ભારતમાં મોટા ભાગના લોકો વજન ઘટાડવાના પ્રયત્નો કરતા રહે છે. વજન ઘટાડવું એ કોઈ સરળ કામ નથી. ખરાબ લાઇફ સ્ટાઇલ અને લાપરવાહીની અસર લોકોના વજન પર પડે છે. વારંવાર બહારનું ખાવું અથવા તો સમયસર ભોજન ન કરવું પણ વેઈટ લોસ કરવામાં અડચણરૂપ બને છે. વેઈટ લોસ કરવા માટે એક નાનકડો બદલાવ તમારી મદદ કરી શકે છે. અમુક એવા શાકભાજી છે જે વજન ઉતારવા માટે ખૂબ જ ઉપયોગી છે. આવા શાકભાજીમાં પરવળ ખૂબ જ મદદરૂપ બની શકે છે.
ગરમીની ઋતુમાં મળતું પરવળ એક એવું શાક છે, જે ખાવું દરેક માટે ફાયદાકારક છે. આયુર્વેદ પ્રમાણે પરવળ કફદોષને ઓછું કરે છે, અને લોહીની શુદ્ધતા કરવામાં મદદ કરે છે. આ પેશીઓને અંદરથી સ્વસ્થ રાખે છે અને લોહી શુદ્ધિકરણની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. પરવળનો મોસમી ફલૂ, ગળાની સમસ્યાઓ અને ગરમીની બીમારીઓને ઠીક કરવામાં અનેક પ્રકારે ઉપયોગ કરી શકાય છે.
પરવળમાં વિટામિન, ફાયબર અને અનેક પોષકતત્વો હોય છે. જે આપણી રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે. આ પ્રકારે પરવળ કુદરતી રીતે આપણા શરીરને સ્વસ્થ રાખે છે. વજન ઘટાડવામાં પરવળની મુખ્ય ભૂમિકા છે. અને એ કેવી રીતે છે તે જાણવા આગળ વાંચતા રહો.
વજન ઘટાડવા માટે પરવર ખાવાની રીત અને ફાયદા:– પરવળનું જ્યુસ બનાવીને પીવો. પરવળનું ભડથું બનાવીને ખાઓ. પરવળનું શાક અને ભાજી ખાઓ. પરવળ ને બાફીને સલાડ સાથે ખાવું પરવળનું પાણી પીવો.
1. ભૂખ વધારે છે:- વજન ઘટાડવા માટે ખોરાક લેવો અતિ જરૂરી છે. જો તમને ભૂખ ન લાગતી હોય અને એવું વિચારી રહ્યા હોવ કે ખાધા વગર વજન ઘટાડી શકાય તો તમે ખોટા છો. એવામાં પરવળ એવા લોકો માટે ફાયદાકારક છે કે જેમને ભૂખ નથી લાગતી. પરવળ પેટના જીવાણુંને મારી ને ભૂખ વધારવામાં મદદ કરે છે. પરવળ ખાવાથી પેટ ભરેલું લાગે છે જેથી, બેમતલબના ખાનપાન થી બચાવે છે.
2. મેટાબોલીક રેટ:- પરવળ મેટાબોલીક રેટ ને ઝડપી બનાવે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદ કરે છે. તેના સિવાય પરવળ લીવરની કેટલીક બીમારીઓ અને પાચનતંત્રથી જોડાયેલી સમસ્યાઓ ના ઈલાજ માટે પણ મદદરૂપ છે. પરવળ એક એવું શાક છે જેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને આ પાચનક્રિયાને સારી બનાવે છે. આ પ્રમાણે તમારું પાચનતંત્ર ભોજનને વ્યવસ્થિત રીતે પચાવવામાં સક્ષમ બને છે. જેથી પાચનતંત્ર સ્વસ્થ રહેશે અને બદલામા વજન કંટ્રોલમાં રહેશે.
3. કેલેરી:- જંકફૂડનું વધુ પડતું સેવન અને ગતિહીન જીવન શૈલીના કારણે મેદસ્વિતાપણું આખા વિશ્વમાં એક મોટી સમસ્યા બની ગઈ છે જેનાથી શરીરમાં ફેટની માત્રા વધી જાય છે. સ્થૂળતાને સામાન્ય સમસ્યા ન ગણવી જોઈએ કારણ કે આનાથી હ્રદય રોગ, હાઈ બ્લડ પ્રેશર વગેરે ગંભીર બીમારીઓ થઈ શકે છે. પરવળ ઓછી કેલેરી વાળું ભોજન છે, આમાં ફાઈબરની માત્રા વધુ હોય છે. તેનો મતલબ એ છે કે તમે વધુ કેલેરીવાળા ખોરાકનું સેવન ન કરો તો પણ તમારું પેટ ભરેલું હોય એવો અહેસાસ કરાવે છે. આજ કારણ છે કે જે લોકો પોતાનું વજન ઓછું કરવાની કોશિશ કરી રહ્યા હોય તેઓએ આ શાકનું સેવન વધુમાં વધુ કરવું જોઈએ.
4. ફાઈબર:- કબજીયાતની સમસ્યા એટલી સરળ નથી જેટલી આપણે સમજીએ છીએ કારણ કે જૂની કબજિયાત નો ઈલાજ ન કરવામાં આવે તો કેટલાય પ્રકારની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. પહેલા તો આ ભૂખને રોકે છે અને બગાડ થયેલો ખોરાક આંતરડામાં જમા થાય છે. જેથી વજન વધવા લાગે છે. આમ કબજિયાતની સમસ્યાના કારણે લોકોને વજન ઘટાડવામાં મુશ્કેલી થાય છે. જ્યારે પરવળના સેવનથી ફેટને પચાવવામાં મદદ મળે છે જે વેઇટલૉસ માટે ખૂબ જ જરૂરી છે
પરવળ અનેક પ્રકારે ફાયદાકારક છે, પરવળના કોમળ પાંદડા અને અંકુર ફ્લેવોનોઈડ્સ અને બીટા કેરોટીન થી ભરપૂર હોય છે. આ બધા મળીને રોગોને દૂર કરીને શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે. પરવળ આપણુ શરીર સ્વસ્થ રાખવામાં અને વજન ઘટાડવામાં માટે ઘણી રીતે ફાયદાકારક છે.