આપણી આસપાસ અનેક પ્રકારની કુદરતી સંપત્તિ આવેલી છે. આ કુદરતી વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત ઉપયોગી પુરવાર થાય છે. આવી કુદરતી વસ્તુઓમાં એક નાળિયેર છે જેને પલાળીને ખાવાથી ઘણા ફાયદા થાય છે. નાળિયેર એક પ્રકારનું ફળ છે જેનો બહારનો ભાગ કઠણ અને અંદરનો ભાગ મુલાયમ હોય છે. નારિયેળ એ ખૂબ જ ગુણકારી ફળ છે અને તેનો ઉપયોગ તેલ બનાવવા, દુધ બનાવવા અને અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે કરવામાં આવે છે. નાળિયેરમાં ઘણા બધા પોષક તત્વો હાજર હોય છે અને તેને પલાળીને ખાવાથી ઘણું જ ફાયદાકારક માનવામાં આવે છે.
નાળિયેરને પલાળીને ખાવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. નાળિયેરમાં ઘણા બધા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. જેને પલાળીને તેના ગુણ વધારે વધી જાય છે. નાળિયેરની તાસીર ઠંડી હોય છે અને ઉનાળામાં તેનું પાણી પીવું ખૂબ જ ફાયદાકારક હોય છે. નાળિયેરનું વૈજ્ઞાનિક નામ કોકોસ ન્યુસિફેરા છે.
નાળિયેરમાં ઉપલબ્ધ પોષક તત્વો:- નાળિયેરમાં કેલેરી, ચરબી, સોડિયમ, પોટેશિયમ, ફાઇબર, પ્રોટીન, વિટામિન સી, વિટામીન બી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને કાર્બોહાઇડ્રેટ જેવા પોષક તત્વો પ્રાપ્ત થાય છે.
નાળિયેર ને પલાળીને ખાવાના ફાયદા:-
1) નાળિયેરની પલાળીને ખાવાથી વજન ઘટાડી શકાય છે. પલાળેલા નારિયેળમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જે શરીરનું વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. જે લોકો વધતા વજનથી પરેશાન હોય તેમને દરરોજ નાળિયેર પલાળીને ખાવું જોઈએ કારણકે નાળિયેર પેટની વધુ પડતી ચરબીને દૂર કરવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે લગભગ 12 અઠવાડિયા સુધી નાળિયેર પલાળીને ખાવું તેનાથી ખુબ જ સારું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે.
2) નાળિયેર પલાળીને ખાવાથી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રૂપે નાળિયેર પલાળીને ખાવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી બચી શકાય છે. પલાળેલું નારિયેળ શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને સારું કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે. નાળિયેર પલાળીને ખાવાથી આ હૃદયને સ્વસ્થ રાખવાની સાથે હૃદય સંબંધીત રોગો જેવા કે હાર્ટ અટેક અને સ્ટ્રોકની સમસ્યાથી બચી શકાય છે.
3) નાળિયેર પલાળીને ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતાને વધારી શકાય છે. દરરોજ પલાળેલું નારિયેળ ખાવાથી આ વિવિધ પ્રકારના સંક્રમણોથી સુરક્ષા પ્રદાન કરે છે. નાળિયેરમાં એન્ટિવાયરલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિ પેરાસાઈટીક અને એન્ટી ફંગલ જેવા ગુણ હાજર હોય છે જે સંક્રમણ અને બેક્ટેરિયાથી આવતા તાવથી શરીરને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. સાથે સાથે ત્વચાને પણ સુંદર બનાવે છે.
4) નાળિયેરને પલાળીને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેર પલાળીને ખાવાથી આ લોહીમાં શુગરના પ્રમાણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓને દરરોજ નાળિયેર પલાળીને ખાવું જોઈએ તેનાથી ડાયાબિટીસથી સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.
5) નાળિયેર પલાળીને ખાવાથી પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. પલાળેલું નાળિયેર ખાવાથી શરીરમાં અન્ય ખનીજોનું અવશોષણ સારી રીતે થાય છે. સાથે જ પાચન તંત્ર સ્વસ્થ રહે છે જેનાથી ઉબકા, ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો વગેરેની સમસ્યા ઠીક થાય છે.
6) પલાળેલું નાળિયેર હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. પલાળેલા નારિયેળમાં કેલ્શિયમ, મેંગેનીઝ અને આયર્ન જેવા પોષક તત્વો હાજર હોય છે. જે હાડકાની મજબૂતી પ્રદાન કરીને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હાડકાને સ્વસ્થ રાખવા માટે દરરોજ નાળિયેરને પલાળીને ખાવાથી હાડકાનો ઓસ્ટીઓપરાસીસ નામના રોગને દૂર કરી શકાય છે
7) હાડકા સિવાય નાળિયેર પલાળીને ખાવાથી દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે. પલાળેલા નારિયેળમાં અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે જે દાંતને સ્વસ્થ બનાવી રાખવા અને તેમાં થતા રોગોથી સુરક્ષા પ્રદાન કરવામાં મદદ કરે છે.
8) નાળિયેર પલાળીને ખાવાથી ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નાળિયેરમાં એવા ઘણા બધા પોષક તત્વો હાજર હોય છે, જે મહિલાઓ અને તેના બાળકના વિકાસ માટે લાભદાયક હોય છે. નાળિયેર પલાળીને ખાવા સિવાય નાળિયેરનું પાણી પીવું પણ ગર્ભવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…