શિયાળાની ઋતુમાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. શિયાળાની ઋતુમાં બાળકોને અનેક પ્રકારની સમસ્યા થાય છે જેમ કે ઠંડી ચઢી જવી તાવ આવવો વગેરે. કેસરનું સેવન મોટા લોકો માટે જ નહીં પરંતુ બાળકો માટે પણ ફાયદાકારક હોય છે.
કેસર ની તાસીર ગરમ હોય છે. ઠંડીના દિવસોમાં જો તમે બાળકોને કેસર નું સેવન કરાવશો તો તેઓ માત્ર ઠંડીથી જ નહીં પરંતુ ઠંડીના કારણે થતી સમસ્યાઓ જેવી કે શરદી થવી તાવ વગેરે સમસ્યાઓથી બચશે. કેસરને તમે પુલાવ, સેન્ડવીચ, ઉપમા, શાક, સ્ટફ્ડ પરોઠા માં નાખીને બાળકોને ખવડાવી શકો છો. રાત્રિના સમયે કેસરના દૂધનું સેવન કરવાથી શરદી કફ થી જલ્દી ઠીક થઈ જાય છે. આ લેખ દ્વારા બાળકોમાં કેસર ના સેવનથી થતા ફાયદા વિષે ચર્ચા કરીશું.
1. બાળકોને તાવથી બચાવે કેસર:- ઠંડીના દિવસોમાં તમે મહેસુસ કર્યું હશે કે આ મોસમમાં ઠંડી હવા વધવાની સાથે શરીરના તાપમાનમાં પણ ફરક આવે છે. નાના બાળકોમાં આ દરમિયાન તાવ આવવાનું લક્ષણ, શરદી ના લક્ષણો જોવા મળે છે. આ સમસ્યાઓથી બચવા માટે કેસર ફાયદાકારક છે. કેસર માં ક્રોકિન નામનું તત્વ ઉપલબ્ધ હોય છે, જે તાવના બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે એટલા માટે તમે ઠંડીના દિવસોમાં કેસરનું સેવન બાળકોને જરૂર કરાવો. તમે રાત્રિના સમયે બાળકને એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર અને કેસર મેળવીને આપો. કેસરવાળું દૂધ પીવાથી બાળક નો તાવ ઉતરી જાય છે અને તબિયત સારી રહે છે.2. બાળકોને ઊંઘ ન આવવાની સમસ્યાને દૂર કરે કેસર:- જો તમારા બાળકને રાત્રે ઉંઘ ન આવતી હોય તો તમે કેસરનું સેવન કરાવી શકો છો. કેસરનુ સેવન કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે. અનિદ્રાની સમસ્યા દૂર કરવા માટે તમે કેસરને પાણીમાં પલાળી દો, ત્યારબાદ તમે આ પાણીને બાળકના દૂધમાં મેળવી શકો છો. કેટલાક બાળકોને દૂધમાં કેસર નું સેવન કરવું પસંદ નથી હોતું, તેમના માટે તમે આ રીત અપનાવી શકો છો. અથવા કેસરને પલાળીને તેની પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટ બાળકના સાંજ ના જમવામાં મેળવી ને ખવડાવી શકો છો
3. પાચનતંત્રને મજબૂત રાખે છે કેસર:- ડાઇજેશન માટે કેસર ફાયદાકારક હોય છે. નાના બાળકોમાં પાચનતંત્ર ની સમસ્યાઓ થાય છે જેને દૂર કરવા માટે કેસરનો ઉપયોગ કરી શકાય છે. હેવી ખોરાક ના કારણે બાળકોમાં પેટનો દુખાવો, ડાયરિયા અને કબજિયાતની સમસ્યા થાય છે જેને દૂર કરવા માટે તમે બાળકના ખાવામાં કેસર મેળવી શકો છો. કેસરને તમે વેજ રોલમાં મેળવીને આપી શકો છો કે કેસરવાળું દૂધ પણ ફાયદાકારક હોય છે. કેસર ને તમે શાકભાજીમાં પણ મેળવીને બાળકને ખવડાવી શકો છો.
4. બાળકોની ઇમ્યુનિટી વધારે કેસર:- રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે કેસર ફાયદાકારક માનવામાં આવે છે. જે બાળકો જલ્દી બીમાર પડે છે તેનું કારણ હોય છે કમજોર ઇમ્યુનિટી. જો તમારા બાળકની ઇમ્યુનિટી મજબૂત હશે તો શરીરના રોગોને લડવાની તાકાત પણ મળશે. તમારે તમારા બાળકને ઇમ્યુનિટી મજબૂત રાખવા માટે તેને અલગ અલગ રીતે કેસર નો સ્વાદ ચખાડવો જોઈએ. તમે હેલ્ધી લાડુ બનાવીને પણ તેમાં કેસર મેળવી શકો છો અને દરરોજ એક લાડુ તમારા બાળકને આપવો. તેના સિવાય કેસર દૂધમાં, શાકમાં કે સ્ટફડ પરોઠા માં મેળવી ને ખવડાવી શકો છો.
5. બાળકોની આંખોને સ્વસ્થ રાખે કેસર:- કેસરનું સેવન કરવાથી બાળકોની આંખો સારી રહેશે. આજના સમયમાં અશુદ્ધ ખાણીપીણીને કારણે બાળકોની આંખો સમય કરતા પહેલા કમજોર બની જાય છે, તમે તમારા બાળકોને પહેલાથી જ કેસરનું સેવન કરાવો છો તો તેમની આંખો લાંબા સમય સુધી સ્વસ્થ બની રહે છે. કારણ કે કેસર માં હાજર તત્વ આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને આનું રેગ્યુલર સેવન કરવાથી બાળકોને આંખોથી જોડાયેલી સમસ્યાઓ નહીં થાય.
જો તમારા બાળકને કેસરથી એલર્જી હોય તો કેસર નું સેવન બાળકને ન કરાવવું, વળી અચાનકથી કેસરનું સેવન બાળકને ડાયટમાં સામેલ કરવાની જગ્યાએ ધીરે ધીરે આપવું. જેથી બાળક કેસર નો સ્વાદ સમજી શકે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay