ચણા એક એવી વસ્તુ છે જે મોટાભાગે દરેક લોકોને ભાવતા હોય છે. ચણાને અનેક રીતે ખાઈ શકાય છે. ચણા ને ફણગાવીને, બાફીને, શાક બનાવીને કે શેકીને એમ વિવિધ રીતે ખાઈ શકાય છે. શેકેલા ચણા ભારતમાં ખાવામાં આવતું સૌથી લોકપ્રિય અલ્પાહારમાંથી એક છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શેકેલા ચણાનું સેવન માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ અનેક સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરવા માટે પણ કરી શકાય છે. શેકેલા ચણાને ગરીબોની બદામ પણ કહેવાય છે.
શેકેલા ચણાના ફાયદા:- શેકેલા ચણાનુ સેવન સારા સ્વાસ્થ્યની સાથે અનેક શારીરિક બીમારીઓના લક્ષણોને દૂર કરવા તથા તેનાથી બચાવ કરવામાં મદદ કરે છે. શેકેલા ચણા શરીરને સ્વસ્થ રાખવામાં સહાયક છે. પરંતુ શેકેલા ચણાનું વધુ માત્રામાં સેવન કેટલીક શારીરિક સમસ્યાઓનું કારણ બની શકે છે, તેથી શેકેલા ચણાનું સેવન કરતાં પહેલાં આવો વિસ્તારપૂર્વક જાણીએ શેકેલા ચણા ખાવાના ફાયદા વિશે. શેકેલા ચણાને જો યોગ્ય રીતે ચાવીને ખાવામાં આવે તો તાકાતમાં વધારો કરે છે. જાણવા મળતી માહિતી અનુસાર તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ સવારે 50 થી 60 ગ્રામ શેકેલા ચણા ખાવા જોઈએ.
શેકેલા ચણા માં પ્રાપ્ત થતા પોષક તત્વો:- શેકેલા ચણામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, સુગર, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, ફેટ અને પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.
શેકેલા ચણા ખાવાના ફાયદા:-
1) શેકેલા ચણામાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેના સિવાય શેકેલા ચણામાં ફાઇબરની ઉચ્ચ માત્રા ઉપલબ્ધ હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે અને અનિયમિત ભૂખને નિયમિત કરવામાં સહાયક થાય છે, જેથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
2) પેશાબથી જોડાયેલી બીમારીઓને દૂર કરવામાં શેકેલા ચણાનું સેવન ખૂબ જ સારું માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને વારંવાર પેશાબ આવવાની સમસ્યા હોય તો તે વ્યક્તિએ દરરોજ ગોળ સાથે શેકેલા ચણાનું સેવન કરવું જોઈએ.
3) દરરોજ નિયમિત રૂપે શેકેલા ચણાનું સેવન રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે કારણ કે શેકેલા ચણામાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન જેવા અનેક પોષક તત્વો પ્રાપ્ત થાય છે જે રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. જેના કારણે અનેક રોગોની સામે લડવાની ક્ષમતા પણ વધી જાય છે.
4) શરીરમાં લોહીની કમી પૂરી કરવા માટે શેકેલા ચણાનું સેવન લાભદાયક છે. શરીરમાં આયર્નની કમી લોહીની કમીનું કારણ બને છે. તેવી જ રીતે શેકેલા ચણામાં આયર્નની ઉચ્ચ માત્રા ઉપલબ્ધ થાય છે જે શરીરમાં આયર્નની કમીને પૂરી કરીને કરે છે અને એનીમિયા રોગથી બચાવ કરવામાં મદદરૂપ થાય છે.
5) શેકેલા ચણાની તાસીર ગરમ હોય છે તેથી શરદી, કફ અને ઉધરસ થી છુટકારો મેળવવા માટે શેકેલા ચણાનું સેવન કરી શકાય છે. તેના સિવાય શેકેલા ચણાનું સેવન નાકમાં પાણી આવવાની સમસ્યાને પણ રોકે છે.
6) હૃદયના સ્વાસ્થ્ય માટે શેકેલા ચણાનું સેવન સારું છે, કારણ કે શેકેલા ચણામાં મેગ્નેશિયમ ઉપલબ્ધ હોય છે જે રક્તવાહિકાઓને મજબૂત કરે છે. જેનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે અને હૃદય સ્વસ્થ રહે છે.
7) શેકેલા ચણામાં હાજર ફાઇબર પાચન સ્વાસ્થ્ય માટે મુખ્ય ઘટક ના રૂપે કાર્ય કરે છે. જે પાચનમાં સુધારો કરીને ભોજનને સારી રીતે પચાવવાનું કાર્ય કરે છે અને પાચનતંત્ર ને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. તેના સિવાય આ કબજિયાત, અપચો અને ગેસ જેવી અન્ય પેટની સમસ્યાઓને પણ દૂર કરે છે.
8) ડાયાબિટીસના રોગથી બચવા માટે શેકેલા ચણાનું સેવન લાભદાયક છે. કારણ કે શેકેલા ચણામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે. ગ્લાયસેમિક ઇન્ડેક્સ લોહીમાં હાજર શુગરના સ્ત્રાવ માટે જવાબદાર હોય છે. જેના કારણે શેકેલા ચણાનું સેવાન રક્તમાં હાજર શુગરના સ્તરને નિયંત્રિત કરે છે અને ડાયાબિટીસના રોગથી બચાવ કરવામાં સહાયક બને છે.
શેકેલા ચણાના નુકસાન:- શેકેલા ચણાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી વધારે તરસ લાગવાની સમસ્યાનું કારણ બની શકે છે. કેટલાક લોકોને શેકેલા ચણાના સેવનથી એલર્જીની સમસ્યા થઈ શકે છે. શેકેલા ચણાનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી ઉલટી, ઉબકા અને ઝાડા જેવી અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. જો કોઈ વ્યક્તિ કોઈ વિશેષ પ્રકારની દવાઓનું સેવન કરતું હોય તો તે વ્યક્તિએ શેકેલા ચણાનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…