દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઋતુ પ્રમાણે મળતા ફળ નો પોતાનો જ આગવો ગુણ હોય છે, પરંતુ અત્યારના સમયમાં મળતું દાડમ બીજા અન્ય ફળો ની તુલનામાં અત્યંત સ્વાસ્થ્યવર્ધક છે. દાડમ ની ઋતુ હવે આવી ચૂકી છે. અને મોસમી ફળ ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. આવા ફળ ખાવાથી તમને સારું એવું પોષણ ઉપલબ્ધ થાય છે, અને ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે જ છે.
દાડમ તમારા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. આમાં એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે તમને બિમારીઓથી બચાવવામાં મદદ કરે છે. દાડમમાં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે તમારી ત્વચાને નિખારવામાં મદદ કરે છે. જો દાડમ માં હાજર પોષક તત્વોની વાત કરીએ તો આમાં લગભગ 6 ગ્રામ ફાઈબર 2 ½ (અઢી)ગ્રામ પ્રોટીન, દરરોજની જરૂરત પ્રમાણે લગભગ 29 ટકા વિટામિન સી અને 35 ટકા વિટામિન કે તથા 16% ફોલેટ હોય છે.
એટલું જ નહીં આમાં દરરોજની જરૂરતના ઓછામાં ઓછા 11% પોટેશિયમ અને 22 ગ્રામ ની આસપાસ સુગર હોય છે, અને તે 140 કેલેરી હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દાળમાં ગ્રીન ટી થી કે અન્ય પીણા ની તુલના માં ત્રણ ઘણું વધારે એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જાણો દાડમ ખાવાથી સ્વાસ્થ્યને થતા લાભ.
1. શરીરમાંથી સોજો દૂર કરે:- જો તમને શરીરમાં બળતરા થી જોડાયેલી બીમારીઓ કે ગઠીયો વા હોય અથવા આંતરિક અંગોમાં સોજો જોવા મળે તો તમારે દવાઓની સાથે સાથે દાડમ ખાવાની માત્રા પણ વધારી દેવી જોઈએ. કારણકે દાડમ માં એવા તત્વો હોય છે જે સોજો લાવવા વાળા પ્રોટીનને ઓછું કરે છે. આ પ્રમાણે શરીરમાં બળતરાની સમસ્યા ઓછી થઇ શકે છે.
2. વજન ઓછું કરવામાં સહાયક:- દાડમમાં એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે જે તમારા પેટ અને પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વજન ઓછું કરવા માટે સૌપ્રથમ તમારું પાચનતંત્ર સ્વસ્થ હોવું જરૂરી છે. જો તમારું પાચનતંત્ર સ્વસ્થ હશે તો તમારું મેટાબોલિઝમ પણ વધશે. તેનાથી તમારી ત્વચા પણ ખૂબ જ નીખરશે.
3. પરત થી રાહત મળે છે:- દાડમમાં ઉપલબ્ધ એન્ટી વાયરલ ગુણ દાંતોમાં થતી પરત ને દૂર કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં પરંતુ દાડમ ખાવાથી દાંતોનું સ્વાસ્થ્ય પણ જાળવી રખાય છે.
4. લોહી વધારે છે:- આ વાત લગભગ બધા જ જાણતા હશે કે દાડમ ખાવાથી તમારા લોહીમાં વૃદ્ધિ થાય છે. દાડમ આયર્ન નો ખૂબ સારો સ્ત્રોત છે. આનાથી તમારું હીમોગ્લોબિન લેવલ વધે છે. દાડમ ખાવાથી તમારા શરીરમાં રેડ બ્લડ સેલ્સ ની માત્રા પણ વધે છે.
5. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે:- આ દિવસોમાં ઘણા લોકોને હાઈ બ્લડ પ્રેશરનો સામનો કરવો પડે છે. જે તમારા હૃદય માટે ખૂબ જ જોખમકારક સાબિત થઈ શકે છે. જો તમે દરરોજ દાડમનો રસ પીવો તો તમારા બ્લડ-પ્રેશરનું લેવલ નિયંત્રિત થઈ શકે છે, જેનાથી તમારા હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
6. ત્વચા માટે લાભદાયક:- દાડમમાં એન્ટિ ઓક્સિડેન્ટ હોય છે જે તમને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. જો તમે તમારા નિસ્તેજ ચહેરા ને નિખારવા માટે ઇચ્છતા હોવ કે કુદરતી લાલીમાં તમારા ચહેરા પર લાવવા માંગતા હોવ તો તમારે દરરોજ દાડમ નું સેવન જરૂરથી કરવું જોઈએ.
જો તમે ઈચ્છો તો દાડમ પણ ખાઈ શકો છો કે તેનો રસ પણ પી શકો છો. આ બંને પ્રકારે તમારા માટે ફાયદાકારક છે. દાડમ ખાવાથી તમારી યાદ શક્તિ માં વધારો થાય છે. સાથે જ તમે એનિમિયા જેવી બીમારીથી પણ બચી શકો છો કારણ કે આ તમારા લોહીના લેવલને વધારવામાં મદદ કરે છે, એટલા માટે દરરોજ દાડમ નું સેવન જરૂરથી કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay