લોકોને એ જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે આવી ઠંડી અને વાયરસના મોસમમાં પોતાનો અને પોતાના પરિવારનો બચાવ કેવી રીતે કરવો? શિયાળાની ઋતુ દરમિયાન આ સ્વાસ્થ્ય માટે વધારે જોખમકારક સ્વરૂપ ધારણ કરી શકે છે. એવામાં ઘણા લોકો આ વાયરસથી બચવા માટે અને ઠંડીમાં બીમાર ના પડે એટલા માટે કેટલાય ઉપચારો શોધવામાં મથ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે માત્ર સ્વસ્થ શરીર જ નહીં પણ સારી રોગપ્રતિકારક શક્તિ જ આપણને સુરક્ષિત રાખી શકે છે.
આ ઋતુ દરમિયાન શરદી ઉધરસથી બચવા માટે જેના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મળે છે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરો. તેના માટે નામી ન્યુટ્રિશનિસ્ટે કેટલીક વસ્તુઓની સૂચિ કરી છે જે આપણને સુરક્ષિત પણ રાખશે અને આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારશે. આ વસ્તુઓમાં એક છે તલ અને ગોળના લાડુ. તો ચાલો જાણીએ કે આ આપણને કેવી રીતે સ્વસ્થ અને સુરક્ષિત રાખે છે.
શિયાળામાં કેમ ખાવામાં આવે છે તલ અને ગોળ:- મશહૂર ન્યુટ્રિશનિસ્ટે શિયાળામાં ખાવા વાળી ખાદ્ય સામગ્રીઓ ના નામ જણાવ્યા હતા. જે તમને શિયાળાની ઠંડીમાં ગરમાવો આપવાનું કામ કરે છે અને બીમારીઓ સામે લડી શકાય છે. તેમણે જણાવેલી સૂચિમાં તેમણે તલ ગોળ ના લાડુ નો સમાવેશ કર્યો છે. જો તમને ગળ્યું ખાવાનું પસંદ હોય તો તમને આ લાડુ ઘણા પસંદ આવશે. તલ અને ગોળ ના લાડુ ની સામગ્રી શિયાળાની ઋતુમાં તમને લાભદાયી નીવડશે
શું છે તલ-ગોળ:- તમને જણાવી દઈએ કે વિશેષ રીતે આ લાડુ નો મહારાષ્ટ્રમાં મકરસક્રાંતિના પર્વ પર વધારે ઉપયોગ કરવામાં આવે છે. આને મીઠાઈ સ્વરૂપે લોકો એકબીજાને આપે છે. આ મીઠાઈ બનાવવા માટે બે જ સામગ્રીનો મુખ્ય રૂપથી ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એક તલ અને બીજો ગોળ હોય છે. તેમાં ઘી પણ ઉમેરી શકો છો.શિયાળાની ઠંડીમાં તલ અને ગોળ આ બન્ને વસ્તુઓ તમને સ્વસ્થ અને ગરમ રાખવાનું કામ કરે છે.
તલ અને ગોળ શિયાળામાં જ કેમ ખવાય છે:- તલ માં હાજર અસંતૃપ્ત ચરબી કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. તેના સિવાય તલ શરીરના તાપમાનને ઓછું થવા દેતું નથી અને તેમાં હાજર તેલ શરીરને સંપૂર્ણ રીતે ગરમ રાખે છે. તેમજ તલના બીજ માં કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા ગુણો હોય છે,જે હાડકા મજબુત બનાવે છે સાથે જ ત્વચાને પણ ચમકદાર બનાવે છે. અને વાળની ગુણવત્તામાં વધારો કરે છે. તલ ગોળ શરીરને પૂરતા પ્રમાણ માં આયરન પૂરું પાડવામાં મદદ કરે છે અને તમારી પાચન ક્રિયા વધુ સારી બનાવે છે. જેનાથી તમે એનિમિયા જેવા રોગોથી બચી રહો.
આપણે સૌ જાણીએ છીએ કે ખાંડનો જો સર્વ શ્રેષ્ઠ વિકલ્પ હોય તો તે ગોળ છે, એટલુંજ નહિ પરંતુ કેટલાય ગુણોનો રાજા પણ છે. પરંતુ ડાયાબિટીસ ના દર્દીઓએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આનું સેવન વધુ પડતું ન કરવું જોઈએ કારણ કે ગોળ વધારે પ્રમાણમાં ગળ્યો હોય છે જેથી તે તેમની સ્થિતિ બગાડી શકે છે.
જો તેનું વધુ પ્રમાણમાં સેવન કરવામાં આવે તો રક્ત શર્કરાના (બ્લડ સુગર) સ્તરને અસર કરી શકે છે. તેના સિવાય કબજીયાતની સમસ્યા અને વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે. અને રક્ત શર્કરાનું સ્તર પણ બગડી શકે છે. તેથી તલ ગોળ ના લાડુ જો તમને કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ અચૂક લેવી ત્યારબાદ જ એનું સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay