પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓએ પોતાના ખાન-પાન નું વિશેષરૂપે ધ્યાન રાખવાનું હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન માતાએ પૌષ્ટિક આહાર લેવો જોઈએ કારણ કે માતા જે વસ્તુનું સેવન કરે છે તેની સીધી અસર તેના બાળક પર પડે છે. દરેક માતા એવું ઈચ્છે છે કે પોતાનું બાળક સ્વસ્થ અને તંદુરસ્ત આવે. એવામાં ગર્ભાવસ્થા દરમિયાન કમરખ ફળ ખાવું ખૂબ જ ફાયદાકારક ગણાય છે. શિયાળામાં મળતું આ કમરખ ફળમાં કેટલાય પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આ ફળના સેવનથી કેટલાય પ્રકારની બીમારીઓના લક્ષણોને દૂર કરી શકાય છે.
આ ફળનો સ્વાદ લીંબુ અને અનાનસ જેવો એટલે કે ખાટો મીઠો હોય છે. કમરખ ના સેવન થી પાચનતંત્ર વ્યવસ્થિત રહે છે અને ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત બને છે. આના સેવનથી હાઈ બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. સાથે જ આનાથી મોઢાના સંક્રમણ અને યુટીઆઈ ના લક્ષણો દૂર કરી શકાય છે. કમરખ મા વિટામિન, ફોલિક એસિડ, પોટેશિયમ, આયર્ન, ઝિન્ક, ફાયબર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે. આમાં વિટામિન બી6 અને વિટામિન ઈ ઉપલબ્ધ હોય છે. આવા ભરપૂર પ્રમાણમાં પોષક તત્વોના કારણે કમરખનું સેવન થી પ્રેગનેન્સીમાં ખૂબ જ ફાયદાકારક છે. કમરખ ના ફાયદા વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
પ્રેગનેન્સીમાં કમરખ ના ફાયદા:-
1. પાચન તંત્રને મજબૂત બનાવે:- આ ફળ ખાવાથી કબજિયાત અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. ગર્ભાવસ્થામાં કબજિયાત અને ઝાડા ની સમસ્યા થવી સામાન્ય છે. આમાં ફાઈબર અને વિટામિન ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે તેની મદદ થી અપચો, ગેસ કબજિયાત, ઝાડા વગેરે સમસ્યાઓ દૂર થાય છે.
2. ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવ:- પ્રેગનેન્સીમાં મહિલાઓને સારી એમ્યુનિટી સિસ્ટમની જરૂરત હોય છે જેથી રોગો સામે લડવાની ક્ષમતા નો વિકાસ થાય. કમરખ ના સેવન થી ફ્રી રેડિકલ્સના ઉત્પાદનને ઓછું કરવામાં મદદ મળે છે. આ ફળમાં એંટીઓક્સીડેંટ અને વિટામિન સી ઉપલબ્ધ હોય છે જેની મદદથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને વાઇરસ સામે લડવાની ક્ષમતા વધે છે.
3. આંખો માટે ફાયદાકારી:- કમરખ ફળમાં વિટામીન એ ની ભરપુર માત્રા ઉપલબ્ધ હોય છે જેનાથી ગર્ભાવસ્થા દરમિયાન આના સેવનથી આંખોની બળતરા ઠીક થાય છે. આ ફળના સેવનથી આંખોની રોશની વધે છે અને સંક્રમણની સમસ્યા દૂર થાય છે. આ ફળ આંખો માટે ખૂબ સારું છે.
4. મોઢાના સંક્રમણને દૂર કરે:- કમરખ થી સ્ટેમિના અને એનર્જીના સ્તરને જાળવી રાખવામાં સહાયતા મળે છે. સાથે જ તાજા કમરખ ફળ ના સેવન થી સંક્રમણ, ઈંફ્લુએન્ઝા અને મોઢાનું સંક્રમણ ઠીક થઈ શકે છે.
5. હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે:- આ ફળમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે, જેની મદદથી સોડિયમની માત્રા ઓછી કરી શકાય છે. અને હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
6. કોલેસ્ટ્રોલ ઓછું કરે:- ગર્ભાવસ્થાના સમય દરમિયાન આ ફળનું સેવન કરવાથી ઉચ્ચ કોલેસ્ટ્રોલથી થવાવાળી સમસ્યાઓ દૂર કરી શકાય છે. જો તમે નિયમિત રૂપે આ ફળનું સેવન કરો છો તો તેનાથી કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ મળે છે.
આવી રીતે કરો કમરખ ફળનું સેવન:- તમે કમરખ ફળનું જ્યુસ બનાવીને પી શકો છો. આને તમે સલાડની સાથે ખાઈ શકો છો અને તેને સારી રીતે કાપી લેવું. તેના સિવાય અન્ય ફળો સાથે તેની સ્મુથી બનાવીને પણ પી શકો છો. તમે આમા ચિયા ના બીજ અને અળસીના બીજ સાથે પણ મેળવી શકો છો. આ ફળ ને સમુદ્રી ભોજન સાથે પણ ખાઈ શકાય છે. તમે કમરખ ફળ નું ચાટ બનાવીને પણ ખાઈ શકો છો. કમરખ ના ફળ ને જો તમે કાચુ ખાઈ રહ્યા હોવ તો, પાક્કું જ ખાવું જોઈએ કારણ કે વધુ પડતું ખાટું ન લાગે એટલે.
કેટલી માત્રામાં કરવું જોઈએ જે સેવન:- ખાટા ફળો નુ સેવન હંમેશાં સંતુલિત માત્રામાં જ કરવું જોઈએ જેથી તમને કોઈ બીજી પરેશાની ઉભી ન થાય. જો તમને મન હોય તો તમે અડધો ગ્લાસ નો જ્યુસ પી શકો છો. તેના સિવાય તમે દિવસ દરમિયાન એક કમરખ ફળ નું સેવન કરી શકો છો.
સાવધાનીઓ:- કમરખ ફળ ના અનેક ફાયદા છે અને પ્રેગનેન્સીમાં મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આનુ વધુ પડતું સેવન કરવાથી તમને એલર્જી કે રેસીઝ ની સમસ્યા થઈ શકે છે. જો તમને કિડની સંબંધિત કોઇ સમસ્યા હોય તો આનું સેવન ન કરવું કારણ કે આમાં ઓક્સેલેટ ની ભરપૂર માત્રા ઉપલબ્ધ હોય છે જેનાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. તેના સિવાય જો તમને કોઈ પણ પ્રકારની દવા કે કોઈ સ્વાસ્થ્ય સંબંધિત બીમારી હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે જ આનું સેવન કરવું.