ભારતમાં અનેક પ્રકારના અથાણા બનાવવામાં આવે છે. આ અથાણા ખૂબ જ ટેસ્ટી અને ચટપટા હોય છે. આવા અથાણામાં એક લીંબુનું અથાણું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લીંબુનું અથાણું બનાવવા માટે અનેક પ્રકારના મસાલા અને તેલને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ તો લાગે જ છે સાથે તેના અનેક સ્વાસ્થ્ય ફાયદા પણ છે. લીંબુના અથાણામાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે આપણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
લીંબુનું અથાણું ખાવાના ફાયદા :
1) ગર્ભાવસ્થાના સમયમાં લીંબુનું અથાણુંનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક હોય છે. ગર્ભાવસ્થામાં સવારમાં લીંબુનું અથાણાનું સેવન કરવાથી ગર્ભવતી મહિલામાં કમજોરી અને થાકને દૂર કરવામાં મદદરૂપ થાય છે.
2) વજન ઘટાડવા માટે લીંબુનું અથાણું નું સેવન કરવું લાભદાયક છે. લીંબુના અથાણામાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને આમાં હાજર મસાલા આપણા શરીરમાં ફેટ ઓછી કરવામાં સહાયક થાય છે. જેનાથી વજન ઘટાડી શકાય છે.
3) હૃદય ને સ્વસ્થ રાખવા માટે લીંબુના અથાણાનું સેવન ફાયદાકારક છે. લીંબુમાં ઉપલબ્ધ વિટામીન સી આપણને હૃદય રોગના જોખમથી બચાવે છે. લીંબુના અથાણામાં વિટામીન સી ની ભરપૂર માત્રા ઉપલબ્ધ હોવાના કારણે આ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેથી આ હૃદય માટે લાભદાયક છે.
4) રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે લીંબુનું અથાણું નું સેવન કરવું જોઈએ. લીંબુમાં વિટામિન સી ઉપલબ્ધ હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. દરરોજ આહારમાં વિટામિન સી યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ફાયદાકારક હોય છે કારણ કે આ આપણને અનેક શારીરિક રોગોથી લડવા માટે સક્ષમ બનાવે છે.
5) પાચનતંત્રની મજબૂત રાખવા માટે લીંબુનું અથાણું ફાયદાકારક છે. વિષયલા પદાર્થોના કારણે પાચનમાં અનેક પ્રકાર ની સમસ્યાઓ થઈ શકે છે. એવા મા લીંબુનું અથાણુંનું સેવન કરવું ફાયદાકારક છે, કારણ કે લીંબુના અથાણુંમાં એન્ઝાઇમ ઉપલબ્ધ હોય છે જે શરીરમાં વિષયલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. અને પાચનતંત્રને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.
6) લીંબુના અથાણામાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ ઉપલબ્ધ હોય છે જે શરીરને ફ્રી રેડીકલ્સથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે. એવામાં લીંબુના અથાણાનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો આ શરીરને સ્વાસ્થ્યવર્ધક બનાવી રાખવામાં મદદ કરે છે.
7) કેટલાક સંશોધન પ્રમાણે ડાયાબિટીસમાં અથાણાનું સેવન કરવાથી ફાયદાકારક માનવામાં આવે છે. અઠવાડિયામાં એક દિવસ અથાણાનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક બની શકે છે. એવામાં કહેવાય છે કે લીંબુના અથાણાનું સેવન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બની શકે છે.
8) જો કોઈ વ્યક્તિને મુસાફરી દરમિયાન ઉલટી થવાની સમસ્યા થતી હોય તો એવામાં લીંબુનું અથાણાનું સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે. તેથી લીંબુનું અથાણાનું સેવન મુસાફરી દરમિયાન કરવાની સલાહ આપવામાં આવે છે.
9) દાંતને મજબૂત બનાવી રાખવા માટે લીંબુ કે લીંબુનું અથાણાનું સેવન ફાયદાકારક છે લીંબુમાં એસિડ હોય છે જે આપણા દાંતને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે એવામાં લીંબુના અથાણાનું સેવન દાતો ને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay