અંજીરમાં હાજર ક્લોરોજેનિક એસિડ બ્લડ શુગર લેવલને ઓછું કરવામાં મદદ કરે છે તમે સલાડ અને સ્મુદીમાં કાપેલા અંજીરનો ઉપયોગ કરી શકો છો. અંજીરમાં ઉચ્ચ માત્રામાં પોટેશિયમ હોય છે. આ તમારા શરીરમાં બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત રાખે છે.
5. બ્લડ પ્રેશર નિયંત્રિત:- આજકાલ બજારમાં મળતાં પ્રોસેસ્ડ ફૂડના કારણે એ ખુબ જરૂરી બની રહે છે કે, આપણે પોટેશિયમથી ભરપૂર આહાર લઈએ. અંજીરમાં હાજર પોટેશિયમ એક મહત્વપૂર્ણ ખનીજ છે આના નિયમિત સેવનથી બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ મળે છે. સાથે જ તે સોડિયમની હાનિકારક અસરોને ઓછી કરે છે. જે બ્લડપ્રેશર માટે ખૂબ જ નુકશાનકારક છે.
6. પ્રજનન ક્ષમતા:- અંજીરમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ અને ફાઈબર હોર્મોન અસંતુલન અને પીરિયડ્સ દરમિયાન થતી સમસ્યાઓમાં પણ ખૂબ જ અસરકારક છે. મહિલાઓની કમજોરીમાં પણ અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે. જેવી રીતે આગળ જણાવ્યું કે અંજીરમાં મેન્ગેનિઝ, કેલ્શિયમ અને આયર્ન જેવા ખનીજોનો ભંડાર છે, આ બધાં જ તત્વો પ્રજનન સ્વાસ્થ્યને વધારે છે.
ક્યારે અને કેવી રીતે ખાવા પલાળેલા અંજીર :- આમ તો તમે સૂકા અંજીર પણ ખાઈ શકો છો. પરંતુ પલાળેલાં અંજીર સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક હોય છે. એકથી બે અંજીરને અડધા કપ પાણીમાં આખી રાત પલળવા દો અને સવારમાં ખાલી પેટે ખાઈ લો. આની સાથે તમે અખરોટ, બદામ અને બીજા અન્ય ડ્રાયફ્રુટ પણ પલાળીને ખાઈ શકો છો તેનાથી તમારા સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે.
પલાળેલા અંજીર તમને હાઈડ્રેટ પણ રાખે છે તેથી સૂકા અંજીર કરતા પલાળેલા અંજીર અત્યંત લાભદાયક હોય છે. પલાળેલા અંજીર ખાવાથી ટાઇપ-2 ડાયાબિટીસમાં પણ માં બ્લડ ગ્લુકોઝ લેવલને કંટ્રોલ કરી શકાય છે. આને તમે સ્મુથી કે ઓડ્સ સાથે પણ ખાઈ શકો છો. તેના સિવાય તમે અલગ-અલગ ડ્રાયફ્રુટ સાથે પણ અંજીરને મેળવીને ખાઈ શકો છો. તમે અલગ-અલગ બીજો સાથે પણ અંજીરને પલાળીને ખાઈ શકો છો, જેમ કે ચિયા ના બીજ, અળસીના બીજ, કોળાના બીજ વગેરે. અંજીરને તમે કોર્નફ્લેક્સ અથવા બીજા કોઇ અન્ય નાસ્તા ની સાથે પણ ખાઈ શકો છો.
અંજીરને તમે તમારી સુવિધા પ્રમાણે એને સૂકા કે પલાળેલા ખાઈ શકો છો. અને તમે તમારા આહારમાં સામેલ કરીને તમારા માટે સંપૂર્ણ પોષક તત્વો પ્રાપ્ત કરી શકો છો. આ ખાવામાં તો સ્વાદિષ્ટ છે જ પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત ફાયદાકારક છે. અંજીરને લઈને કેટલીક સાવધાનીઓ પણ રાખવી જરૂરી છે. અંજીરને એન્ટીપ્લેટલેટ દવાઓ સાથે ન લેવું જોઈએ, આનાથી રક્તસ્ત્રાવ નું જોખમ વધી શકે છે.
આની સાથે જ ડાયાબિટિશના દર્દીઓ કે જેનું શુગર લેવલ ઓછું રહેતું હોય તેમણે અંજીર ખાવામાં પરેજી પાડવી જોઈએ, કારણ કે આ શુગર લેવલને વધુ ઘટાડી શકે છે. સાથે જ જો એલર્જી સંબંધિત કોઇ સમસ્યા હોય, સ્તનપાન કરાવતી મહિલાઓ અને પ્રેગનેન્ટ મહિલાઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ જ અંજીરનું સેવન કરવું. કારણ કે આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay