મિત્રો આજનું ખાનપાન અને જીવનશૈલી ને જોતા આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી તકલીફ થાય છે. આવી સ્વાસ્થ્ય સમસ્યાઓના નિવારણ માટે આપણે દવાખાના ખર્ચામાં ઊંડા ઊતરી જઈએ છીએ. પરંતુ મિત્રો આજે અમે તમને ખૂબ જ સરસ ડ્રાયફ્રુટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારી મોટાભાગની તકલીફોનું નિવારણ છે. અને તે ડ્રાયફ્રુટ છે મીઠી મધુરી કિસમિસ.
કિસમિસ પોતાની મીઠાશના કારણે દરેક લોકો તેના દિવાના છે. કિસમિસ ની અંદર હાજર ગુણ અને સ્વાદથી કોઈ અજાણ્યા નથી. ભારતના બજારમાં આ બીજા ડ્રાયફ્રુટની તુલનાએ ખૂબ જ સસ્તી પણ છે. મોટાભાગના લોકો કિસમિસને પલાળીને ખાવાના ફાયદા નથી જાણતા. તો આવો જાણીએ કિસમીસને પલાળીને ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
કિસમિસ એક ખૂબ જ ફાયદાકારક ડ્રાયફ્રુટ છે તેનું સેવન કરવાથી ઘણા બધા લાભ મળે છે. બદામ કે અખરોટને પલાળીને તો બધા ખાય છે પરંતુ કિસમિસ ને પલાળીને ખાવા વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. કિસમિસને પલાળીને ખાવાથી કયા ફાયદા થાય છે તે જાણવા માટે સંપૂર્ણ લેખ વાંચો.
કિસમિસ નું સેવન આ રીતે કરો:- આયુર્વેદ પ્રમાણે કિસમિસને પલાળવાથી તેની અંદર હાજર તત્વ વધુ ગુણકારી થઈ જાય છે. દરરોજ રાત્રે 10 થી 20 કીસમીસ પલાળીને સવારમાં ખાલી પેટે સેવન કરો. તેનું સેવન કરવાથી કિસમિસમાં હાજર વિટામીન અને મિનરલ સીધા શરીરમાં પહોંચે છે.
1) દાંત અને હાડકા માટે ફાયદાકારક:- 100 ગ્રામ કિસમિસની અંદર લગભગ 50 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. દાંત અને હાડકાને મજબૂત રાખવા માટે કિસમિસ નું સેવન કરી શકાય છે.
2) હૃદય માટે:- બ્લડપ્રેશર નિયંત્રિત કરે છે અને લોહી શુદ્ધ કરે છે. કિસમિસની અંદર ફાઇબર અને ઘણા બધા વિટામિન મિનરલ્સ ઉપલબ્ધ હોય છે. કિસમિસના સેવનથી હાર્ટ એટેક, સ્ટ્રોક, હાઇપર ટેન્શન થી બચી શકાય છે.
3) એનીમિયા દૂર કરે:- એનીમિયા થી શરીરમાં લોહીની ધીમી પ્રક્રિયા બની જાય છે ત્યારે શરીરને આયર્નની જરૂરિયાત હોય છે. આયર્ન થી લાલ રક્ત કણોનું નિર્માણ થાય છે. પલાળેલી કિસમિસમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન હોય છે, સાથે જ પલાળવાથી નાઈટ્રિક ઓક્સાઇડનું પ્રમાણ પણ વધી જાય છે, જેનાથી શરીરમાં લોહીનો પ્રવાહ સારો થાય છે. જેથી કરી શરીરમાં થાક અને નબળાઈ પણ દુર થાય છે.
4) બ્લડ પ્રેશર સંતુલિત કરે:- કિસમિસ ની અંદર પુષ્કળ પ્રમાણમાં પોટેશિયમ હોય છે. આ પોટેશિયમના પ્રભાવને ઘટાડે છે. તેનાથી બ્લડ પ્રેશર સંતુલિત બની રહે છે.
5) પાચન શક્તિ વધારે:- કિસમિસ માં ફાઇબર હોય છે, આ પલાળિયા બાદ વધારે પ્રભાવી બની જાય છે. જ્યારે તમે કિસમિસનું સેવન કરો છો તો આ તમારી પાચન ક્રિયાને ધીમી કરી દે છે. તેના સિવાય કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો અપાવે છે.
6) ઊંઘ લાવવામાં મદદરૂપ:- ઊંઘ ન આવવાની સમસ્યામાં પલાળેલી કિસમિસ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. પલાળેલી કિસમિસ ની અંદર હાજર તત્વ તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે.
7) કમજોર ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવે:- કમજોર ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવા માટે કિસમિસનું સેવન કરવું જોઈએ. કિસમિસમાં વિટામીન બી અને સી હાજર હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. આ રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે.તેના સિવાય તેની અંદર બાયોફ્લેવોનોઈડ્સ પણ હોય છે જે તમને ઇન્ફેક્શનથી બચાવે રાખે છે.
8) કિસમિસમાં કુદરતી સુગર:- કિસમિસમાં નેચરલી સુગર હોય છે. તેનાથી ઊર્જા મળે છે. કિસમિસમાં એમિનો એસિડ મળે છે. મસલ્સને રિકવર કરવામાં મદદ કરે છે. કિસમિસને પલાળીને ખાવાથી તમને પર્યાપ્ત એનર્જી મળે છે.
9) બોડીને ડિટોક્ષ કરે:- તમે 150 ગ્રામ કિસમિસ ને બે કપ પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારમાં ખાલી પેટે આ પાણીને પી લો. આમ કરવાથી તમારી બોડી ની અંદર ઝેરીલા પદાર્થો બહાર નીકળી જાય છે. તેનાથી તમારું લોહી પણ શુદ્ધ થાય છે. એ વાતનું ધ્યાન રાખવું કે ઉપર જણાવેલી પ્રક્રિયા માત્ર ઓર્ગેનિક કિસમિસ સાથે જ કરવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay