મિત્રો દૂધ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. દૂધમાં વિટામીન સી સિવાયના દરેક વિટામીન હાજર હોય છે. તેથી દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. આપણે દૂધની સાથે કંઈક ને કંઈક મેળવીને ખાતા હોઈએ છીએ. જેમકે ડ્રાયફ્રુટ, ઓટ મીલમીલ, ફળ વગેરે. તેવી જ રીતે જો દૂધમાં રોટલી ખાવામાં આવે તો તેના ફાયદા બે ગણા થઈ જાય છે.
લગભગ દરેક ઘરમાં રોટલી બંને ટાઈમ બનાવવામાં આવે છે. અને ઘરમાં દૂધ તો હોય જ છે. પરંતુ મોટાભાગના લોકો દૂધ સાથે રોટલી મેળવીને ખાવાનું પસંદ કરે છે આ સ્વીટ ડીશ મોટા વડીલોને પણ ભાવતી હોય છે. પરંતુ બાળકો આની સામે મોઢું બગાડે છે. તમને જણાવીએ કે રાત્રિના સમયે જો તમે દૂધની સાથે રોટલીનું સેવન કરશો તો આ તમારા શરીરને ખૂબ જ સારા ફાયદા પહોંચાડશે. તો આજે તમને જણાવીશું રાત્રિના સમયે દૂધ અને રોટલી સાથે ખાવાના પાંચ ફાયદા.
1) પોષક તત્વોથી ભરપૂર:- ઘઉંના લોટની રોટલી અને દૂધ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ શરીરમાં વિટામીન, મિનરલ્સ, પ્રોટીન, કેલ્શિયમની કમીને પૂરી કરે છે. તેવી જ રીતે રોટલીમાં સોડિયમ અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. તેની સાથે જ તેમાં કાર્બોહાઇડ્રેટ, થાયમીન બી1, રાઇબોફ્લેવિન બી2 અને નીયાસીન બી3 ઉપલબ્ધ હોય છે.2) પાચનતંત્ર તંદુરસ્ત રાખે:- મોટાભાગે તમે લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે રાત્રિના સમયે આપણે હળવું ભોજન કરવું જોઈએ. એવામાં દૂધ અને રોટલી એક ખૂબ જ સારો વિકલ્પ છે, કારણ કે આ તમારી પાચન સંબંધી દરેક સમસ્યાઓને દૂર રાખે છે. આનાથી કબજિયાત, અપચો, ગેસ જેવી સમસ્યાઓ નથી થતી. સાથે જ તમારા આંતરડાને પણ સ્વાસ્થ્યવર્ધક રાખે છે. એટલું જ નહીં દૂધ અને રોટલી ખાવાથી ડાયરિયા અને એસિડિટીની જેવી શરીરની અનેક ગંભીર સમસ્યાથી મળશે રાહત.
3) સ્ટ્રેસ દૂર કરે:- જી, હા દિવસભરના તણાવને દૂર કરવા માટે જો તમે રાત્રે હલકુ ફુલકુ દૂધ અને રોટલીનું સેવન કરશો તો તમે તણાવ રહિત મહેસૂસ કરશો. તેને બનાવવા માટે તમારે રસોડામાં કલાકો સુધી કામ પણ નહીં કરવું પડે. આ ખોરાક તમને હળવાશનો અનુભવ કરાવશે અને ઊંઘ પણ સારી આવે છે.
4) થાક અને નબળાઈ દૂર કરે:- દિવસભરની ભાગદોડ અને કામકાજના કારણે રાત્રે જો તમને કમજોરી થઈ રહી હોય તો તમે એક વાટકી દૂધ રોટલીનું સેવન કરો અને જુઓ કે કેવી રીતે તમારી કમજોરી અને થાક ઝડપથી દૂર થઈ જાય છે. આને ખાવાથી તમને શરીરમાં શક્તિ પણ મળશે અને તમે બીજા દિવસ માટેની પણ એનર્જી મેળવી લો છો.
5) વજન ઘટાડવા અને વધારવા ઉપયોગી:- જી, હા દૂધ રોટલી ખાવાથી તમારું વજન વધારી પણ શકાય છે અને વજન ઘટાડી પણ શકાય છે. જો તમે મલ્ટીગ્રેન રોટલી અને ઓછા ફેટ વાળા દૂધનું સેવન રાત્રિના સમયે કરો છો અને તેમાં ગળપણની જગ્યાએ મધનો ઉપયોગ કરો તો તમારું વજન ઘટે છે.
અને હા જો તમે દુબળા પાતળા અને કમજોર હોવ અને વજન વધારવા ઈચ્છતા હોવ તો ફેટથી ભરપૂર દૂધ અને ઘઉંની બનેલી રોટલી ને પલાળીને ખાઓ. આમાં કેલેરી, ફેટ અને કાર્બોહાઈડ્રેટ આ બધી વસ્તુઓ હાજર હોય છે જે વજન વધારવામાં મદદ કરે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay