શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારની ભાજી મળે છે અને આ ભાજી ખાવાની મજા પણ કંઈક અલગ હોય છે. આવી ભાજીઓમાં એક મૂળાની ભાજી છે, જેને ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. શિયાળાની ઋતુમાં આપણે મૂળાનું સેવન સલાડ રૂપી કરવાનું પસંદ કરીએ છીએ, મૂળાનું સેવન સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભદાયક છે. પરંતુ શું તમે જાણો છો મૂળા ની સાથે તેની ભાજીનું સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. જી હા કારણ કે મૂળાની ભાજી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.
શિયાળાની ઋતુમાં મૂળાની ભાજીનું સેવન મોટાભાગે લોકો શાકના રૂપમાં કે જ્યુસના રૂપમાં કરે છે. શિયાળાની ઋતુમાં મૂળાની ભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે. કારણકે મૂળાની ભાજીમાં પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામીન બી અને વિટામિન સી જેવા તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે, જે તમને અનેક રોગોથી બચવામાં મદદ કરે છે. તો આવો જાણીએ શિયાળામાં મૂળા ની ભાજી ખાવાના કયા કયા ફાયદા થાય છે.
શિયાળામાં મૂળાની ભાજી ખાવાના ફાયદા:-
1) ઇમ્યુનિટી બુસ્ટ:- શિયાળાની ઋતુમાં ઈમ્યુનિટી કમજોર થઈ જાય છે પરંતુ શિયાળામાં જો તમે મૂળાની ભાજીનું સેવન કરો છો તો તેમાં હાજર વિટામીન સી ઈમ્યુનિટીને બુસ્ટ કરવા મદદ કરે છે, જેથી તમે વાયરસ અને બેક્ટેરિયાથી સુરક્ષિત રહી શકો છો
2) સંધિવા:- શિયાળાની ઋતુમાં સંધિવા ની સમસ્યા વધી શકે છે. પરંતુ શિયાળામાં જો તમે તમારા ડાયટમાં મૂળાની ભાજીને શામિલ કરો છો તો તેમાં હાજર એન્ટીઇમ્ફલેમેટરી ગુણ સંધિવા ના લક્ષણોને ઘટાડવામાં મદદ કરે છે.
3) પાચનક્રિયા:- શિયાળાની ઋતુમાં પાચનથી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે પરંતુ શિયાળામાં જો તમે મૂળાના પાનનું સેવન કરો છો તો તેમાં હાજર ફાઇબર પાચન ક્રિયામાં સુધારો કરે છે અને પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે.
4) વજન ઘટાડવા:- શિયાળાની ઋતુમાં જો તમે તમારું વજન ઘટાડવા ઇચ્છતા હોવ તો તમારે મૂળાની ભાજીનું સેવન કરવું જોઈએ કારણકે તેમાં કેલરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
5) લોહીની કમી:- મૂળાની ભાજીમાં આયર્નનું પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેથી જો તમે મૂળાની ભાજીને તમારા ડાયટમાં સામેલ કરો છો તો તેનાથી હિમોગ્લોબીન નું સ્તર વધે છે અને લોહીની કમી દૂર થાય છે.
6) કેન્સર:- શિયાળાની ઋતુમાં જો તમે તમારા ડાયટમાં મૂળાની ભાજીને સામેલ કરો છો તો તેમાં હાજર એન્ટિઓક્સિડન્ટ કેન્સર જેવી ઘાતક બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.
7) કબજિયાત:- શિયાળાની ઋતુમાં કબજિયાતની સમસ્યા થઈ શકે છે એવામાં જો તમે તમારા ડાયટમાં મૂળાની ભાજી ને સામેલ કરો છો તો તેમાં હાજર ફાઇબર કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay